Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

MLA Dhavalsinh Zala: સાબરકાંઠામાં વિવાદ અને રૂપાલા પર ધવલસિંહ ઝાલાએ તોડ્યું મૌન

MLA Dhavalsinh Zala: લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે ગુજરાતી મીડિયાનો સૌથી મોટો કૉન્ક્લેવ ‘ગુજરાત ફર્સ્ટ કૉન્ક્લેવ શંખનાદ 2024’ મહેસાણા (Gujarat First Conclave 2024 Mehsana) ખાતે યોજાઈ રહ્યો છે. ત્યારે આ વિશેષ ગુજરાતી મીડિયા કાર્યક્રમમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા...
mla dhavalsinh zala  સાબરકાંઠામાં વિવાદ અને રૂપાલા પર ધવલસિંહ ઝાલાએ તોડ્યું મૌન

MLA Dhavalsinh Zala: લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે ગુજરાતી મીડિયાનો સૌથી મોટો કૉન્ક્લેવ ‘ગુજરાત ફર્સ્ટ કૉન્ક્લેવ શંખનાદ 2024’ મહેસાણા (Gujarat First Conclave 2024 Mehsana) ખાતે યોજાઈ રહ્યો છે. ત્યારે આ વિશેષ ગુજરાતી મીડિયા કાર્યક્રમમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

ધવલસિંહ ઝાલાનો રાજકીય સફર ભારે ઉતાર ચડાવવાળો રહ્યો છે. તેઓ સૌપ્રથમ કોંગ્રેસમાં જોડાયા હતા અને ત્યાર બાદ અલ્પેશ ઠાકોર સાથે ભાજપમાં જોડાયા હતા. પરંતુ ભાજપ દ્વારા ટિકિટ ન મળતા, તેઓ અપક્ષ સાથે જોડાઈને બાયડના ધારાસભ્ય તરીકે ચૂંડાઈને આવ્યા હતા. ત્યાર ફરીથી આ વખતે લોકસભા ચૂંટણી 2024 માં ભાજપ પર ભરોસો કરીને સાબરકાંઠામાં ભાજપ લોકસભા ચૂંટણી (Lok Sabha elections) ઉમેદવારના પક્ષમાં ઉતરીને આવ્યા છે.

આ પણ વાંચો: Gujarat First Conclave 2024 Mehsana : ઉ. ગુજરાતની શૈક્ષણિક-રાજકીય સ્થિતિ અંગે SK યુનિ.ના ચેરમેને કહી આ વાત

Advertisement

લોકસભા ચૂંટણી 2024 કોઈ વ્યક્તિ લડતું હોય તેવું હું સમજતો નથી

Gujarat First ના પ્રત્રકારો દ્વારા ધવલસિંહ ઝાલાને પૂછવામાં આવ્યું કે સાબરકાંઠા લોકસભા ચૂંટણી 2024 માં વિવાદ અને જ્ઞાતિવાદનું જન્મસ્થાન રહ્યું છે. ત્યારે આ પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, આ લોકસભા ચૂંટણી 2024 દરમિયાન સાબરકાંઠામાં ચૂંટણીના નામે કોઈ જાતિવાદ જેવું ગ્રાઉન્ડ લેવલે છે. આ લોકસભા ચૂંટણી 2024 કોઈ વ્યક્તિ લડતું હોય તેવું હું સમજતો નથી. આ લોકસબા ચૂંટણી 2024 એકજુથ રાષ્ટ્રની ચૂંટણી છે. આ લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha elections) દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત દેશને એક વિકાસના નવા શિખર પર પહોંચાડશે.

આ પણ વાંચો: Gujarat First Conclave 2024 : જાણો Becharaji ના વિકાસને લઈને કિરીટ પટેલે શું કહ્યું…

Advertisement

ભારતને વિશ્વ ગુરૂ બનાવવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે

તે ઉપરાંત તેમણે પરશોત્તમ રૂપાલાના નિવેદન અંગે જણાવ્યું હતું, જે નિવેદન આપ્યું છે, તેના મને દુ:ખ છે. તે ઉપરાંત સાબરકાંઠાના ઠાકોર સમાજના લોક પોતાને ક્ષત્રિય સમાજનો એક ભાગ પણ માને છે. ત્યારે આ પ્રકારનું નિવેદન તદ્દન નિદનીય છે. પરંતુ કોઈ વ્યક્તિને લઈને સમગ્ર પાર્ટીને સજા ન કરવી જોઈએ. કારણ કે... વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ લોકસભા ચૂંટણી 2024 માં યશ મેળવીને ભારતને વિશ્વ ગુરૂ બનાવવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે. તેથી ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને વાતને ભૂલીને ભાજપને સાથ આપવો જોઈએ.

આ પણ વાંચો: Gujarat First Conclave 2024: ઉ. ગુજરાતની વિકાસગાથા અંગે વિવિધ સેક્ટરના ઉદ્યોગપતિઓએ શું કહ્યું ?

Tags :
Advertisement

.