Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : 1993 માં સુરસાગર તળાવ હોનારતનું પુનરાવર્તન છે હરણી તળાવની ઘટના! 17 પરિવારના 22 લોકોના ગયા હતા જીવ

વડોદરાના (Vadodara) હરણી તળાવની (Harani Lake) હૃદયદ્રાવક હોનારતમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. હવે એવા સમાચાર આવ્યા છે કે મૃતકોમાં 13 બાળકો અને 2 શિક્ષકો સામેલ છે. આ સાથે મોતનો આંકડો 15 એ પહોંચી ગયો છે. હરણી તળાવે પિકનિક...
vadodara   1993 માં સુરસાગર તળાવ હોનારતનું પુનરાવર્તન છે હરણી તળાવની ઘટના  17 પરિવારના 22 લોકોના ગયા હતા જીવ
Advertisement

વડોદરાના (Vadodara) હરણી તળાવની (Harani Lake) હૃદયદ્રાવક હોનારતમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. હવે એવા સમાચાર આવ્યા છે કે મૃતકોમાં 13 બાળકો અને 2 શિક્ષકો સામેલ છે. આ સાથે મોતનો આંકડો 15 એ પહોંચી ગયો છે. હરણી તળાવે પિકનિક માટે આવેલા માસૂમ વિદ્યાર્થીઓ બોટિંગ કરવા માટે બોટમાં બેઠા હતા ત્યારે તેમની બોટ પલટી મારી હતી. આથી વિદ્યાર્થીઓ તળાવમાં ગરકાવ થયા હતા. માહિતી મુજબ, આ બોટમાં ક્ષમતાથી વધારે લોકોને બેસાડવામાં આવ્યા હોવાથી આ દુર્ઘટના બની છે. બોટની ક્ષમતા 16 લોકોની હતી જયારે તેમાં 30 થી વધુ લોકોને બેસાડવામાં આવ્યા હતા. આ સાથે લોકોને લાઇફ જેકેટ પણ પહેરાવવામાં આવ્યા નહોતા. આવી જ એક ઘટના વર્ષ 1993માં પણ બની હતી.

સુરસાગર તળાવમાં 22 લોકો ડૂબ્યા હતા

Advertisement

સાલ 1993 માં જન્માષ્ટમીના દિવસે સુરસાગર તળાવમાં (Sursagar Lake) બોટિંગની સુવિધાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે બોટની ક્ષમતા 20 લોકોની હતી, જેમાં 38 લોકોને બેસાડવામાં આવ્યા હતા. કેપેસિટી કરતા વધુ લોકોને બેસાડવાથી બોટ સુરસાગર તળાવમાં (Sursagar Lake) પલટી મારી હતી. આ દુર્ઘટનામાં જે તે સમયે 17 પરિવારના 22 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટનામાં મૃતકોના પરિવારજનોને વળતર પેટે 1.39 કરોડ ચૂકવવા આદેશ કર્યો હતો. માહિતી મુજબ, 17 વર્ષની લડત બાદ મૃતક પરિવારજનોને વળતર પેટે વ્યાજ સાથે આ રકમ ચૂકવવા માટે તંત્રને આદેશ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વળતર પેટેની રમકની ચુકવણી કરી હતી.

Advertisement

સીએમ અને ગૃહરાજ્ય મંત્રી વડોદરા પહોંચ્યા

માહિતી મુજબ, પીડિત પરિવારોને ન્યાય અપાવવા અને વળતર મળે તે માટે જાગૃત નાગરિક સંસ્થાના પુરુષોત્તમ મુરજાણીએ આકરી લડત લડી હતી. તેમણે જિલ્લા ગ્રાહક કમિશન, રાજ્ય ગ્રાહક કમિશન અમદાવાદ, રાષ્ટ્રીય ગ્રાહક કમિશન અને છેલ્લે સુપ્રીમ કોર્ટ સુધી લડત લડી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મ્યુનિ. કોર્પોરેશને પીડિતોને વળતરની રકમ ચૂકવી હતી.

જો કે, હરણી તળાવની ઘટનાએ સુરસાગરની ઘટનાની યાદ અપાવી છે. વધુ રૂપિયા કમાવવાની લાલચે અને તંત્રની બેદરકારીને કારણે માસૂમ બાળકો અને શિક્ષક ભોગ બન્યા છે. ત્યારે સરકાર દ્વારા જવાબદાર લોકો સામે પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે. માહિતી મુજબ, સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) વડોદરા ખાતે પહોંચ્યા છે અને ઘટના સ્થળે પહોંચી માહિતી મેળવી છે.

આ પણ વાંચો - Vadodara : હરણી હત્યાકાંડ! બોટમાં સવાર માસૂમ વિદ્યાર્થીએ વર્ણવી આપવીતી, જાણો શું કહ્યું?

Tags :
Advertisement

.

×