Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : TMC MP યુસુફ પઠાણને "સબક શીખવો", BJP MLA ની માંગ

VADODARA : વડોદરામાં રહેતા પૂર્વ ક્રિકેટર અને ટીએમસીમાંથી લોકસભાના સાંસદ યુસુફ પઠાણે (EX CRICKETER AND TMC MP YUSUF PATHAN CONTROVERSY) પાલિકાના પ્લોટ પર દબાણ કર્યા હોવાનો કિસ્સો તાજેતરમાં સામે આવ્યો છે. જે બાદ પાલિકા દ્વારા તેને દુર કરવા માટે નોટીસ...
vadodara   tmc mp યુસુફ પઠાણને  સબક શીખવો   bjp mla ની માંગ

VADODARA : વડોદરામાં રહેતા પૂર્વ ક્રિકેટર અને ટીએમસીમાંથી લોકસભાના સાંસદ યુસુફ પઠાણે (EX CRICKETER AND TMC MP YUSUF PATHAN CONTROVERSY) પાલિકાના પ્લોટ પર દબાણ કર્યા હોવાનો કિસ્સો તાજેતરમાં સામે આવ્યો છે. જે બાદ પાલિકા દ્વારા તેને દુર કરવા માટે નોટીસ પાઠવવામાં આવી છે. જે બાદ યુસુફ પઠાણ દ્વારા કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે. તેવામાં તાજેતરમાં મળેલી પાલિકાની સભામાં સયાજીગંજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટર કેયુર રોકડિયા દ્વારા પાલિકાના પ્લોટ પર દબાણકર્તા યુસુફ પઠાણને "સબક શીખવાડવા માટેની રજૂઆત કરવામાં આવી છે. જેને લઇને મુદ્દો વધુ એક વખત ચર્ચામાં આવ્યો છે.

Advertisement

વેલ્યુએશન રૂ. 57,270 પ્રતિ ચોરસમીટર

સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય અને કોર્પોરેટર કેયુર રોકડિયા (BJP MLA KEYUR ROKADIYA) એ પાલિકાની સભા બાદ મીડિયાને જણાવ્યું કે, વર્ષ 2012 માં યુસુફ પઠાણ દ્વારા જગ્યાની માંગણી કરી હતી. તે સમયે તેનું વેલ્યુએશન રૂ. 57,270 પ્રતિ ચોરસમીટર પાલિકાએ ઠરાવ્યું હતું. તે પૈસા ભરે તો તેને મંજૂરી આપવામાં આવી હતી. આ પ્લોટ ખાસ કિસ્સામાં ફળવાતો હોવાથી, કોઇ પણ પ્રકારની મંજૂરી વગર ફળવાતો હોવાથી તે અંગેની મંજૂરી અર્થે રાજ્ય સરકારમાં મોકલવામાં આવ્યો હતો. વર્ષ 2014 માં સરકારે આ પ્લોટની મંજૂરી આપી ન્હતી. ઓગષ્ટ - 2014 માં યુસુફ પઠાણને પાલિકાના માધ્યમથી પત્ર પાઠવીને આ પ્લોટની ફાળવણી રાજ્ય સરકારે નામંજૂર કરી છે અથવા તો રદ્દ કરી છે તેવું જણાવી દેવામાં આવ્યું હતું.

Advertisement

કોઇ પણ પ્રકારના પૈસા ભર્યા નથી

વધુમાં તેમણે જણાવ્યું કે, તેણે આ પ્લોટ પેટે એક પણ રૂપિયો ભર્યો ન્હતો. તે ક્રિકેટર હોવાથી તે પ્લોટ વાપરતો હતો. પરંતુ હાલમાં પ્લોટ વાપરતો હોવાનું ધ્યાને આવતા 6, જુન - 24 ના રોજ પાલિકાએ નોટીસ આપીને પ્લોટ પરનો કમ્પાઉન્ડ વોલ અને તબેલો દબાણ દુર કરવા નોટીસ આપી. આ તો ચોરી ઉપરથી સીના જોરી. તે ભાઇ કોર્ટમાં ગયા છે. તેણે કોઇ પણ પ્રકારના પૈસા ભર્યા નથી, અને આ પ્લોટનો દાવો કર્યો છે. તેણે કોર્ટમાં એવી રજુઆત કરી કે, હું ટીએમસીનો સાંસદ બન્યો એટલે મારા સાથે ખોટુ વર્તન કરી રહ્યા છે. એવું કોઇ પણ વર્તન ભાજપ સરકાર કે પાલિકા કરતી નથી.

કોંગ્રેસના કોર્પોરેટરે સુર પુરવ્યા

વધુમાં તેમણે ઉમેર્યું કે, માત્ર મેરીટના આધાર પર પ્લોટના પૈસા ભરાયા નથી, સરકારે પ્લોટની ફાળવણી નામંજૂર કરી છે. આમ છતાં 10 વર્ષથી તેના પર કમ્પાઉન્ડ વોલ બાંધીને દબાણ કર્યું છે, અને કોર્ટમાં જાય છે. આવા વ્યક્તિઓને સબક શીખવાડવો અને આ દબાણ તાત્કાલીક દુર થવું જોઇએ તેવી મેં માંગ કરી છે. અને કોંગ્રેસના કોર્પોરેટરે સુર પુરવતા તેની જોડે ભાડું વસુલ કરવી જોઇએ તેવી માંગણી કરી છે. કોર્ટની પરિસ્થિતી જોઇને બને તેટલું ઝડપથી પાલિકાએ દબાણ દુર કરવું જોઇએ તેવી મેં માંગણી કરી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : રોંગ સાઇડ વાહનો ચલાવનાર સામે થશે પોલીસ ફરિયાદ

Tags :
Advertisement

.