Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha elections : કોઈએ યોજ્યો રોડ શૉ તો કોઈએ ખુલ્લી જીપમાં કર્યો પ્રચાર, જાણો કોણે કોણે નોંધાવી ઉમેદવારી ?

લોકસભા ચૂંટણીને (Lok Sabha elections) લઇને આજે ભાજપ (BJP) અને કોંગ્રેસના (Congress) ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે વિજય મુહૂર્તમાં દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભરાયા. ભાજપના મનસુખ માંડવિયા, હસમુખ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અર્જુન મોઢવાડિયા સહિતના કુલ...
lok sabha elections    કોઈએ યોજ્યો રોડ શૉ તો કોઈએ ખુલ્લી જીપમાં કર્યો પ્રચાર  જાણો કોણે કોણે નોંધાવી ઉમેદવારી

લોકસભા ચૂંટણીને (Lok Sabha elections) લઇને આજે ભાજપ (BJP) અને કોંગ્રેસના (Congress) ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે વિજય મુહૂર્તમાં દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભરાયા. ભાજપના મનસુખ માંડવિયા, હસમુખ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અર્જુન મોઢવાડિયા સહિતના કુલ 8 નેતાઓ આજે ચૂંટણી ફોર્મ ભરવાના છે. જ્યારે, બીજી તરફ કોંગ્રેસમાંથી ઋત્વિક મકવાણા, ગેનીબેન ઠાકોર, જે.પી. મારવીયા અને સિદ્ધાર્થ ચૌધરી ઉમેદવારી ફોર્મ ભરવાના છે.

Advertisement

BJP ના આ નેતાઓએ નોંધાવી ઉમેદવારી

પ્રાપ્ત અહેવાલ અનુસાર, આજે બીજેપીના કુલ 8 ઉમેદવારો નામાંકન નોંઘાવવાના છે. જે પૈકી અત્યાર સુધીમાં અમદાવાદ પૂર્વના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ (Hasmukh Patel), પોરબંદર લોકસભા ઉમેદવાર મનસુખ માંડવિયા (Mansukh Mandaviya), પોરબંદર પેટાચૂંટણીના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia), સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરા, વાઘોડિયા બેઠક માટે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને પંચમહાલ લોકસભા બેઠક પર બીજેપી ઉમેદવાર રાજપાલસિંહ જાદવે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. પોરબંદર બેઠકના બીજેપી ઉમેદવાર મનસુખ માંડવિયાએ નામાંકન ભરતા પહેલા સુદામા ચોક ખાતે સભા યોજી હતી ત્યાર બાદ ભવ્ય રોડ શૉ યોજીને કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરવા પહોંચ્યા હતા.

Advertisement

મનસુખ માંડવિયા, અર્જુન મોઢવાડિયાની રેલી, શિહોરાનું શક્તિ પ્રદર્શન

જ્યારે પોરબંદર (Porbandar) વિધાનસભા પેટાચૂંટણી માટે બીજેપીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ પણ આજે ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. તેઓ પણ સુદામા ચોક ખાતે સભા અને રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયાએ આજે બપોરે 12.39 કલાકના વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી હતી. ઉપરાંત, સુરેન્દ્રનગર (Surendranagar) બેઠક પર ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાએ (Chandu Shihora) પણ આજે બપોરે 13.39 કલાકે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પહેલા ચંદુ શિહોરાએ સુરેન્દ્રનગર ખાતે શક્તિ પ્રદર્શન કર્યું હતું. શિહોરાએ મેળાના મેદાનથી જિલ્લા કલેક્ટર સુધી રોડ શો યોજાયો હતો. તેમની સાથે રાજ્યસભાના સાંસદ કેસરિદેવસિંહ ઝાલા, કેન્દ્રિયમંત્રી મહેન્દ્ર મુજપરા, પૂર્વમંત્રી આઈ. કે. જાડેજા સહિતના નેતાઓ અને ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

