Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

TET-TAT : કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ-MLA જિજ્ઞેશ મેવાણીના સરકાર પર પ્રહાર, કરી આ માગ

ગાંધીનગરમાં (Gandhinagar) જૂનાં સચિવાલયનાં ગેટ પાસે આજે રાજ્યભરમાંથી આવેલા TAT-TET પાસ ઉમેદવારોએ ધરણાં પ્રદર્શન શરૂ કર્યાં છે. કાયમી ભરતીની માગ સાથે આ વિરોધ કરવામાં આવી રહ્યાં છે. ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન ઊગ્ર બનતાં પોલીસે પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. આ...
tet tat   કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ mla જિજ્ઞેશ મેવાણીના સરકાર પર પ્રહાર  કરી આ માગ

ગાંધીનગરમાં (Gandhinagar) જૂનાં સચિવાલયનાં ગેટ પાસે આજે રાજ્યભરમાંથી આવેલા TAT-TET પાસ ઉમેદવારોએ ધરણાં પ્રદર્શન શરૂ કર્યાં છે. કાયમી ભરતીની માગ સાથે આ વિરોધ કરવામાં આવી રહ્યાં છે. ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન ઊગ્ર બનતાં પોલીસે પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. આ મામલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil) અને કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની (Jignesh Mevani) પ્રતિક્રિયા સામે આવી છે.

Advertisement

રાજ્યનાં યુવાનોને પોલીસ દ્વારા ડિ-ટેઇન કરાયાં : શક્તિસિંહ ગોહિલ

માહિતી મુજબ, રાજ્યમાં શિક્ષકોની કાયમી ભરતી કરવાનાં બદલે રાજ્ય સરકારે (BJP government) કરાર આધારિત જ્ઞાનસહાયકોની ભરતી શરૂ કરી છે, જેને લઈ TAT-TET પાસ ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યનાં અલગ-અલગ જિલ્લામાંથી કાયમી શિક્ષકની ભરતીની માગ સાથે આજે ઉમેદવારોએ ગાંધીનગરનાં (Gandhinagar) જૂનાં સચિવાલયનાં ગેટ પાસે ફરી એકવાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ ઊગ્ર થતાં સ્થાનિક પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. આ મામલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, રાજ્યનાં યુવાનોને પોલીસ દ્વારા ડિ-ટેઇન કરી જુદી-જુદી જગ્યાએ ગોંધી રાખવામાં આવ્યા છે અને તેઓનાં મોબાઈલ લઈ લેવામાં આવ્યા હોવાનું પણ ધ્યાને આવ્યું છે.

'શું લોકશાહીમાં રજૂઆત કરવાનો પણ અધિકાર નથી ?'

તેમણે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, શું લોકશાહીમાં રજૂઆત કરવાનો કે શાંતિપૂર્ણ આંદોલનનો પણ અધિકાર નથી ? રાજ્ય સરકારને વિનંતી છે જે શિક્ષકોની પુષ્કળ જગ્યાએ ખાલી છે, તે જગ્યાઓ પર નોકરી ઇચ્છતા TET અને TAT પરીક્ષા પાસ ઉમેદવારોની સત્વરે કાયમી ભરતી આપવામાં આવે. આ સાથે તેમણે કહ્યું કે, ચૂંટણી પૂર્ણ થઈ એટલે હવે જવાબ પણ નહીં આપવાનો ? શક્તિસિંહે માગ કરી કે, યુવાનોને તુરંત પોલીસ (Gandhinagar Police) અટકાયતમાંથી મુક્ત કરવામાં આવે અને તેમની સાથે સરકાર સંવાદ કરી વિવાદનો ઉકેલ લાવે. કાયમી શિક્ષકોની પૂરેપૂરી ભરતી કરવામાં આવે તેવી અમારી માંગ છે.

Advertisement

સરકાર નિર્ણય નહીં લે તો રેલીનું આયોજન કરીશું : જિજ્ઞેશ મેવાણી

બીજી તરફ કોંગ્રેસનાં (Congress) ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ (Jignesh Mevani) કહ્યું કે, રાજ્ય સરકાર (Gujarat Government) ખાલી રહેલ જગ્યાંઓ પર ભરતી કરતી નથી. TET-TAT ના ઉમેદવારો છેલ્લા ઘણાં સમયથી આ માગ કરી રહ્યા છે. છતાં સરકાર તેમનું સાંભળતી નથી. રાજ્યમાં 70 હજારથી વધુ શિક્ષકોની ઘટ છે. ત્યારે TAT-TET પાસ ઉમેદવારોની જલદી ભરતી કરવામાં આવે એવી અમારી માગ છે. તેમણે કહ્યું કે, જો સરકાર આ મામલે ત્વરિત નિર્ણય ન કરે તો આગામી દિવસોમાં અમે એક રેલીનું આયોજન કરીશું.

Advertisement

આ પણ વાંચો - Agitation : ટેટ અને ટાટ પાસ ઉમેદવારોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

આ પણ વાંચો - વડોદરામાં પ્રવેશના મુદ્દે શરું થયું Fight for MSU આંદોલન

આ પણ વાંચો - SURAT : પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત આવ્યા એક્શન મોડમાં, એકસાથે 41 PI ની કરાઇ બદલી

Tags :
Advertisement

.