VADODARA : ઓરેન્જ એલર્ટ વચ્ચે ગરમી "જીવલેણ" બની
VADODARA : વડોદરા શહેર-જિલ્લામાં વિતેલા 36 કલાકમાં ગરમી વધતાની સાથે 10 જેટલા લોકોના શંકાસ્પદ મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. મોટાભાગના કેસોમાં ગરમી સંબંધિત અસર મૃત્યુનું કારણ બન્યું હોવાનું મનાઇ રહ્યું છે રાજ્યમાં ગરમી સામે ઓરેન્જ એલર્ટ આપવાની સાથે જ લોકોને બેચેની, ગભરામણ થવાની સમસ્યા ઉદ્ભવી છે. જેને લઇને એસએસજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા પુષ્કળ પ્રમાણમાં પાણી સહિત પ્રવાહી પીવું, સુર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવવાથી બચવું જોઇએ તેવા ઉપાયો સુચવવામાં આવ્યા છે. આવનાર સમયમાં પણ ગરમીમાં વધુ આકરો તાપ વરસી શકે છે. જેને લઇને લોકોએ તેનાથી બચવાના ઉપાયો કરવા જરૂરી બન્યા છે.
કેટલાક દિવસો સુધી ઓરેન્જ એલર્ટની સ્થિતી જારી
વડોદરાના શહેર જિલ્લામાં વિતેલા 36 કલાકમાં 10 જેટલા લોકોના શંકાસ્પદ મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. મોટાભાગના કેસોમાં ગરમી સંબંધિત અસર મૃત્યુનું કારણ બન્યું હોવાનું મનાઇ રહ્યું છે. તેવામાં આવનાર કેટલાક દિવસો સુધી ઓરેન્જ એલર્ટની સ્થિતી જારી રહેશે. તેને ધ્યાને રાખીને લોકોએ ગરમીથી બચવાના ઉપાયો તાત્કાલિક ધોરણે અપનાવવા જોઇએ. અને એસએસજી હોસ્પિટલના અધિક્ષકના જણાવ્યા પ્રમાણે વયોવૃદ્ધ લોકોએ, અન્ય બિમારીથી પીડિત લોકોએ સવારે 10 - 30 થી 6 - 30 સુધી ઘરની બહાર નિકળવું ન જોઇએ તેવો અભિપ્રાય છે.
પ્રતિ કલાક 800 એમએલ જેટલા પ્રવાહીની જરૂર
એસએસજી હોસ્પિટલના અધિક્ષક ડો. રંજન ઐયર જણાવે છે કે, ગુજરાતમાં ગરમીને લઇને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અને ખુબ જ ગરમી પડવાની સંભાવના છે. ત્યારે વયોવૃદ્ધ લોકોએ, અન્ય બિમારીથી પીડિત લોકોએ સવારે 10 - 30 થી 6 - 30 સુધી ઘરની બહાર નિકળવું ન જોઇએ તેવો અભિપ્રાય છે. જે લોકોએ ઘરની બહાર નિકળવું જ પડે તેવી સ્થિતી હોય તે સુતરાઉ, ઢીલા કપડા પહેલા, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવું જોઇએ, આ સીઝનમાં વ્યક્તીને પ્રતિ કલાક 800 એમએલ જેટલા પ્રવાહીની જરૂર જણાય છે. જે ઉષ્ણ વાતાવરણમાં ડિહાઇડ્રેશનથી બચાવી શકાય. કામ ધંધો કરતા હોય તો છાંયડામાં કરવો જોઇએ. સુર્યના સીધા તાપથી બચવું હિતાવહ છે. હિટસ્ટ્રોકના લક્ષણો જણાય તો તુરંત તબિબનો સંપર્ક કરવો જોઇએ.
આ પણ વાંચો -- VADODARA : મધરાત્રે સર્જાયેલી સમસ્યાના કાયમી ઉકેલ સુધી કોર્પોરેટર સાથે રહ્યા