Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat RTO મનપસંદ નંબરપ્લેટ ઈચ્છતા સુરતીઓ માટે ખુશ ખબર

સુરત: ખાવાપીવાના શોખીન સુરતીઓ પોતાના મોજશોખ માટે જાણીતા છે. આજ રીતે મોંઘી મોંઘી કાર અને બાઇક પણ સુરતની સડકોની શાન છે. Surat RTO આજ કાર અને બાઇક vip નંબર પ્લેટ વગર અધૂરા લાગે છે, ત્યારે આવા મનપસંદ નંબરો ઈચ્છતા સુરતીઓ...
surat rto મનપસંદ નંબરપ્લેટ ઈચ્છતા સુરતીઓ માટે ખુશ ખબર
સુરત: ખાવાપીવાના શોખીન સુરતીઓ પોતાના મોજશોખ માટે જાણીતા છે. આજ રીતે મોંઘી મોંઘી કાર અને બાઇક પણ સુરતની સડકોની શાન છે. Surat RTO આજ કાર અને બાઇક vip નંબર પ્લેટ વગર અધૂરા લાગે છે, ત્યારે આવા મનપસંદ નંબરો ઈચ્છતા સુરતીઓ માટે સુરત આરટીઓ Surat RTO દ્વારા LMV(મોટર કાર) સીરીઝનાં ગોલ્ડન અને સિલ્વર નંબરોનું રિ-ઓક્શન થવા જઈ રહ્યું છે. Surat RTO

16થી 18 એપ્રિલ સુધી થશે ઓનલાઈન અરજી

સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા LMV(મોટર કાર) સીરીઝનાં ગોલ્ડન અને સિલ્વર નંબરો સિરીઝ GJ05RL, GJ05RM, GJ05RN, GJ05RP, GJ05RQ, GJ05RS, GJ05RT, GJ05RU, GJ05RV, GJ05RW, GJ05RXનું રિ-ઓક્શન થવાનું છે. જે માટે 16થી 18 એપ્રિલ સુધી રજિસ્ટ્રેશન અને 18થી 20 એપ્રિલ દરમિયાન હરાજી કરવામાં આવશે.

60 દિવસ સુધીનો સમય

પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી http:/ parivahan.gov.in/fancy પર નોંધણી, યુઝર આઈ.ડી.અને પાસવર્ડ તૈયાર કરી વાહન વ્યવહાર કમિશ્નરની કચેરીની નિયત સૂચનાઓ મુજબ હરાજી થશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઈનવોઈસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી 7 દિવસમાં રજૂ કરવાની રહેશે. આવી અરજી કર્યાની તારીખથી 60 દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે 60 દિવસમાં અરજદાર ચોઈસનો કોઈ નંબર નહીં મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારને પસંદગીનો નંબર ન ફાળવી શકાય તો અરજી તારીખથી ગણતાં 60 દિવસે એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરિટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવાશે.

RBI દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ

અરજદાર હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના 5 દિવસમાં બીડ એમાઉન્ટના નાણાં જમા કરાવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ (Base Price) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરાશે. અરજદારે RBI દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારે રિફંડ માટે હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ચૂકવણું કર્યું હોય તે જ મોડથી નાણાં અરજદારના તે જ ખાતામાં SBI E-PAY દ્વારા પરત કરવામાં આવશે એમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી દ્વારા જણાવાયું હતું.

આ પણ વાંચો: Surat rape: ભાડૂતી રહેતી, એસ.ટીમાં સવારી કરતી યુવતી સાથે બસ ચાલકનું દુષ્કૃત્ય

Advertisement

આ પણ વાંચો: Surat murder: હાથ કાપનાર સહિત બેની ધરપકડ, ચાર આરોપી ફરાર

Advertisement
Tags :
Advertisement

.