Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

TAT-TET : ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર, આગામી 3 માસમાં કરાશે ભરતી!

ગાંધીનગરમાં (Gandhinagar) છેલ્લા બે દિવસથી ચાલતા TET-TAT ઉમેદવારોનાં આંદોલનની અસર હવે દેખાઈ રહી છે. મુખ્યમંત્રી દ્વારા શિક્ષકોની ભરતીને લઈ એક મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક બાદ પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel) બેઠકમાં થયેલ ચર્ચા અને નિર્ણય અંગે માહિતી...
tat tet   ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર  આગામી 3 માસમાં કરાશે ભરતી

ગાંધીનગરમાં (Gandhinagar) છેલ્લા બે દિવસથી ચાલતા TET-TAT ઉમેદવારોનાં આંદોલનની અસર હવે દેખાઈ રહી છે. મુખ્યમંત્રી દ્વારા શિક્ષકોની ભરતીને લઈ એક મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક બાદ પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel) બેઠકમાં થયેલ ચર્ચા અને નિર્ણય અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે, 7500 જેટલી TAT-1 અને 2 માં ભરતી કરાશે.

Advertisement

ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) શિક્ષકોની ભરતીને લઈને મહત્ત્વની બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ સરકારના પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં આ મામલે ખૂબ જ સંવેદનશીલ રીતે ચર્ચા કરવામાં આવી છે અને કેટલાક નિર્ણય લેવામાં આવ્યા છે. જે મુજબ, આગામી 3 માસમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે. ભરતી નિયમો પ્રમાણે 7500 જેટલી TAT-1 અને 2 માં ભરતી કરાશે.

500 જેટલી TAT-1 અને 2 માં ભરતી કરાશે

તેમણે આગળ કહ્યું કે, ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષણમાં (higher and secondary education) ભરતીઓ પહેલા કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલાં ટાટની યોગ્યતા ધરાવતા ઉમેદવારોને (TET-TAT candidates) નોકરી આપવામાં આવશે. જ્ઞાન સહાયકની પણ મેરિટનાં આધારે ભરતી કરવામાં આવશે. આ વખતે એક સાથે 7500 જેટલાં TAT-1 અને TAT-2 (TAT-TET) એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં સરકાર ભરતી કરવા જઈ રહી છે.

Advertisement

પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી કરાશે

ઋષિકેશ પટેલે આગળ કહ્યું કે, ભરતી પ્રક્રિયાને લઈ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. યોગ્ય શિક્ષક, મેરિટના ઓર્ડર અને ભરતીનાં નિયમો પ્રમાણે ભરતી કરાશે. પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી વિશે તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. પરંતુ, ભરતી અંગેના નિર્ણય અને એલિજિબિલિટી ટેસ્ટ માટેનાં કેટલાક નિર્ણયો હાલ વહીવટી પ્રક્રિયામાં છે. જે પૂર્ણ થતાંની સાથે પ્રાથમિક શાળાઓ (primary schools) માટે પણ ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.

Advertisement

આ પણ વાંચો - TET-TAT : કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ-MLA જિજ્ઞેશ મેવાણીના સરકાર પર પ્રહાર, કરી આ માગ

આ પણ વાંચો - Protest : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને નજરકેદ કરાયા

આ પણ વાંચો - Jain Samaj : ગાંધીનગરમાં મિટિંગ નિષ્ફળ નીવડી! સુરતમાં આંદોલન માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા

 

Tags :
Advertisement

.