Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot GameZone Tragedy : ધરપકડ બાદ 4 અધિકારીઓ સામે ACB પણ એક્શનમાં, મોડી સાંજે સર્ચ ઓપરેશન!

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot GameZone Tragedy) મામલે ACB એ મોટી કાર્યવાહી કરી છે. ACB ની ટીમ આજે મોડી સાંજે પૂર્વ TPO મનોજ સાગઠિયાની ઓફીસ અને નિવાસસ્થાને પહોંચી હતી અને તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો. ઉપરાંત, એસીબીની ટીમે ડેપ્યુટી ચીફ...
rajkot gamezone tragedy   ધરપકડ બાદ 4 અધિકારીઓ સામે acb પણ એક્શનમાં  મોડી સાંજે સર્ચ ઓપરેશન

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot GameZone Tragedy) મામલે ACB એ મોટી કાર્યવાહી કરી છે. ACB ની ટીમ આજે મોડી સાંજે પૂર્વ TPO મનોજ સાગઠિયાની ઓફીસ અને નિવાસસ્થાને પહોંચી હતી અને તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો. ઉપરાંત, એસીબીની ટીમે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે. ઠેબા (Deputy Chief Fire Officer B.J. Theba), ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેર, રોહિત વિગોરા, મુકેશ મકવાણા અને ગૌતમ જોશીની ઓફિસ અને નિવાસસ્થાને પણ તપાસ આદરી હતી.

Advertisement

પહેલા ધરપકડ અને હવે ઓફિસ, નિવાસસ્થાને દરોડા

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot GameZone Tragedy) મામલે TPO મનોજ સાગઠિયા (TPO Manoj Sagathia) સહિત ATPO મુકેશ મકવાણા (ATPO Mukesh Makwana), ATPO ગૌતમ જોશી (ATPO Gautam Joshi) અને ફાયર ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ગૌતમ જોશી અને રોહિત વિગોરાને (Rohit Vigora) સસ્પેન્ડ પણ કર્યા છે. ત્યારે હવે ACB ની ટીમે મોટી કાર્યવાહી કરી છે. માહિતી મુજબ, એસીબીની ટીમે મોડી સાંજે આ તમામ અધિકારીઓના ઓફિસ અને નિવાસસ્થાન તવાઈ બોલાવી હતી અને તપાસ હાથ ધરી હતી.

ACB ની 5 જેટલી ટીમો બનાવીને કાર્યવાહી

જણાવી દઈએ કે, એસીબીના અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, ACB ની 5 જેટલી ટીમો બનાવીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. સસ્પેન્ડ અધિકારીઓ તેમ જ અન્ય અધિકારીઓ સામે તપાસ હાથ ધરાઈ છે. કોઈપણ અધિકારીઓ જે આ અગ્નિકાંડ સાથે સંડોવાયેલા હશે તેમને છોડવામાં નહીં આવે. એસીબીની ટીમે પૂર્વ TPO મનોજ સાગઠિયા, ડેપ્યૂટી ચીફ ફાયર ઓફિસર બી.જે. ઠેબા, ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેર (Ilias Kher), રોહિત વિગોરા (Rohit Vigora), મુકેશ મકવાણા અને ગૌતમ જોશીની ઓફિસ અને નિવાસસ્થાને પણ તપાસ આદરી હતી.

Advertisement

આ પણ વાંચો - Rajkot Tragedy : રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, 4 અધિકારીઓની થઈ ધરપકડ

Advertisement

આ પણ વાંચો - TPO Manoj Sagathia : વૈભવી ફાર્મ હાઉસ, 3-3 પેટ્રોલ પંપ અને હવે કરોડો રૂપિયાની જમીન!

આ પણ વાંચો - Ahmedabad: ફાયર અને એસ્ટેટ વિભાગ એક્શનમા, 42 યુનિટ સીલ કરાયા

Tags :
Advertisement

.