Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SURAT : આજે પ્રચારનો અંતિમ દિવસ, CR પાટીલની બે ભવ્ય રેલી, હર્ષ સંઘવીએ પ્રચાર સમયે કંઈક આવું કરી સૌને ચોંકાવ્યા!

SURAT : લોકસભા ચૂંટણી માટે પ્રચારનો આજે ગુજરાતમાં અંતિમ દિવસ છે. ત્યારે સત્તાવાર ભાજપ પક્ષ અને વિપક્ષ કોંગ્રેસ સહિત તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો પોતાના પ્રચાર માટે એડીચોટીનો જોર લગાવી રહ્યા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની (C.R. Patil) આજે બે...
surat   આજે પ્રચારનો અંતિમ દિવસ  cr પાટીલની બે ભવ્ય રેલી  હર્ષ સંઘવીએ પ્રચાર સમયે કંઈક આવું કરી સૌને ચોંકાવ્યા

SURAT : લોકસભા ચૂંટણી માટે પ્રચારનો આજે ગુજરાતમાં અંતિમ દિવસ છે. ત્યારે સત્તાવાર ભાજપ પક્ષ અને વિપક્ષ કોંગ્રેસ સહિત તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો પોતાના પ્રચાર માટે એડીચોટીનો જોર લગાવી રહ્યા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની (C.R. Patil) આજે બે અલગ અલગ સ્થળો પર ભવ્ય રેલી યોજાશે. લીંબાયત અને ઉધના ખાતે આજે તેઓ રેલીઓ યોજશે. બીજી તરફ મજુરા વિધાનસભામાં બાઇક રેલી દરમિયાન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) વાહનચાલકોની મુશ્કેલી ધ્યાને લીધી હતી અને પોતાનો રથ રોકાવીને વાહન ચાલકોને જવા દીધા હતા.

Advertisement

લીંબાયત અને ઉધનામાં CR પાટીલની ભવ્ય રેલી

આજે રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે પ્રચારનો અંતિમ દિવસ છે. ત્યારે ભાજપ (BJP) પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે. સુરતના (SURAT) બે અલગ અલગ સ્થળ લીંબાયત (Limbayat) અને ઉધના વિધાનસભા વિસ્તારમાં તેઓ આજે ભવ્ય બાઇક રેલી યોજશે. લીંબાયત સ્થિત નીલગીરી મેદાન ખાતે આ રેલીનું આયોજન કરાયું છે, જેમાં ચારેય વિધાનસભાના સભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાશે. લીંબાયતમાં રેલી યોજ્યા બાદ સી.આર. પાટીલ (C.R. Patil) ઉધના ખાતે ભવ્ય બાઇક રેલી યોજશે. અહીં પણ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહેશે.

Advertisement

હર્ષ સંઘવીએ પોતાનો રથ રોકી વાહનચાલકોને જવા દીધા

બીજી તરફ સુરતના મજુરા વિધાનસભામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) પણ બાઇક રેલી યોજી હતી. દરમિયાન, તેમણે વાહનચાલકોની મુશ્કેલી ધ્યાને લીધી હતી. હર્ષ સંઘવીએ પોતાનો રથ રોકાવીને વાહન ચાલકોને જવા દીધા હતા. વાહન ચાલકો નીકળી ગયા બાદ હર્ષ સંઘવીએ પોતાનો રથ આગળ ધપાવ્યો હતો. માહિતી મુજબ, ગૃહરાજય મંત્રીની રેલીને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Bharuch નાં રાજકારણમાં પ્રાણીઓની એન્ટ્રી! મનસુખ વસાવાએ કુતરાં બિલાડા પછી ચૈતર વસાવાને ગણાવ્યાં મચ્છર

આ પણ વાંચો - Amit Shah EXCLUSIVE Conversation: ક્ષત્રિય આંદોલન પર પહેલીવાર અમિત શાહે તોડ્યુ મૌન

આ પણ વાંચો - Harsh Sanghvi : આ ચૂંટણી મોદીજી અને દેશના નાગરીકો વચ્ચેના સંબંધની ચૂંટણી

Tags :
Advertisement

.