Surat : મુસાફરોથી ભરેલી ST બસ અચાનક પલટી મારી, ચોંકાવનારા CCTV ફૂટેજ વાઇરલ
સુરતનાં (Surat) વરાછામાં (Varachha) મોડી રાતે એક મોટી દુર્ઘટના ઘટી છે. મુસાફરોથી ભરેલી એક ST બસ વાપી ડેપોથી દાહોદ (Dahod) જઈ રહી હતી, ત્યારે બસના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ST બસ પલટી મારી હતી. આ દુર્ઘટનામાં સવાર મુસાફરોને નાની-મોટી ઇજા થતાં 108 મારફતે સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ (Smimer Hospital) લઈ જવાયા હતા. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ST બસ ફૂલ સ્પીડમાં હોવાનું જણાય છે. આરોપ છે કે બસનો ડ્રાઇવર દારૂના નશામાં ધૂત હતો. જો કે આ મામલે તપાસ થઈ રહી છે.
ST બસ પલટી મારી જતાં તેમાં સવાર તમામ મુસાફરો ઘવાયા
સુરતના (Surat) વરાછા વિસ્તારના ચોંકાવનારા CCTV ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં દેખાય છે કે ફૂલ સ્પીડમાં દોડતી ST બસ પલટી મારી જતાં તેમાં સવાર તમામ મુસાફરો ઘવાયા હતા. ઘટનાને પગલે સ્થાનિકોની ભીડ ભેગી થઈ હતી અને ઇમરજન્સી સેવા 108 ને જાણ કરી હતી. ઇમરજન્સી સેવા 108 ની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ (Smimer Hospital) લઈ જવાયા હતા. આ ઘટનામાં હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી.
ડ્રાઇવર નશામાં ધૂત હોવાનો આરોપ
પ્રાથમિક તપાસ મુજબ, ST બસ વાપી ડેપોથી (Vapi depot) દાહોદ તરફ જઈ રહી હતી. દરમિયાન, બસના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી મારી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, એસટી બસનો ડ્રાઇવર દારૂના નશામાં ધૂત હોવાના કારણે આ દુર્ઘટના ઘટી હતી. જો કે, આ મામલે હાલ સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે. જો કે, ઘટનાને પગલે મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા. સદનસીબે, આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
આ પણ વાંચો - Rajkot : 150 ફૂટ રિંગરોડ, રૈયા રોડ, અંડર બ્રિજ પાણીમાં ગરકાવ, માધાપરમાં સ્કૂલ બસ ખાડામાં ફસાઈ
આ પણ વાંચો - Vadodara : વરસાદ જોવા ગેલેરીમાં ઊભી મહિલા પર અચાનક બાલ્કની પડી, થયું મોત
આ પણ વાંચો - Kheda : NH 8 પર એસિડ ભરેલા ટેન્કર પાછળ ટ્રક ઘૂસી, ધુમાડાનાં ગોટેગોટા જોવા મળ્યા