Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot Game Zone Tragedy : TPO મનોજ સાગઠિયા બાદ હવે તેના ભાઈના માથે તપાસની લટકતી તલવાર!

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડની (Rajkot Game Zone Tragedy) તપાસમાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ધરપકડ કરાયેલ TPO મનોજ સાગઠિયાની (TPO Manoj Sagathia) પૂછપરછનો રેલો તેમના ભાઈ સુધી પહોંચ્યો છે....
rajkot game zone tragedy   tpo મનોજ સાગઠિયા બાદ હવે તેના ભાઈના માથે તપાસની લટકતી તલવાર

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડની (Rajkot Game Zone Tragedy) તપાસમાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ધરપકડ કરાયેલ TPO મનોજ સાગઠિયાની (TPO Manoj Sagathia) પૂછપરછનો રેલો તેમના ભાઈ સુધી પહોંચ્યો છે. મનોજ સાગઠિયાના ભાઈ કે.ડી સાગઠિયાની પણ ગેમઝોન અગ્નિકાંડ મામલે પૂછપરછ થઈ શકે છે.

Advertisement

TPO મનોજ સાગઠિયાના ભાઈથી થઈ શકે છે પૂછપરછ

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot Game Zone Tragedy) મામલે એક પછી એક અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ધરપકડ કરાયેલ રાજકોટના પૂર્વ TPO એમ.ડી. સાગઠિયાની પૂછપરછનો રેલો તેમના ભાઈ સુધી પહોંચશે એવા એંધાણ મળ્યા છે. ગેમઝોન અગ્નિકાંડ મામલે હવે મનોજ સાગઠિયાના ભાઈ કે.ડી સાગઠિયાની (KD Sagathia) પણ પૂછપરછ થઈ શકે છે. માહિતી મુજબ, કે.ડી. સાગઠિયા ગાંધીનગર (Gandhinagar) ખાતે એડિ. ચીફ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવે છે. ત્યારે એડિ. ચીફ ટાઉન પ્લાનર પદ પર રહીને ભાઈને મદદગારી કરી હોવા અંગે તપાસ થઈ શકે છે.

ચારેય આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર

માહિતી મુજબ, મનોજ સાગઠિયાના ભાઈની પૂછપરછથી મોટા ખુલાસા થાય તેવી વકી છે. રાજકોટના પૂર્વ TPO એમ.ડી. સાગઠિયાના વર્ષો સુધી એક જ જગ્યાએ મલાયદાર પોસ્ટ પર પોસ્ટિંગ અંગે ગાંધીનગર ખાતેના એડિશનલ ચીફ ટાઉન પ્લાનર ભાઈ કે.ડી. સાગઠિયાની ભૂમિકા અંગે પણ તપાસ થઈ શકે છે. જણાવી દઈએ કે, રાજકોટ અગ્નિકાંડ મામલે ધરપકડ કરાયેલ TPO મનોજ સાગઠિયા, ATPO મુકેશ મકવાણા (Mukesh Makwana), ATPO ગૌતમ જોશી (Gautam Joshi) અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીઓની વધુ પૂછપરછ માટે રિમાન્ડની માગ કરાઈ હતી. કોર્ટે આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Advertisement

આ પણ વાંચો - RAJKOT ના પાપી મનોજ સાગઠીયાને પોલીસ દ્વારા VVIP સુવિધાઓ!

Advertisement

આ પણ વાંચો - Gujarat BJP : રાજકોટ અગ્નિકાંડને લઈ ગુજરાત BJP નો મોટો નિર્ણય, રાજ્યભરના નેતા-કાર્યકરોને કડક સૂચના!

આ પણ વાંચો - Gujarat First Impact : સનાતન સંત સમિતિનો કલેક્ટરને પત્ર, સળગતા સવાલો સાથે કરી આ માગ

Tags :
Advertisement

.