Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rath Yatra : ભયજનક મકાનોનો સરવે થશે, ચેતવણી બોર્ડ, સિક્યોરિટી ગાર્ડ ઊભા કરાશે

અમદાવાદમાં રથયાત્રાને (Rath Yatra) લઈને અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશને (AMC) તૈયારીઓ શરૂ કરી દીધી છે, જે હેઠળ શહેરમાં વિવિધ વિસ્તારમાં આવેલા જર્જરિત અને ભયજનક મકાનોનો સરવે હાથ ધરાશે. સરવે બાદ ભયજનક મકાનો પર ચેતવણી બોર્ડ પણ લગાવાશે. માહિતી મુજબ, રથયાત્રા દિવસે...
rath yatra    ભયજનક મકાનોનો સરવે થશે  ચેતવણી બોર્ડ  સિક્યોરિટી ગાર્ડ ઊભા કરાશે

અમદાવાદમાં રથયાત્રાને (Rath Yatra) લઈને અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશને (AMC) તૈયારીઓ શરૂ કરી દીધી છે, જે હેઠળ શહેરમાં વિવિધ વિસ્તારમાં આવેલા જર્જરિત અને ભયજનક મકાનોનો સરવે હાથ ધરાશે. સરવે બાદ ભયજનક મકાનો પર ચેતવણી બોર્ડ પણ લગાવાશે. માહિતી મુજબ, રથયાત્રા દિવસે ભયજનક મકાન પાસે સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત કરાશે.

Advertisement

ભયજનક મકાનોનો સરવે કરાશે

અમદાવાદમાં રથયાત્રાનો પર્વ ખૂબ જ ધૂમધામથી અને હર્ષોલ્લાસ સાથે ઊજવવામાં આવે છે. રથયાત્રાના દિવસે રાજ્યભરમાંથી ભક્તો અમદાવાદ આવે છે અને ભગવાન જગન્નાથ (Lord Jagannath), બલભદ્ર અને શુભદ્રાજીના દર્શન કરી આશીર્વાદ મેળવે છે. રથયાત્રાના રૂટ પર ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ત્યારે રથયાત્રાને લઈ શહેર પોલીસ તંત્ર (Ahmedabad Police) દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. રથયાત્રાને લઈ એએમસીએ (AMC) પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે, જે હેઠળ રથયાત્રાને પર્વને લઈ રૂટ પરના ભયજનક મકાનોનો સરવે (survey of dangerous houses) કરવામાં આવશે.

Advertisement

ભયજનક મકાનો પર ચેતવણી બોર્ડ લગાવી સિક્યુરિટી ગાર્ડ ઊભા રખાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ સરવેની પ્રક્રિયા હાથ ધરાશે. શહેરના ખાડીયા, જમાલપુર, સરસપુર, દરિયાપુર વોર્ડમાં આવેલા ભયજનક મકાનોનો સરવે કરાશે. સરવે બાદ ભયજનક મકાનો પર ચેતવણીના બોર્ડ પણ લગાવવામાં આવશે. જ્યારે રથયાત્રાના (Rath Yatra) દિવસે ભયજનક મકાનો પાસે સિક્યુરિટી ગાર્ડને ઊભા રખાશે. જણાવી દઈએ કે, ગતવર્ષે દરિયાપુરમાં (Dariyapur) આવેલા જર્જરિત મકાનની ગેલેરી પડતા એક બાળકીનું મોત થયું હતું. ત્યારે આ વર્ષે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અગમચેતીના ભાગરૂપે એએમસી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો - Mahavir Jain Aradhana Kendra: જૈન મંદિરમાં થયો અનોખો ચમત્કાર, મહાવીરને તિલક કરવા આવ્યા સૂર્યદેવ

આ પણ વાંચો - GONDAL : ગોંડલ બન્યું ભક્તિમય, મોરારીબાપુની રામકથાનો આજે બીજો દિવસ

આ પણ વાંચો - Heatwave: નિયમ વિરૂદ્ધ શ્રમિકો પાસે બિલ્ડર કામ કરાવે તો આ નંબર પર કરો ફરિયાદ

Tags :
Advertisement

.