Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot GameZone Tragedy : વધુ બે PI ની અટકાયત, ટૂંક સમયમાં થઈ શકે છે ધરપકડ

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડને (Rajkot GameZone Tragedy) લઈ સરકાર દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અગ્નિકાંડ સાથે સંકળાયેલ સસ્પેન્ડ, પૂર્વ અને અન્ય સરકારી અધિકારી સામે કાર્યવાહીનો કોરડો વીંઝ્યા બાદ હવે ક્રાઈમ બ્રાન્ચે વધુ બે PI ની અટકાયત કરી...
rajkot gamezone tragedy   વધુ બે pi ની અટકાયત  ટૂંક સમયમાં થઈ શકે છે ધરપકડ

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડને (Rajkot GameZone Tragedy) લઈ સરકાર દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અગ્નિકાંડ સાથે સંકળાયેલ સસ્પેન્ડ, પૂર્વ અને અન્ય સરકારી અધિકારી સામે કાર્યવાહીનો કોરડો વીંઝ્યા બાદ હવે ક્રાઈમ બ્રાન્ચે વધુ બે PI ની અટકાયત કરી હોવાના સમાચાર છે. માહિતી મુજબ, અગ્નિકાંડ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે (Rajkot Crime Branch) PI ધોળા અને PI વણઝારાની અટકાયત કરી છે. આ બન્ને તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલીન PI હતા.

Advertisement

અગ્નિકાંડ મામલે વધુ બે પીઆઈની અટકાયત

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot GameZone Tragedy) માસૂમ બાળકો સહિત 27 લોકોના મોત નીપજ્યા છે. આ હત્યાકાંડ માટે જવાબદાર લોકો સામે મૃતકોના પરિવારજનો સહિત સમગ્ર રાજ્યના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સરકારે પણ ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. આ અગ્નિકાંડની તપાસ માટે સરકારે SIT સહિત વિવિધ ટીમની રચના કરી છે. ત્યારે રાજકોટ પોલીસ, ACB અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ તપાસનો ઘમઘમાટ શરૂ કરવામાં આવ્યો છે. માહિતી છે કે, ક્રાઇમ બ્રાન્ચ ગેમઝોન અગ્નિકાંડ મામલે વધુ બે પીઆઈની અટકાયત કરી છે.

બંને PI ને ગાંધીનગરથી રાજકોટ લવાયા!

પ્રાપ્ત અહેવાલ અનુસાર, આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે PI ધોળા (PI Dhola) અને PI વણઝારાની (PI Vanzara) અટકાયત કરી છે. જ્યારે ટૂંક સમયમાં બંને PI ની ધરપકડ પણ થઈ શકે છે. માહિતી મુજબ, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ (Rajkot Crime Branch) બંને પોલીસકર્મીઓને ગાંધીનગરથી (Gandhinagar) લઈને રાજકોટ પહોંચી છે. જણાવી દઈએ કે, આ બન્ને તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલીન PI હતા. અગાઉ આજે રાજકોટ પોલીસ (Rajkot Police) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી અને ગેમઝોન અગ્નિકાંડ મામલે TPO મનોજ સાગઠિયાની (TPO Manoj Sagathia), ATPO મુકેશ મકવાણા, ATPO ગૌતમ જોશી (ATPO Gautam Joshi) અને ફાયર ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરી હતી. ગૌતમ જોશી અને રોહિત વિગોરાને સસ્પેન્ડ કર્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Rajkot GameZone Tragedy : ધરપકડ બાદ 4 અધિકારીઓ સામે ACB પણ એક્શનમાં, મોડી સાંજે સર્ચ ઓપરેશન!

Advertisement

આ પણ વાંચો - Rajkot Tragedy : રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, 4 અધિકારીઓની થઈ ધરપકડ

આ પણ વાંચો - TPO Manoj Sagathia : વૈભવી ફાર્મ હાઉસ, 3-3 પેટ્રોલ પંપ અને હવે કરોડો રૂપિયાની જમીન!

Tags :
Advertisement

.