રાજપાલસિંહનું પુષ્પવર્ષાથી સ્વાગત

પંચમહાલ (Panchmahal) લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે (Rajpal Singh Jadav) પણ ભવ્ય રેલી યોજી હતી અને ત્યાર બાદ ઉમેદવારી પત્ર ભર્યું હતું. ખુલ્લી જીપમાં રાજપાલસિંહ કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલતા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. રસ્તામાં જેસીબી પરથી પુષ્પ વર્ષા કરી રાજપાલસિંહનું કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દરમિયાન, વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ, રાજ્યસભા સાંસદ જશવંતસિંહ પરમાર, મધ્ય ગુજરાત પ્રભારી નરહરિ અમીન સહિતના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને લાલુભાઈ પટેલે ભર્યું ફોર્મ

વડોદરાની (Vadodara) વાઘોડિયા વિધાનસભા પેટાચૂંટણી માટે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ (Dharmendra Singh Vaghela) વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું. આ પહેલા તેમણે જંગી રેલી યોજી હતી. સાથે જ માડોધર ખાતે મહારુદ્ર મહાદેવ મંદિરે દર્શન કર્યા હતા. ખુલ્લી જીપમાંથી ઉતરી બાઈક પર બેસી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ફૉર્મ ભરવા તાલુકા સેવા સદન ઓફિસ પહોંચ્યા હતા. ઉપરાંત, દમણ દીવ (Daman Diu) લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે (Lalubhai Patel) આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પહેલા તેમણે પરિવારજનો સાથે પૂજા આરતી કરી હતી. દમણના ફૂટબોલ ગ્રાઉન્ડમાં એક જંગી સભા પણ યોજી હતી.

કોંગ્રેસના આ નેતાઓએ નોંધાવી ઉમેદવારી

કોંગ્રેસની (Congress) વાત કરીએ તો સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી ઉમેદવાર ઋત્વિક મકવાણાએ (Ritvik Makwana) ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી હતી. વિજય મુહૂર્તમાં ઋત્વિક મકવાણાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. દરમિયાન, AICC ના મહાસચિવ મુકુલ વાસનિક, ધારાસભ્ય વિમલ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ, પ્રવકતા ડો. મનીષભાઇ દોશી સહિતના નેતાઓ અને આગેવાનો, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ઋત્વિક મકવાણાના ડમી ઉમેદવાર તરીકે નૌષાધ સોલંકીએ ફોર્મ ભર્યું છે.

જ્યારે, જામનગરમાંથી કોંગ્રેસ ઉમેદવાર જે.પી. મારવિયાએ (J.P. Marvia) ઉમેદવારી પત્ર ભર્યું છે. ફોર્મ ભરતા પહેલા પટેલ સમાજ ખાતે કાર્યકરોને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આપ (AAP) અને કોંગ્રેસના કાર્યકરોએ હાજરી આપી હતી. દરમિયાન, કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ વિક્રમ માડમ સહિતના આગેવાનો સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય બારડોલી (Bardoli) લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ (Siddharth Chaudhary) ઉમેદવારી નોંધાવી હતી. શક્તિ પ્રદર્શન કરી ઢોલ નગારા અને ડીજેના તાલે ઉમેદવારી નોંધાવી હતી.

આ પણ વાંચો - Lok Sabha elections : આજે BJP ના 8, Congress ના આ 4 ઉમેદવાર ભરશે ફોર્મ, વાંચો સંપૂર્ણ અહેવાલ

આ પણ વાંચો - Parshottam Rupala : આવતીકાલે રૂપાલા ભરશે ઉમેદવારી ફોર્મ, અહીં યોજાશે જંગી સભા અને રોડ શૉ

આ પણ વાંચો - VADODARA : વાઘોડિયા વિધાનસભાના BJP ઉમેદવારે ફોર્મ ભરતા પહેલા કહી મોટી વાત

Tags :
Advertisement

.