Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : લોકોની સુરક્ષાને લઇ સઘન તપાસ, નોટીસ-સીલ મારવાનું જારી

VADODARA : રાજકોટ અગ્નિકાંડ (RAJKOT FIRE TRAGEDY) ની ઘટના બાદ વડોદરાનું ફાયર ડિપાર્ટમેન્ટ (VMC - FIRE DEPARTMENT) એક્શનમાં આવ્યું છે. અને શહેરભરમાં ઠેર ઠેર ફાયર સેફ્ટીને લઇને ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ફાયર વિભાગની ત્વરિતતા જોઇને લોકો તેમના કાર્યની...
vadodara   લોકોની સુરક્ષાને લઇ સઘન તપાસ  નોટીસ સીલ મારવાનું જારી

VADODARA : રાજકોટ અગ્નિકાંડ (RAJKOT FIRE TRAGEDY) ની ઘટના બાદ વડોદરાનું ફાયર ડિપાર્ટમેન્ટ (VMC - FIRE DEPARTMENT) એક્શનમાં આવ્યું છે. અને શહેરભરમાં ઠેર ઠેર ફાયર સેફ્ટીને લઇને ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ફાયર વિભાગની ત્વરિતતા જોઇને લોકો તેમના કાર્યની સરાહના કરી રહ્યા છે, તો બીજી તરફ ફાયર સેફ્ટીને લઇને બેદરકારી દાખવતા સંચાલકોમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે.

Advertisement

213 સંસ્થાઓને નોટીસ

વડોદરા પાલિકા દ્વારા સંસ્થાઓમાં ફાયર સેફ્ટી, એન્જિનીયીંર સંલગ્ન બાબતો, મિકેનિકલ બાબતોની ચકાસણી કરવા માટે ફાયર ડિપાર્ટમેન્ટની 6 ટીમો, ઝોન દીઠ 2 ટીમો મળીને 14 ટીમો દ્વારા વિતેલા 24 કલાકમાં શહેરના ચાર ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી હતી. ઉત્તરઝોનમાં 240 સ્થળોએ તપાસ કરીને 213 સંસ્થાઓને નોટીસ પાઠવવામાં આવી છે. જે પૈકી વીઆઇપી વ્યુ, આમ્રપાલી, બંસલ મોલ - કારેલીબાગ, ગણોશ સો મીલ, સહજાનંદ સો મીલ સહિતના 213 એકમોને સીલ મારી દેવામાં આવ્યા છે.

બરોડા સ્પોર્ટસ અરેના સીલ

પૂર્વ ઝોનમાં 15 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. જે પૈકી 12 સંસ્થાઓને નોટીસ પાઠવવામાં આવી છે. તથા મીરાદાતાર ફર્નિચરની દુકાન સીલ કરવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં 15 સ્થળોએ તપાસ કરવામાં આવી છે. તે પૈકી 12 ને નોટીસ પાઠવવામાં આવી છે. તથા બરોડા સ્પોર્ટસ અરેનાને સીલ કરવામાં આવી છે. દક્ષિણ ઝોનમાં 10 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. જે પૈકી 10 સંસ્થાઓને નોટીસ પાઠવવામાં આવી છે. તથા બરોડા એન્ટરપ્રાઇઝ (લાકડાનું પીઠુ) સહિત 4 એકમો સીલ કરવામાં આવ્યા છે. આમ, ચારેય ઝોનમાં 292 સ્થળોની તપાસ કરીને કુલ 247 સંસ્થાઓને નોટીસ પાઠવવામાં આવી છે. જૈ પૈકી 219 ને સીલ કરવામાં આવ્યા છે.

Advertisement

19 હોસ્પિટલને નોટિસ

ફાયર વિભાગની 6 ટીમો દ્વારા 19 - હોસ્પિટલો, 5 - સ્કુલ, 3 - મોલ, 1 - શોરૂમ, મળી 29 એકમોમાં તપાસ કરવામાં આવી હતી. તે પૈકી 25 એકમોને બી - 10 અંતર્ગત નોટીસ પાઠવવામાં આવી છે. જેમાં ગોત્રી GMERS સરકારી હોસ્પિટલ સહિત 19 હોસ્પિટલને નોટિસ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ટ્યુશન ક્લાસ, પ્લે સેન્ટર સામે કાર્યવાહી

ટાઉન ડેવલોપમેન્ટ શાખા દ્વારા શહેરના વિવિધ ટ્યુશન ક્લાસ, પ્લે સેન્ટર સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં કિડ્સ કેસ્ટલ, ટ્રાન્સગ્લોબલ ઓવર્સીસ એજ્યુકેશન, ઓશો રિજલ એકેડમી ઓફ સાયન્સ, લીટલ મીલેનિયમ પ્રી સ્કુલ, ગુજરાત કીડ્ઝ પ્રિ - સ્કુલ, કિડ્ઝી, મીલેનિયમ, જોય કિડ્સ કેર મળીને 19 હોસ્પિટલને નોટિસ કરવામાં આવ્યા છે.

Advertisement

પરફોર્મન્સ સર્ટિફીકેટ નહી લેનાર સામે એનસી ફરિયાદ

સુત્રોના જણાવ્યા અનુસાર, ગેમઝોન સંંચાલકો દ્વારા પરફોર્મન્સ સર્ટિફીકેટ મેળવવાનું હોય છે. જે શહેર પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટરમાંથી લેવું પડે છે. શહેરના કે ઝોન - ફતેગંજ, બુમરેન્જ ગેમઝોન - ગેંડા સર્કલ, સ્નો સીટી - સેવાસી, બાઉન્સ અપ - વાઘોડિયા રોડ, જોય ટ્રેન - કમાટીબાગ, XOOGO - જુના પાદરા રોડ, એમોબા ગેમઝોન - માંજલપુર, અને ફનફ્રેઝ ગેમઝોન - સોમા તળાવ ના સંચાલકો સામે એનસી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેને લઇને તંત્ર બેજવાબદારો સામે આકરૂં વલણ દાખવતું હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- Education Department દ્વારા કરાયો આદેશ, સ્કૂલ વેન-રિક્ષામાં વધુ બાળકો હશે તો શાળા સંચાલકો જવાબદાર

Tags :
Advertisement

.