Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : જિલ્લામાં 26 - 28, જુન સુધી યોજાશે શાળા પ્રવેશોત્સવ

VADODARA : આજરોજ તા.૨૪-૦૬-૨૦૨૪ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સવારે ૧૧:૦૦ કલાકે સાબરમતી હોલ, સ્વર્ણિમ સંકુલ-૧, સચિવાલય, ગાંધીનગર ખાતે બ્રીફિંગ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું બાયસેગ મારફતે જીવંત પ્રસારણ સમગ્ર રાજયાં કરવામાં આવ્યું હતું. આગામી તા.૨૬, ૨૭ અને ૨૮ જુન ૨૦૨૪ ના...
vadodara   જિલ્લામાં 26   28  જુન સુધી યોજાશે શાળા પ્રવેશોત્સવ

VADODARA : આજરોજ તા.૨૪-૦૬-૨૦૨૪ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સવારે ૧૧:૦૦ કલાકે સાબરમતી હોલ, સ્વર્ણિમ સંકુલ-૧, સચિવાલય, ગાંધીનગર ખાતે બ્રીફિંગ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું બાયસેગ મારફતે જીવંત પ્રસારણ સમગ્ર રાજયાં કરવામાં આવ્યું હતું. આગામી તા.૨૬, ૨૭ અને ૨૮ જુન ૨૦૨૪ ના રોજ યોજાનાર પ્રવેશોત્સવમાં સહભાગી થનાર પદાધિકારી / અધિકારીઓને માર્ગદશન મળી રહે તે અંગેનું આયોજન જિલ્લા કક્ષાએ ધારાસભા હોલ, કલેકટર કચેરી, વડોદરા ખાતે તેમજ તાલુકા કક્ષાએ બી.આર.સી. ભવન ખાતે કરવામાં આવ્યું હતું.

Advertisement

કન્યા કેળવણી ઉજવણીનું આયોજન

ગુજરાત સરકારના અને પ્રાથમિક શિક્ષણ વિભાગ આયોજિત સમગ્ર રાજ્યના તારીખ ૨૬ થી ૨૮ જૂન સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે વડોદરા જિલ્લામાં બાલવાટિકા ની અંદર ૧૧,૮૭૪ બાળકો તથા ધોરણ એકમાં ૧૧,૫૯૩ બાળકો આંગણવાડીમાં ૫,૨૩૨ બાળકો ધોરણ નવમાં ૧૩,૪૮૬ બાળકો અને ધોરણ ૧૧માં ૪,૯૬૩ બાળકોને શાળાઓમાં કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાના પદાધિકારી – અધિકારીઓ તેમજ એસએમસી ના સભ્યોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

Advertisement

સામગ્રી પૂરી પાડવામાં આવી

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશભાઈ પાંડે દ્વારા સમગ્ર જિલ્લામાં ૧૪૧ રૂટ ગોઠવીને આ કાર્યક્રમનું સફળ આયોજન કર્યું છે. જેમાં વિદ્યાર્થીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવશે. પ્રવેશપાત્ર બાળકોને સ્થાનિક લોક સહયોગ અને લોક ભાગીદારી દ્વારા શૈક્ષણિક કીટ આપીને તેમજ રાજ્યકક્ષાએથી આવેલ સાહિત્ય આપીને પ્રવેશ આપવામાં આવશે. સમગ્ર શિક્ષા દ્વારા વિદ્યાર્થીઓને વિદ્યા પ્રવેશ મારી લેખનપોથી નોટબુક લેશનકાર્ડ, ચાર્ટ, ચિત્રપોથી, વાર્તા પોથી અને એક્ટિવિટી બેઝ લર્નિંગની સામગ્રી પૂરી પાડવામાં આવી છે તેનું પણ વિતરણ કરવામાં આવશે. કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ માં કાર્યક્રમનું સંચાલન શાળાના એક વિદ્યાર્થી અનેક વિદ્યાર્થીની દ્વારા કરવામાં આવશે.

શાળાનું રિપોર્ટિંગ કરશે

સાથે સાથે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગની મહત્વની યોજનાઓ દ્વારા વિદ્યાર્થીઓના લાભો મેળવનાર વિદ્યાર્થીઓને સમાન પ્રવેશ પરીક્ષા CET ના મેરીટમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓને જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કુલ, રક્ષા શક્તિ સ્કૂલ, મોડેલ સ્કૂલ અને મુખ્યમંત્રી જ્ઞાન શેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાનો લાભ આપવામાં આવશે. જેના માટે આજરોજ ગાંધીનગર થી માન્ય મુખ્યમંત્રી ની બ્રીફિંગમાં વિડિયો કોન્ફરન્સ ના માધ્યમથી રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને એસએમસીના સભ્યો અને ગાંધીનગર થી મૂકવામાં આવેલા તમામ અધિકારીઓ આ કાર્યક્રમ નિહાળેલ છે અને તેમાં અપાયેલી સૂચના અનુસાર શાળાએ જઈને શાળાનું રિપોર્ટિંગ કરશે. સ્કૂલ ઓફ એક્સલન્સની શાળાઓ સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મુલાકાત લઇ તેઓ સરકારશ્રી ની યોજનાઓ જે મળે છે, તેનો યોગ્ય હેતુસર ઉપયોગ થાય છે કે કેમ એ પણ જોવામાં આવશે અને ચકાસણી કરવામાં આવશે.

Advertisement

૧૦૦% નામાંકન થાય તે દિશામાં પ્રયત્નો

આ ત્રણ દિવસો દરમિયાન એક અધિકારી રોજ ત્રણ શાળાઓમાં જશે અને એસએમસી અને એસ એમ ડીસીના સભ્યોને મળશે હાલમાં શાળાઓમાં નવું શૈક્ષણિક ક્ષેત્ર શરૂ થયું છે ત્યારે જ્ઞાનકુંજ કોમ્પ્યુટર લેબ એલ બી ડી લેબ અને જી શાળા, રિયલ ટાઈમ મોનેટરીંગ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ની ઓનલાઈન હાજરી, મધ્યાન ભોજન અને તિથિ ભોજન દાતાઓ નું સન્માન જેવા અનેકવિધ પ્રોજેક્ટ નું અમલીકરણ સાથે રિવ્યુ પણ લેવામાં આવશે, સીઆરસી અને બીઆરસી કોઓર્ડીનેટર દ્વારા શાળાઓની અને વાલીઓની મુલાકાત લઈ ૧૦૦% નામાંકન થાય તે દિશામાં પ્રયત્નો ચકાસવામાં આવશે.

ઉત્તમ પ્રકારની પહેલ

વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ અને જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર મહેશભાઈ પાંડે દ્વારા કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ તેમજ વહીવટી ચિંતન શિબિર અને મારી શાળા હરિયાળી શાળા કાર્યક્રમને લોન્ચ કરવા માટે વડોદરા જિલ્લાના ૨૦૦૦ શિક્ષકો અને ૩૫૦ માધ્યમિક શાળા અને શિક્ષકો ને એક જ પ્લેટફોર્મ પર ભેગા કરીને આ અંગેની એક તાલીમ શિબિર પણ યોજીને માર્ગદર્શન આપવામાં આવી છે રાજ્યનો પ્રથમ જિલ્લો વડોદરા કે જેને આવી ઉત્તમ પ્રકારની પહેલ દ્વારા ચિંતન શિબિર યોજવામાં આવી છે.

આ પણ વાંચો -- VADODARA : ખાનગીને જોરદાર ટક્કર આપતી સુવિધાઓ સરકારી શાળામાં

Tags :
Advertisement

.