Halvad: પ્રતાપગઢ ગામના નજીક ST બસને નડ્યો અકસ્માત, 12થી વધુ મુસાફરો ઘાયલ
- આણંદથી મુન્દ્રા તરફ જતી બસને નડ્યો અકસ્માત
- બંધ પડેલા ટ્રક પાછળ બસ ઘૂસી જતા અકસ્માત સર્જાયો
- અકસ્માતમાં 12થી વધુ પેસેન્જરોને પહોંચી ઇજા
- ઇજાગ્રસ્તોને હળવદ ,મોરબી અને સુરેન્દ્રનગર સારવાર અર્થે ખસેડ્યા
Halvad: મોરબી હળવદ (Halvad)ના પ્રતાપગઢ ગામના પાટિયા નજીક એસટી બસનો અકસ્માત થયો છે. મળતી જાણકારી પ્રમાણે આણંદથી મુન્દ્રા તરફ જતી એસટી નંબર GJ 18 Z 9509 સ્લીપર કોચને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, બંધ પડેલ ટ્રક પાછળ એસટી બસ ઘૂસી જતા પેસેન્જરોને ઈજાઓ પહોંચી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે 12 થી વધુ લોકોને ઈજાઓ થતા સારવાર અર્થે હળવદ, મોરબી અને સુરેન્દ્રનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
- હળવદના પ્રતાપગઢ ગામના નજીક ST બસને નડ્યો અકસ્માત
- આણંદથી મુન્દ્રા તરફ જતી બસને નડ્યો અકસ્માત
- બંધ પડેલા ટ્રક પાછળ બસ ઘૂસી જતા અકસ્માત સર્જાયો
- અકસ્માતમાં 12થી વધુ પેસેન્જરોને પહોંચી ઇજા #morbi #Halvad #Gujaratinews #Gujarat #GujaratFirst— Gujarat First (@GujaratFirst) September 19, 2024
આ પણ વાંચો: Gujarat: ચોમાસું હજી પૂર્ણ નથી થયું! આગામી સમયમાં ક્યાં થશે વરસાદ? જાણો શું કહ્યું હવામાન વિભાગે
અકસ્માતમાં 12 થી પણ વધારે લોકોને ઈજાઓ થઈ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, અકસ્માતમાં 12 થી પણ વધારે લોકોને ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે. તમામ લોકોને હળવદ (Halvad) સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જ્યારે અન્ય પેસેન્જરને મોરબી અને સુરેન્દ્રનગર વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે રસ્તા પર અત્યારે લોકોની ભારે ભીડ જોવા મળી હતીં. ઘટના સ્થળ પર એમ્બ્યુલન્સ અને પોલીસ પણ આવી પહોંચી હતી. જેમાં અત્યારે આગળની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: One Nation-One Elections: જાણો ગુજરાત સહિત આ રાજ્યોને શું અસર થશે
આ લોકોને સારવાર માટે હળવદ ખસેડાયા | ||
નામ | ઉંમર | રહેઠાણ |
દક્ષાબેન મનીષભાઈ | 30 વર્ષ | અંજાર કચ્છ, |
પટેલ અશોકભાઈ નારણભાઈ | 49 વર્ષ | અંજાર કચ્છ, |
કોકિલાબેન રાજુભાઈ | 50 વર્ષ | પેટલાદ, |
ભરતકુમાર શનાભાઈ પટેલ | 49 વર્ષ | નડિયાદ, |
તુલસીભાઈ પરબતભાઇ પરમાર | 27 વર્ષ | ગાંધીધામ કચ્છ પૂર્વ, |
સંજય મનસુખભાઇ ડાભી | 28 વર્ષ | અંજાર કચ્છ, |
માનસિંગ ભાઈ પુનાભાઈ પરમાર | 65 વર્ષ | પાંદડી, |
લક્ષ્મીબેન મનીષભાઈ | 47 વર્ષ | અંજાર કચ્છ |
આ પણ વાંચો: Bihar : નવાદાના મહાદલિત ટોલામાં ગુંડાઓએ ગોળીબાર કર્યો, 80 ઘરોને આગ લગાવી