PM Modi in Gujarat : આવતીકાલે શિલાન્યાસ કાર્યક્રમ, રૂ.2400 કરોડ ખર્ચે કાલુપુર, મણિનગર સહિતના રેલવે સ્ટેશનની કાયાપલટ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની (PM Modi in Gujarat) મુલાકાતે છે. આજે પીએમ મોદીએ દ્વારકા (Dwarka) બાદ રાજકોટની (Rajkot) મુલાકાત લીધી હતી. ત્યારે આવતીકાલે પીએમ મોદી અમદાવાદ (Ahmedabad) મંડળના 9 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસનો શિલાન્યાસ કરશે. આ સાથે રાજ્યમાં સૌથી વ્યસ્ત એવા કાલુપુર રેલવે સ્ટેશનની (Kalupur Railway Station) કાયાપલટની કામગીરી શરૂ થશે.
Hon’ble PM Shri @narendramodi will dedicate to the Nation two rail electrification projects, reducing the carbon footprint in Gujarat. #RailInfra4Gujarat pic.twitter.com/4qwZrBMviF
— Ministry of Railways (@RailMinIndia) February 25, 2024
અમદાવાદ રેલવેના DRM સુધીર શર્માએ જણાવ્યું હતું કે, આવતીકાલે ગુજરાતમાં કુલ 46 સ્ટેશન, 128 અંડરપાસ-ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત- લોકાર્પણ થશે. આવતીકાલે પીએમ મોદી (PM Modi in Gujarat) અમદાવાદ મંડળના 9 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસનો શિલાન્યાસ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 ફેબ્રુઆરીના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 554 સ્ટેશનોના પુનર્વિકાસ તેમ જ 1500 રોડ, ઓવરબ્રિજ/અંડરબ્રિજના શિલાન્યાસ/ લોકાર્પણની રૂ. 41,000 કરોડની પરિયોજના દેશને સમર્પિત કરશે, જેમાં અમદાવાદ મંડળના અમદાવાદ સહિત 9 સ્ટેશનોના પુનર્વિકાસનો શિલાન્યાસ, 19 રોડ, અંડરબ્રિજ-અંડરપાસનું લોકાર્પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે. ઉપરાંત, અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન, મણિનગર (Maninagar), વટવા, ચાંદલોડિયા રેલવે સ્ટેશનની રૂ.2400 કરોડમાં કાયાપલટ કરાશે.
રૂ. 230 કરોડના ખર્ચે 35 રોડ અંડરબ્રિજના શિલાન્યાસ-લોકાર્પણ
અમદાવાદ મંડળના 9 સ્ટેશનોમાં અમદાવાદ રેલવે સ્ટેશનના (Ahmedabad Railway Station) મેજર અપગ્રેડેશન તેમ જ અમૃત ભારત સ્કીમ (Amrit Bharat Scheme) હેઠળ રૂ. 233 કરોડ રૂપિયાથી પણ વધારાના ખર્ચે મણિનગર, ચાંદલોડિયા, વટવા, સમાખયાલી, સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા અને ભીલડી સ્ટેશનોનો પુનર્વિકાસ કરવામાં આવશે. સાથે જ ટ્રાફિકની સમસ્યાને પણ હળવી કરવા માટે લગભગ રૂ. 230 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદ મંડળ પર અસારવા, ગોરાઘુમા, ચાંદલોડિયા, વટવા, અંજાર, રતલાન, ભુજ, ધીનોજ, છાપી, કમલી, મહેસાણા, જગુદણ, કલોલ, ચાંદખેડા, વિરમગામ, બજાણા, વસાડવા, ઘનશ્યામગઢ, સુખપુર તેમ જ હળવદમાં વિવિધ સ્થળોએ 35 રોડ અંડરબ્રિજના શિલાન્યાસ-લોકાર્પણ વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવશે.
વટવા અને મણિનગર રેલવે સ્ટેશનની કાયાપલટ થશે
વટવા (Vatava) રેલવે સ્ટેશનના પુનર્વિકાસ માટે રૂ. 29.63 કરોડ ખર્ચાશે, જેમાં 12 મીટર પહોળો ફૂટ ઓવરબ્રિજ પણ બનાવાશે. આકર્ષક પ્રવેશ દ્વાર સાથે અપગ્રેડેશન સહિત પ્લેટફોર્મ સરફેસિંગ, પ્લેટફોર્મ કવરશેડ અને સાઇનેજ, વેઇટિંગ રૂમ, બેઠક વ્યવસ્થા વગેરે સુવિધા વધારાશે. તો મણિનગર (Maninagar) રેલવે પ્લેટફોર્મના ભાગમાં ફેરફાર કરવામાં આવશે. ‘અમૃત સ્ટેશન’ યોજના હેઠળ રૂ. 10.27 કરોડના ખર્ચે મણિનગર રેલવે સ્ટેશન વિકસાવાશે. તેમ જ યાત્રીઓની સુવિધામાં પણ વધારો કરાશે, જેમાં સ્ટેશનની આગળના ભાગમાં ફેરફાર, સ્ટેશનનું પ્રવેશ દ્વાર, પ્લેટફોર્મ સરફેસિંગ, કવર શેડ સહિતની સુવિધા વધારવામાં આવશે.
અહેવાલ : સંજય જોશી
આ પણ વાંચો - PM Modi in Rajkot : 5 AIIMS નું શિલાન્યાસ-લોકાર્પણ કર્યું, PM મોદીએ કહ્યું – રાજકોટનાં આશીર્વાદથી જ હું MLA બન્યો…