Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : શપથ લેતા પહેલા સાંસદનો શહેરવાસીઓને સંદેશ

VADODARA : વડોદરાના નવા ચૂંટાયેલા સાંસદ ડો. હેમાંગ જોશી (VADODARA - BJP MP DR. HEMANG JOSHI) આજે શપથ (OATH AS MEMBER OF PARLIAMENT) લેવા જઇ રહ્યા છે. ત્યારે તે પહેલા તેમણે વડોદરાવાસીઓ માટે એક સંદેશો તેમના સોશિયલ મીડિયા માધ્યમથી પાઠવ્યો...
vadodara   શપથ લેતા પહેલા સાંસદનો શહેરવાસીઓને સંદેશ

VADODARA : વડોદરાના નવા ચૂંટાયેલા સાંસદ ડો. હેમાંગ જોશી (VADODARA - BJP MP DR. HEMANG JOSHI) આજે શપથ (OATH AS MEMBER OF PARLIAMENT) લેવા જઇ રહ્યા છે. ત્યારે તે પહેલા તેમણે વડોદરાવાસીઓ માટે એક સંદેશો તેમના સોશિયલ મીડિયા માધ્યમથી પાઠવ્યો છે. જેમાં તેઓ જણાવે છે કે, આપને મારા જેવા એક સામાન્ય કાર્યકર્તાને લોકસભાના સદસ્ય બનાવવા બદલ આપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. આજે બપોરે ડો. હેમાંગ જોશીએ સંસ્કૃત ભાષામાં સાંસદ પદના શપથ લીધા હતા.

Advertisement

દિવસ રાત મહેનત કરીશ

વડોદરામાં ભાજપના યુવા અને શિક્ષીત ઉમેદવાર ડો. હેમાંગ જોશીને લોકોએ ખોબલે ખોબલે મત આપીને સાંસદ તરીકે ચૂંટ્યા છે. આજે તેમની સાંસદ સભ્ય તરીકેની શપથ લેતા પહેલા તેમણે તેમના સોશિયલ મીડિયા પર વડોદરાવાસીઓને ઉદ્દેશીને એક સંદેશો લખ્યો છે. જેમાં તેઓ જણાવે છે કે, મારા વ્હાલા વડોદરાવાસીઓ, આપ સૌના અભુતપુર્વ આશીર્વાદ થી દેશની ૧૮ મી લોકસભા અંતર્ગત આજે સંસદના સદસ્ય તરીકે વિધિવત્ શપથ લેવા જઈ રહ્યો છું ત્યારે ફરી એકવાર આપને મારા જેવા એક સામાન્ય કાર્યકર્તાને લોકસભાના સદસ્ય બનાવવા બદલ આપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. આપ સૌને એ વાત ની ખાત્રી આપું છું કે સદન માં રહી, મોદી જી ના નેતૃત્વ માં રાષ્ટ્રહિત તથા આપના વચ્ચે રહી વડોદરા ના વિકાસ નું હિત સતત અકબંધ રહે એ માટે દિવસ રાત મહેનત કરીશ. આપનો, ડો. હેમાંગ જોષી. જો કે, બપોર થતા ડો. હેમાંગ જોશીએ સંસ્કૃતમાં શપથ લીધા હતા.

Advertisement

નેતૃત્વ લેવામાં આવ્યું

જો કે, સાંસદ ડો. હેમાંગ જોશી શપથ લે તે પહેલા જ તેમણે વડોદરાવાસીઓના પ્રશ્નો ઉકેલવાનું શરૂ કરી દીધું હતું. ડો. હેમાંગ જોશી દ્વારા અત્યાર સુધી MSU માં સ્થાનિક વિદ્યાર્થીઓ માટે બેઠકોનો વધારો, ગણેશોત્સવ પર્વને લઇને ગણેશજીની પ્રતિમાની ઉંચાઇ સિમિત કરવા મામલે સમાધાનકારી માર્ગ કાઢવા સહિતના મુદ્દે નેતૃત્વ લેવામાં આવ્યું હતું. જેમાં વડોદરાવાસીઓનું હિત જળવાય તેવા પરિણામો સામે આવ્યા છે. હવે વડોદરાવાસીઓના પ્રશ્નોને લઇને પણ આ જ રીતે તેમનું હિત જળવાય તેવા ઉકેલોની લાખો શહેરવાસીઓને આશ છે.

આ પણ વાંચો --  VADODARA : ટ્રેનના કોચમાં મહિલાની ડિલિવરી, માતા-દિકરી બંને સ્વસ્થ

Advertisement

Tags :
Advertisement

.