Rajkot : પત્રિકાકાંડમાં ક્રાઇમ બ્રાંચ એક્શન મોડમાં! પરેશ ધાનાણીના ભાઇ સામે કરશે આ મોટી કાર્યવાહી!
રાજ્યમાં લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે મતદાનને માત્ર બે દિવસ બાકી રહ્યા છે ત્યારે આ પહેલા રાજકોટથી (Rajkot) સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પત્રિકાકાંડમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના (Paresh Dhanani) ભાઇની ગમે ત્યારે ધરપકડ થઇ શકે છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, સમગ્ર કેસમાં રાજકોટ ક્રાઇમ બ્રાંચ હરકતમાં આવી છે. પત્રિકા ક્યાં છપાવી? પત્રિકા વાઈરલ કરવા પાછળનો ઇરાદો શું હતો ? તે સંબંધી તપાસ હાથ ધરાઈ છે.
જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા રાજકોટમાં (Rajkot) લેઉઆ પાટીદારને ઉદ્દેશીને એક પત્રિકા સોશિયલ મીડિયા પર ફરતી થઈ હતી, જેમાં રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના (Congress) ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીનું (Sharad Dhanani) નામ સામે આવ્યું હતું. એવી માહિતી છે કે આ પત્રિકાકાંડ રાજકોટ ક્રાઇમ બ્રાંચ હરકતમાં આવી છે અને શરદ ધાનાણીની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. પત્રિકા ક્યાં છપાવી ? પત્રિકા વાઈરલ કરવા પાછળનો ઇરાદો શું હતો ? તે સંબંધી ક્રાઇમ બ્રાંચે તપાસ હાથ ધરી છે.
અગાઉ 4 પાટીદાર યુવકોની કરાઈ હતી ધરપકડ
અગાઉ વાઇરલ પત્રિકાકાંડમાં (Patrikakand) શરદ ધાનાણીનો હાથ હોવાનું સામે આવતા અનેક ચર્ચાઓ થઈ હતી. બે સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું કરી ભાગલા પાડીને ચૂંટણી સમયે મત લેવા માટે આ પ્રકારનો પ્રયાસ કરીને નિમ્ન કક્ષાની રાજનીતિ કરાઇ હોવાના આક્ષેપ થયા હતા. પત્રિકાકાંડમાં અગાઉ ભાજપે (BJP) પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ પોલીસે 4 પાટીદાર યુવકોની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેમને જામીન પર કર્યા મુક્ત કર્યા હતા. જ્યારે બીજી તરફ કોંગ્રેસે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
આ પણ વાંચો - Rajkot : વાઇરલ પત્રિકા કાંડમાં આ કદાવર નેતાના ભાઇની સંડોવણી ?
આ પણ વાંચો - Paresh Dhanani : વાઇરલ પત્રિકા કાંડ વચ્ચે પરેશ ધાનાણીનો ટ્વીટ બોમ્બ! ‘સિંઘમ’ ના દ્રશ્યો સાથે કવિતા કરી પોસ્ટ
આ પણ વાંચો - VADODARA : ભાજપના લોકસભા ઉમેદવાર સામે શહેર કોંગ્રેસ પ્રમુખની ફરિયાદ