Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સેફ્ટીના અભાવે સીલ કોમ્પલેક્ષમાં બેંક જનરેટર પર ચાલુ કરાઇ

VADODARA : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ (RAJKOT GAMEZONE FIRE ACCIDENT) ની ઘટના બાદ વડોદરા પાલિકાના ફાયર (VMC - VADODARA) સહિતના વિવિધ વિભાગો દ્વારા લોકોની સુરક્ષાને લઇને સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જે કોઇ એકમોમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોય...
vadodara   સેફ્ટીના અભાવે સીલ કોમ્પલેક્ષમાં બેંક જનરેટર પર ચાલુ કરાઇ

VADODARA : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ (RAJKOT GAMEZONE FIRE ACCIDENT) ની ઘટના બાદ વડોદરા પાલિકાના ફાયર (VMC - VADODARA) સહિતના વિવિધ વિભાગો દ્વારા લોકોની સુરક્ષાને લઇને સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જે કોઇ એકમોમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોય ત્યાં નોટીસ આપી, જરૂર પડ્યે સીલ પણ કરવામાં આવ્યું હતું. શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી મીડ વે કોમ્પલેક્ષને પણ ફાયર સેફ્ટીના અભાવે સીલ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ સીલ કર્યા બાદ કોમ્પલેક્ષમાં આવેલી HDFC બેંક (HDFC BANK) માં જનરેટર પર કામ શરૂ કરવામાં આવતા પાલિકાના ફાયર વિભાગ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ ખુલાસો માંગવામાં આવ્યો છે.

Advertisement

તાત્કાલીક દોડી આવ્યા

વડોદરા ફાયર વિભાગ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંદ દરમિયાન શહેરના ખુણે ખુણે કાર્યવાહી કરવામાં આવી હતી. તે પૈકી શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા મીડ વે કોમ્પલેક્ષને ફાયર સેફ્ટીના અભાવે સીલ કરવામાં આવ્યું હતું. જો કે આ કોમ્પલેક્ષ સીલ કર્યા બાદ અહિંયા આવેલી HDFC બેંક (HDFC BANK) ને જનરેટર પર શરૂ કરી દેવામાં આવી હતી. આ વાત ફાયર વિભાગના અધિકારીઓ સુધી પહોંચતા તાત્કાલીક દોડી આવ્યા હતા. અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

જનરેટરનું ટર્મીનલ અને બેટરી જપ્ત

ફાયર ઓફીસર અમિત ચૌઘરી જણાવે છે કે, ફાયર વિભાગ દ્વારા 23, જુનના રોડ મીડવે કોમ્પલેક્ષને સીલ કરી દેવામાં આવ્યું હતું. આ બિલ્ડીંગમાં અગ્નિશમનના જીવન સુરક્ષાના સાધનો વસાવ્યા નથી એટલે સીલ કરવામાં આવ્યું હતું. તેમણે આ બિલ્ડીંગમાં અગ્નિશમન સિસ્ટમ વસાવવાની જગ્યાએ, બિલ્ડીંગ સીલ હોવા છતાં તેમણે નિયમોનું ઉલ્લંઘન કરીને બેંક જનરેટ પર શરૂ કરી દીધી હતી. તેની જાણ થતા અમે આવ્યા છીએ. અને જનરેટરનું ટર્મીનલ અને બેટરી જપ્ત કરીને સીલીંગની કાર્યવાહી કરવામાં આવી છે. આ એચડીએફસી બેંક (HDFC BANK) છે. સ્થળ તપાસ કરીને બેંક બંધ કરાવવામાં આવી છે. તેમને નિયમોનું ઉલ્લંઘન કેમ કર્યું તે બાબતનો ખુલાસો માંગવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો --  VADODARA : રોંગ સાઇડ વાહન વિરૂદ્ધ ડ્રાઇવમાં 68 ચાલકો સામે પોલીસ ફરિયાદ

Tags :
Advertisement

.