PGVCL News: પોરબંદરના વધુ એક ભાજપ નેતાએ પીજીવીસીએલ વિરુધ્ધ બળાપો કાઢ્યો
PGVCL News: Porbandar માં વીજ સમસ્યા ગંભીર બનતી જાય છે. તાજેતરમાં શહેર BJP પ્રમુખ પંકજ મજીઠીયાએ પણ PGVCL વિરુધ્ધ બળાપો કાઢી ઉર્જા મંત્રીને લેખીત ફરીયાદ કરી હતી ત્યાર બાદ હવે Porbandar ના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાના નાના ભાઇ BJP નેતા રામદેભાઇ મોઢવાડીયાએ પણ PGVCL વિરુધ્ધ બળાપો કાઢીયો છે.
ઉર્જામંત્રીને વધુ એક લેખિત ફરીયાદ
સૌથી મોટી વીજ સમસ્યા બરડામાં
પહેલી જ સીઝનમાં 12 કલાકમાં 94 ફોલ્ટ નોંધાયા
Porbandar અને ગ્રામ્યપંથકમાં વીજ સમસ્યા ગંભીર બની છે. BJP અગ્રણી દ્વારા તે અંગે ઉર્જામંત્રીને ફરિયાદ કરવામાં આવી છે. Porbandar ના BJP અગ્રણી રામદેવભાઈ મોઢવાડીયાએ ઉર્જામંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે Porbandar અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી જુદાજુદા વિસ્તારોમાં Electricity ની સમસ્યા ગંભીર બની છે. બરડા પંથકના મોટાભાગના ગામડાઓમાં હાલ Electricity ની ખાસ જરૂરિયાત છે. ત્યારે જ સમયસર અને પૂરતા પ્રમાણમાં Electricity મળતી નથી. જેના કારણે ગ્રામજનો ખૂબજ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. વોલ્ટેજમાં વધઘટથી વીજઉપકરણોને પણ મોટું નુકશાન થઈ રહ્યુ છે.
સૌથી મોટી વીજ સમસ્યા બરડામાં
રામદેવભાઈ મોઢવાડીયાએ કરેલી રજુઆતમાં જણાવ્યુ છે કે બરડા પંથકની કાંઠાળ પટ્ટી ઉપર પણ બબ્બે ત્રણ ત્રણ દિવસ સુધી વીજપ્રવાહ ખોરવાઈ જાય છે. બગવદર સબ ડિવિઝન વિસ્તારના અડવાણાથી સીમર સુધીના અને બરડા પંથકથી મીયાણી સુધીના વિસ્તારમાં Electricity ખોરવાઈ જાય છે. મહત્વની બાબત એ છે કે સેટઅપ ઓછું છે અને વિસ્તાર મોટો છે તેથી પૂરતા પ્રમાણમાં PGVCL કોર્પોરેટ દ્વારા સ્ટાફની ભરતી કરવી જોઈએ તે જરૂરી બન્યુ છે.રાણાવાવમાં વરસાદની અમીવર્ષાનું આગમન થતા જ Electricity ગુલ થઈ જતા PGVCL ના તંત્ર દ્વારા પ્રિમોન્સુનની કરેલ કામગીરીની ઘોર બેદરકારી લોકનજરે પડી છે.
પહેલી જ સીઝનમાં 12 કલાકમાં 94 ફોલ્ટ નોંધાયા હતાં
PGVCL નો કોન્ટેકટ કરતા જણાવવામાં આવ્યું હતું કે, વરસાદની પહેલી જ સીઝનમાં 12 કલાકમાં 94 ફોલ્ટ નોંધાયા હતાં. ત્યારે 45 ફીડરોમાંથી 40 ફીડરોમાં Electricity ગુલ થઇ હતી. ત્યારે પ્રશ્ન એ થાય છે કે PGVCL દ્વારા પ્રિમોન્સુનની કામગીરી શું કરવામાં આવી હતી? તેવો સવાલ ઉઠવા પામ્યો છે. તેથી રાજ્યસરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં વધારાના સ્ટાફની ફોલ્ટના રીપેરીંગ માટે નિમણૂંક કરવામાં આવે અને જે પ્રમાણે જરૂરિયાત હોય તે પ્રમાણે જુદા-જુદા ફોલ્ટ સેન્ટરો ખાતે ફોન રીસીવ કરવા માટે ઓપરેટરોની નિમણૂક કરવામાં આવે તેવી પણ માંગણી રામદેવભાઈ મોઢવાડીયા દ્વારા કરવામાં આવી છે.
અહેવાલ કિશન ચૌહાણ
આ પણ વાંચો: Rajkot GameZone tragedy : એક માસ પૂર્ણ થતાં કોંગ્રેસનું રાજકોટ બંધ, તપાસ અંગે ઋષિકેશ પટેલે આપી માહિતી