Rain in Ahmedabad : અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર, શહેરીજનોની આતુરતાનો આવ્યો અંત!
Rain in Ahmedabad : અમદાવાદમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. છેલ્લા ઘણા દિવસથી શહેરીજનો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે તેમની આતુરતાનો અંત આવ્યો છે. શહેરમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો છે. શહેરના સાબરમતી (Sabarmati), ચાંદખેડા, પાલડી (Paldi), ઇન્કમટેક્સ, રાણીપ, ગોતા, એસજી હાઇવે (SG Highway), વસ્ત્રાપુર સહિતનાં વિસ્તારોમાં વરસાદ થયો છે.
Amdavadમાં ભારે પવન સાથે મેઘરાજાની એન્ટ્રી #ahmedabad #rain #gota #paldi #sghighway #gfcard #gujaratfirst pic.twitter.com/XBVupBZ3V1
— Gujarat First (@GujaratFirst) July 15, 2024
શહેરના વિવિધ વિસ્તારમાં ખાબખ્યો વરસાદ
અમદાવાદમાં આજે મેઘરાજાએ દસ્તક દીધી છે. ચોમાસું (Monsoon in Gujarat) શરૂ થયાને કેટલાક દિવસો વીતી ગયા હોવા છતાં અમદાવાદમાં વરસાદની ગેરહાજરી રહી હતી. શહેરીજનો બફારા અને આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા હતા. જો કે, આજે મેઘરાજાએ મહેર કરતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. શહેરના ચાંદખેડા (Chandkheda), રાણીપ, ગોતા, એસજી હાઇવે, વસ્ત્રાલ, નિકોલ, વાડજ (Vadaj), આશ્રમ રોડ, વસ્ત્રાપુર (Vastrapur) સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદ થતાં શહેરીજનોમાં આનંદ જોવા મળી રહ્યો છે.
ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ
જણાવી દઈએ કે, શહેરમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ થયો છે. વરસાદ થતાં પહેલા અંદાજે 30 મિનિટ સુધી કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. હવામાન વિભાગના (Meteorological Department) જણાવ્યા મુજબ, આજે અમદાવાદમાં વરસાદની (Rain in Ahmedabad) આગાહી હતી. તે મુજબ, શાળા છૂટવાના સમયે વરસાદે ધબધબાટી બોલાવી હતી. વરસાદના કરાણે લોકોને બફારા અને આકરી ગરમીથી રાહત મળી છે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે સવારે 6 થી 8 કલાકમાં 35 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. નર્મદાના (Narmada) ગરુડેશ્વરમાં માત્ર બે કલાકમાં 5.5 ઈંચ જેટલો વરસાદ થયો હતો.
આ પણ વાંચો - South Gujarat : ઉમરપાડામાં 4 કલાકમાં 10 ઇંચ વરસાદ…
આ પણ વાંચો - Rain in Gujarat : આ જિલ્લાઓમાં યલો એલર્ટ, આજે અતિભારે વરસાદની આગાહી
આ પણ વાંચો - Rain in Gujarat : 24 કલાકમાં માત્ર 77 તાલુકામાં જ વરસાદ, હવામાન વિભાગે કરી આ આગાહી