Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પદ્મિનીબા બાદ P. T. Jadeja ના સંકલન સમિતિ સામે ગંભીર આક્ષેપ, 'ગદ્દાર' શબ્દના ઉપયોગ સાથે ઓડિયો ક્લિપ વાઇરલ!

રાજકોટમાં (Rajkot) ક્ષત્રિય સંકલન સમિતિ (Kshatriya Samaj Sankalan Samiti) સામે હવે ગંભીર આરોપોનો દોર શરૂ થયો છે. કારણ કે, પદ્મિનીબા વાળા બાદ હવે પી. ટી. જાડેજાએ (P. T. Jadeja) પણ સંકલન સમિતિને આડેહાથ લીધી છે. તેમણે કહ્યું કે, હું પ્રેમ...
પદ્મિનીબા બાદ p  t  jadeja ના સંકલન સમિતિ સામે ગંભીર આક્ષેપ   ગદ્દાર  શબ્દના ઉપયોગ સાથે ઓડિયો ક્લિપ વાઇરલ

રાજકોટમાં (Rajkot) ક્ષત્રિય સંકલન સમિતિ (Kshatriya Samaj Sankalan Samiti) સામે હવે ગંભીર આરોપોનો દોર શરૂ થયો છે. કારણ કે, પદ્મિનીબા વાળા બાદ હવે પી. ટી. જાડેજાએ (P. T. Jadeja) પણ સંકલન સમિતિને આડેહાથ લીધી છે. તેમણે કહ્યું કે, હું પ્રેમ કોન્ફરન્સ યોજીને સંકલન સમિતિનો પર્દાફાશ કરીશ. જણાવી દઈએ કે, હાલ સોશિયલ મીડિયા પર સંકલન સમિતિ સામે ગંભીર આરોપ લગાવતી પી.ટી. જાડેજાની 6 જેટલી ઓડિયો મેસેજ ક્લિપ વાઇરલ થઈ છે, જેમાં સંકલન સમિતિ માટે ગદ્દાર જેવા શબ્દોનો ઉપયોગ કરાયો છે. જણાવી દઈએ કે, ગુજરાત ફર્સ્ટ આ વાઇરલ ઓડિયો મેસેજ ક્લિપની પુષ્ટિ કરતું નથી.

Advertisement

પદ્મિનીબા વાળા બાદ પી.ટી. જાડેજાના સંકલન સમિતિ સામે આક્ષેપ

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કેન્દ્રીયમંત્રી અને રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) દ્વારા ક્ષત્રિય સમાજ માટે કરવામાં આવેલ ટિપ્પણીનો રાજ્યભરમાં રાજપૂત સમાજ દ્વારા ઊગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે, પરશોત્તમ રૂપાલાએ મતદાન પહેલા અને પછી જાહેરમાં આ અંગે માફી માગી હતી. છતાં ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ (Kshatriya Samaj Sankalan Samiti) દ્વારા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે આ સંકલન સમિતિ સામે જ સવાલ ઊભા થઈ રહ્યા છે. પહેલા પદ્મિનીબા વાળાએ (Padminiba Vala) ક્ષત્રિય આંદોલનને લઈ સંકલન સમિતિની કાર્યપ્રણાલી સામે સવાલ ઊભા કર્યા હતા. ત્યારે હવે પી. ટી. જાડેજાએ (P. T. Jadeja) પણ સંકલન સમિતિને આડેહાથ લીધી છે.

Advertisement

'તૃપ્તિબા રાઓલ સહિત 5 વ્યક્તિઓના પુરાવા મારી પાસે છે'

જણાવી દઈએ કે, હાલ સોશિયલ મીડિયા પર 6 જેટલી ઓડિયો મેસેજ ક્લીપ વાઇરલ થઈ રહી છે. જે પી.ટી. જાડેજાએ (P. T. Jadeja) મોકલી હોવાની ચર્ચા છે. આ ઓડિયો ક્લીપમાં પી.ટી. જાડેજા કહેતા સંભળાય છે કે, મે શબ્દોમાં મર્યાદા રાખી છે. પરંતુ, કાલે હું શબ્દોમાં મર્યાદા નહિ રાખું. સંકલન સમિતિ તમે થાય એ કરી લેજો. કાલે ખુલ્લેઆમ મેદાનમાં આવું છું. મારે કોઈની જરૂર નથી. મારે સમાજની જરૂર છે. હું સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી હારે નથી. શું કામ નથી એ હું તમને બતાવીશ. તમારી પરીક્ષા લઈશ પછી સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી સાથે નથી પણ તમે મારી સાથે છો કે કેમ નહિતર રાજીનામું. પી.ટી. જાડેજા આગળ કહેતા સંભળાય છે કે, આ હું ગુસ્સામાં નથી બોલતો, આ મારી વ્યથા છે...મારી પીડા છે... તેમણે આગળ કહ્યું કે, તૃપ્તિબા રાઓલ (Truptina Raol) સહિત 5 વ્યક્તિઓના પુરાવા મારી પાસે છે. હું પ્રેસ કોન્ફરન્સ કરીને પર્દાફાશ કરીશ. આ ઓડિયો ક્લીપમાં સંકલન સમિતિ માટે ગદ્દાર જેવા શબ્દોનો ઉપયોગ પણ કરાયો છે. જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર વાઇરલ આ તમામ ઓડિયો ક્લીપની ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પુષ્ટિ કરતું નથી.

ગુજરાત ફર્સ્ટે PT જાડેજાનો સંપર્ક કરવાની કરી કોશિશ

આ વાઇરલ ઓડિયો ક્લીપ સામે આવતા Gujarat First પી.ટી. જાડેજાના ઘરે પહોંચ્યું હતું. પરંતુ, પી.ટી. જાડેજા તેમના નિવાસ સ્થાને ન હોવાથી તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો. ઉપરાંત, તેમનો મોબાઇલ પણ સ્વીચ ઓફ આવી રહ્યો છે. સાથે જ એવી પણ માહિતી મળી છે કે સામાજીક પ્રસંગ હોવાથી પી.ટી. જાડેજા બહારગામ ગયા છે.

Advertisement

આ પણ વાંચો - RUPALA CONTROVERSY : BJP માં રહી વિરોધી પ્રવૃત્તિ કરનારાઓની યાદી તૈયાર! પરિણામ બાદ મોવડી મંડળ કરશે કાર્યવાહી

આ પણ વાંચો - Rajkot લોકસભા બેઠક પર બાજી કોણ મારશે ?

આ પણ વાંચો - ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ પરશોત્તમ રૂપાલાની માફીને રાજકીય ગણાવી

Tags :
Advertisement

.