Nitin Patel : BJP ની બીજી યાદી જાહેર થાય તે પહેલા નીતિન પટેલે ઉમેદવારી પાછી ખેંચી
ભારતીય જનતા પાર્ટીએ (BJP) 2 ફેબ્રુઆરીના રોજ મોડી સાંજે લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આ યાદીમાં ગુજરાતની (Gujarat) 15 બેઠકો માટે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે બીજેપી દ્વારા 6 માર્ચના રોજ બીજી યાદી જાહેર કરવામાં આવશે એવા અહેવાલ છે. જો કે, બીજી યાદી જાહેર થાય તે પહેલા મહેસાણા (Mehsana) બેઠકને લઈ મોટા સમાચાર આવ્યા છે. પૂર્વ ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે (Nitin Patel) મહેસાણા બેઠક પરથી પોતાની દાવેદારી પરત ખેંચી હોવાની માહિતી છે.
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) લોકસભાની મહેસાણા બેઠક પરથી દાવેદારી નોંધાવી હતી. જો કે, હવે બીજેપીના આ સિનિયર નેતાએ મહેસાણા (Mehsana) બેઠક પરથી પોતાની દાવેદારી પરત ખેંચી છે. આ પાછળનું કારણ હજી સામે આવ્યું નથી પરંતુ, આ અંગેની માહિતી ખૂદ નીતિન પટેલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ (અગાઉ ટ્વીટર) પર એક પોસ્ટ કરીને આપી છે. જણાવી દઈએ કે, ગઈકાલે બીજેપીએ લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આ યાદીમાં ગુજરાતની (Gujarat) 15 લોકસભાની બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી.
— Nitin Patel (@Nitinbhai_Patel) March 3, 2024
બીજેપીની પહેલી યાદીમાં મહેસાણા (Mehsana) બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નહોતી. જો કે, નીતિન પટેલે પોસ્ટમાં જણાવ્યું કે, મહેસાણા બેઠક પર ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હાલ ચાલુ છે. નીતિન પટેલે પોસ્ટમાં પીએમ મોદીનો આભાર માન્યો હતો અને પીએમ મોદી (PM Modi) ત્રીજી વખત દેશના પીએમ બંને અને દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધે તેવી પ્રાર્થના કરી હતી. પરંતુ, મહેસાણા (Mehsana) બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત થાય તે પહેલા નીતિન પટેલે પોતાની દાવેદારી પરત ખેંચી લેતા અનેક તર્ક વિર્તક થઈ રહ્યા છે. હવે ભાજપ કોને ટિકિટ આપશે તેને લઇને ચર્ચાએ વેગ પકડ્યું છે. સાથે જ નીતિન પટેલે દાવેદારી કેમ પાછી ખેંચી છે તે અંગે પણ સવાલ થઈ રહ્યા છે.
આ પણ વાંચો - Bharuch : છૂટાછેડા આપ્યા વગર પતિ બીજા લગ્ન કરવા જતાં પહેલી પત્નીનો આપઘાતનો પ્રયાસ, Video બનાવી આક્ષેપો કર્યાં