Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : વિદ્યાર્થીઓની જરૂરીયાતને ધ્યાને રાખી શાળાએ શરૂ કરી "બેંક"

VADODARA : વડોદરા (VADODARA) ની જુના પાદરા રોડ પર આવેલી શાળામાં વિદ્યાર્થીઓની જરૂરીયાતને ધ્યાને રાખીને બેંક શરૂ કરવામાં આવી છે. જેમાં જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને શાળામાં ભણતર માટે જરૂરી ઉપયોગી વસ્તુઓ એકત્ર કરવામાં આવે છે. અને તેની છણાવટ કરીને મુકવામાં આવે છે....
vadodara   વિદ્યાર્થીઓની જરૂરીયાતને ધ્યાને રાખી શાળાએ શરૂ કરી  બેંક

VADODARA : વડોદરા (VADODARA) ની જુના પાદરા રોડ પર આવેલી શાળામાં વિદ્યાર્થીઓની જરૂરીયાતને ધ્યાને રાખીને બેંક શરૂ કરવામાં આવી છે. જેમાં જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને શાળામાં ભણતર માટે જરૂરી ઉપયોગી વસ્તુઓ એકત્ર કરવામાં આવે છે. અને તેની છણાવટ કરીને મુકવામાં આવે છે. જ્યારે કોઇ જરૂરીયાતમંદ વિદ્યાર્થી સામે આવે કે તેની મદદ માટે બેંકના દરવાજા ખુલી જાય છે.

Advertisement

ખર્ચનું ભારણ ઘટાડે

વડોદરાની શાળા દ્વારા સ્તુત્ય પ્રસાય હાથ ધરવામાં આવ્યો છે. શાળાના જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓની સુવિધા સચવાય તે માટે શાળાના એક રૂમમાં બેંક શરૂ કરવામાં આવી છે. જેમાં શાળામાંથી ભણીને વધુ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓના પુસ્તકો, સ્કુર ડ્રેસ, શુઝ એકત્ર કરીને રાખવામાં આવે છે. અને તે અન્ય વિદ્યાર્થીને ઉપયોગી બની રહે તે માટે વિશેષ બેંકમાં જમા કરવામાં આવે છે. આ બેંકમાં એકત્ર કરી રાખેલો સામાન જરૂરીયાતમંદ વિદ્યાર્થીની મદદ કરવાની સાથે તેના પરના ખર્ચનું ભારણ પણ ઘટાડે છે.

Advertisement

નિશુલ્ક લઇ જશે

વિદ્યુત બોર્ડ વિદ્યાલયના પ્રિન્સિપાલ બેન્ઝામીન રાણા જણાવે છે કે, બાળકોને આનો લાભ મળી શકે તે માટે આપનો આભાર માનું છું. જ્યારે કોરોનાનો સમયગાળો હતો, ત્યારે અનુભવ્યું કે, લોકો પાસે નોકરી ન્હતી, કામ-ધંધો રોજગાર બંધ થઇ ગયું હતું, લોકો પાસે કોઇ આવક રહી ન્હતી. તે વખતે પુસ્તકો, યુનિફોર્મ, શુઝ આ બધુ વાલીઓને ખરીદવા માટે ખુબ અઘરૂ લાગતું હતું. તે વખતે અમને વિચાર આવ્યો કે, શક્ય હોય તો ગરીબ બાળકોને આપણે મદદરૂપ શઇ શકીએ. બાદમાં અમે જેણે ધો. 12 પાસ કર્યું હોય તેવા બાળકોને બોલાવીને વિચાર મુક્યો કે, તમે ભણીને નિકળો છો, તમારી પાસે યુનિફોર્મ, શુઝ, પીટી યુનિફોર્મ તમને કામ લાગવાના નથી, તે અમને જમા કરાવી દો તો જે જરૂરીયાતમંદ બાળકો હશે, ત્યારે તેમને જરૂર પડશે, ત્યારે અમારી પાસેથી નિશુલ્ક લઇ જશે.

Advertisement

કોઇ પણ ડેટા રાખતા નથી

વધુમાં તેમણએ જણાવ્યું કે, ત્યાર પછી અમે સુધારો કર્યો, બીજે વર્ષે તેવું પણ કર્યું કે, જે રેફરન્સ બુક હોય છે. તે ખુબ મોંધી આવે છે. અમે બાળકોને કહ્યું કે, તમે રેફરન્સ બુકને પસ્તીમાં આપી દો, તેના કરતા બેસ્ટ વે છે કે, કોઇને કામમાં આવે. પછીના વર્ષે તેનું અભિયાન ચાલુ કર્યું, જેનો સારો રીસ્પોન્સ મળી રહ્યો છે. દર વર્ષે 50 - 100 જેટલા બાળકો તેનો લાભ લઇ રહ્યા છે. બાળકોની લાગણી ન દુભાય તે માટે અમે કોઇ પણ પ્રકારની ફોટોગ્રાફી કરતા નથી. તેનો કોઇ પણ ડેટા રાખતા નથી.

આ પણ વાંચો -- VADODARA : પાલિકાના પ્લોટ પર સાંસદ યુસુફ પઠાણનું દબાણ !

Tags :
Advertisement

.