Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : MSU ના 200 વિદ્યાર્થીઓ પર ફરિયાદ મામલે સાંસદે કહ્યું, "આ યોગ્ય નથી"

VADODARA : વડોદરા (VADODARA) ની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) ના વીસી (MSU - VC) ના નિવાસ સ્થાને હોસ્ટેલ મેસમાં ફી વધારાને લઇને વિરોધ કરવા જતા 200 વિદ્યાર્થીઓ પર રાયોટીંગ સહીતની કલમો હેઠળ ગુનો નોંધાયે છે. જે...
vadodara   msu ના 200 વિદ્યાર્થીઓ પર ફરિયાદ મામલે સાંસદે કહ્યું   આ યોગ્ય નથી

VADODARA : વડોદરા (VADODARA) ની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) ના વીસી (MSU - VC) ના નિવાસ સ્થાને હોસ્ટેલ મેસમાં ફી વધારાને લઇને વિરોધ કરવા જતા 200 વિદ્યાર્થીઓ પર રાયોટીંગ સહીતની કલમો હેઠળ ગુનો નોંધાયે છે. જે મામલે સાંસદ ડો. હેમાંગ જોશીએ જણાવ્યું કે, આ બાબતે વિચાર કરવો જોઇએ કે, રૂ. 2 હજારના નુકશાનના બદલામાં 200 લોકો પર રાયોટીંગના ગુનો ન હોય. તે લોકો કોઇ ક્રિમીનલ નથી.

Advertisement

મને પોલીસ અને ગૃહરાજ્યમંત્રી પર ભરોસો છે

વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશી (VADODARA - BJP MP DR. HEMANG JOSHI) એ જણાવ્યું કે, પહેલા તો હું વિદ્યાર્થીઓને જણાવવા માંગીશ કે, કોઇ પણ વિષય હોય, આપણે ક્યારે પણ આપણા ગુરૂજનના પરિવાર પર કોઇ બાબતનો આઘાત લાગે તેવું કૃત્ય ન કરવું જોઇએ, તેમના ઘર સુધી ન જવું જોઇએ. જેને આપણે ગુરૂ કહીએ છીએ તેમણે પણ આ બાબતે વિચાર કરવો જોઇએ કે, રૂ. 2 હજારના નુકશાનના બદલામાં 200 લોકો પર રાયોટીંગના ગુનો ન હોય. તે લોકો કોઇ ક્રિમીનલ નથી. આ કૃત્ય મારા મતે યોગ્ય નથી જણાતું. પરંતુ મને પોલીસ અને ગૃહરાજ્યમંત્રી પર ભરોસો છે, તેઓ ક્યારે પણ આવી નજીવી બાબતે વિદ્યાર્થીઓના કરીયર બગડે તેવું કોઇ પણ કામ તેમના દ્વારા કરવામાં નહી આવે. આ બાબતે યોગ્ય ઉકેલ આવશે તેવો મને વિશ્વાસ છે.

Advertisement

શું હતો સમગ્ર મામલો

તાજેતરમાં MSU ની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે મસમોટો ફી વધારો તંત્ર દ્વારા ઠોકી બેસાડવામાં આવ્યો હતો. જે બાદ વિદ્યાર્થીઓમાં રોષની લાગણી વ્યાપી જવા પામી હતી. જેને પગલે વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધનો દર્શાવતા પ્રથમ વોર્ડનને રજૂઆત કર્યા બાદ વીસીના બંગ્લે રજુઆત કરવા પહોંચ્યા હતા. દરમિયાન વીસીના બંગ્લે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પહોંચતા સામાન્ય ઘર્ષણની ઘટના સામે આવી હતી. જેમાં ઘરમાં અંદાજીત રૂ. 2 હજારનું નુકશાન પહોંચ્યું હતું. આ ઘટના બાદ હોસ્ટેલ મેસમાં કરેલો ભાવવધારો પરત ખેંચી લેવામાં આવતા વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, આ ઘટના બાદ તાજેતરમાં વીસીના બંગ્લે વિરોધ કરનારા 200 જેટલા વિદ્યાર્થીઓ સામે યુનિ.ના સિક્યોરીટી અને વિજીલન્સ ઓફીસર સુદર્શન વાળાએ સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો -- VADODARA : MSU માં એડમિશનને લઇ સ્થાનિક વિદ્યાર્થીઓ જોડે દગાબાજી

Advertisement

Tags :
Advertisement

.