Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Porbandar : કુછડીવાડીમાંથી 630 પેટી દારૂ-બિયર મોટો જથ્થો ઝડપાયો, 34 લાખનો મુદ્દામાલ જપ્ત

Porbandar : મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે. છતાં અવારનવાર મોટા જથ્થાઓ ઝડપાય છે. વધુ એક વખત ગાંધીના ગુજરાત અને ગાંધીના (Mahatma Gandh) ગામ પોરબંદરમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. ગઈકાલે હાર્બર મરીન પોલીસે જથ્થો પકડયો હતો. આ મામલે...
porbandar   કુછડીવાડીમાંથી 630 પેટી દારૂ બિયર મોટો જથ્થો ઝડપાયો  34 લાખનો મુદ્દામાલ જપ્ત

Porbandar : મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે. છતાં અવારનવાર મોટા જથ્થાઓ ઝડપાય છે. વધુ એક વખત ગાંધીના ગુજરાત અને ગાંધીના (Mahatma Gandh) ગામ પોરબંદરમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. ગઈકાલે હાર્બર મરીન પોલીસે જથ્થો પકડયો હતો. આ મામલે હાર્બર મરીન પોલીસે (Harbor Marine Police) રૂ. 34 લાખનો મુદામાલ કબ્જે કરીને ત્રણ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

ગોડાઉનમાંથી વિદેશી દારુ તથા બિયરની ટીનના બોક્સ મળ્યા

હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબ, કુછડી ગામે (Porbandar) એક ટ્રકચાલક કુછવાડી વિસ્તારમાં દારૂનો જથ્થો ખાલી કરી ગયો હતો, જેથી બાતમીના આધારે હાર્બર મરીન પોલીસે કુછડી વાડી વિસ્તારમાં દરોડા પાડી વાડીનાં ગોડાઉનમાંથી વિદેશી દારુ તથા બિયરની ટીનના બોક્સ કબજે કર્યા હતા. આ મામલે સિલ્વર કલરની ઇનોવાના માલિક તથા કુછડી ગામ વેરણ સિમ ખાતેની વાડીની બાજુમાં આવેલ વાડીનાં માલિક તથા અન્ય ટ્રકચાલક સામે ગુનો દાખલ કરાયો છે.

ઇનોવા તથા દારૂ બોક્સ મળી કુલ 34,12,710 નો મુદ્દામાલ કબજે

Advertisement

ઇનોવા, દારૂ મળી કુલ 34,12,710 નો મુદ્દામાલ કબજે

ગેરકાયદેસર વાડીના ગોડાઉનમાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂની (liquor) અલગ-અલગ બ્રાન્ડનાં 512 બોક્સ, જેની અંદર 6144 દારૂની બોટલો, ભારતીય બનાવટનાં વિદેશી દારૂના અલગ-અલગ કંપનીનાં સીલપેક કાચનાં ચપટાનાં બોક્સ 73 કે જેની અંદર 3720 બોટલ, બિયરનાં ટીન બોક્સ 41 જેમાં 984 નંગ, અન્ય બોક્સ મળી કુલ 630 બોક્સ દારૂ અને બિયરના ઝડપાયા છે. સિલ્વર કલરની ઇનોવા તથા દારૂ બોક્સ મળી કુલ 34,12,710 નો મુદ્દામાલ કબજે કરી દરોડા દરમિયાન હાજર નહીં મળી આવેલ આરોપી સામે ગુનો દાખલ કર્યો છે. જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ હાર્બર મરીન પોલીસ (Harbor Marine Police) સ્ટેશનના PI સાળુંકે તથા પોલીસ સ્ટાફની ટીમે આ પ્રશંસનીય કામગીરી કરી છે. આ કામગીરીમાં હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.ડી. સાળુંકે તથા ASI આર.એફ. ચૌધરી, બી.ડી. વાઘેલા તથા સર્વેલન્સ સ્કોડના પો. હેડ. કોન્સ. જી.આર.ભરડા તથા પો. કોન્સ. પરબતભાઇ બંધિયા, દીનેશભાઇ બંધિયા પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા.

અહેવાલ : કિશન ચૌહાણ, પોરબંદર

Advertisement

આ પણ વાંચો - Bharuch: હેવાન હવસખોર પાડોશીએ 72 વર્ષની વૃદ્ધા ઉપર દાનત બગાડી, આચર્યું બળજબરીપૂર્વક દુષ્કર્મ

આ પણ વાંચો - Deesa: નાનાજી દેશમુખ ગાર્ડનમાં નમાઝ પઢતો વીડિયો વાયરલ, MLA પ્રવિણ માળીએ લખ્યો પત્ર

આ પણ વાંચો - Rajkot ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખના બાંધકામને કર્યુ સીલ, સામે આવ્યું સાગઠીયા કનેકશન

Tags :
Advertisement

.