સુરત RTO દ્વારા ઔદ્યોગિક વિસ્તારોમાં રોડ ટેક્ષ બાકી હોય તેવા ભારે વાહનોનો ૨.૨૧ કરોડનો ટેક્ષ વસુલયો
સુરત આર.ટી.ઓ. દ્વારા નાણાકીય વર્ષ ૨૦૧-૨૦૨૨ના આખરી માસ માર્ચ-૨૦૨૨માં સુરતના સચીન, હજીરા, પાંડેસરા જેવા વિવિધ ઔદ્યોગિક વિસ્તારોની જે ઈન્ડસ્ટ્રીઝના વાહનોનો રોડ ટેક્ષ બાકી હોય તેમને નોટિસ આપવામાં આવી હતી. તેમજ આ વિસ્તારોમાં રોડ ટેક્ષ બાકી હોય તેવા ભારે વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ખાસ ટીમો બનાવીને સ્પેશ્યલ ડ્રાઈવ યોજીને ટેક્ષ ડિફોલ્ટર વાહનો વિરૂદ્ધ કાયદેસરàª
સુરત આર.ટી.ઓ. દ્વારા નાણાકીય વર્ષ ૨૦૧-૨૦૨૨ના આખરી માસ માર્ચ-૨૦૨૨માં સુરતના સચીન, હજીરા, પાંડેસરા જેવા વિવિધ ઔદ્યોગિક વિસ્તારોની જે ઈન્ડસ્ટ્રીઝના વાહનોનો રોડ ટેક્ષ બાકી હોય તેમને નોટિસ આપવામાં આવી હતી. તેમજ આ વિસ્તારોમાં રોડ ટેક્ષ બાકી હોય તેવા ભારે વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ખાસ ટીમો બનાવીને સ્પેશ્યલ ડ્રાઈવ યોજીને ટેક્ષ ડિફોલ્ટર વાહનો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
જેમાં આર.ટી.ઓ.-સુરત દ્વારા કુલ ૨.૨૧ કરોડ ટેક્ષની રકમ વસુલાત કરવામાં આવી હતી. તેમજ કુલ ૩૬.૩૩ લાખ દંડ અને ૩૫.૨૧ લાખ વ્યાજની વસૂલાત કરવામાં આવી હતી. જ્યારે ઈન્સ્પેકટર દ્વારા માર્ચ માસમાં કુલ ૧૪૩ વાહનો ડિટેઈન કરાયા હતા. જેમાં કુલ ર૪ કેસ નોંધીને કુલ ૨.૩ કરોડ સરકારની તિજોરીમાં જમા કરાવ્યાં હોવાનું પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીએ જણાવ્યું છે.
Advertisement