Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kutch : સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી જેલ હવાલે, પૂછપરછમાં મોટા ખુલાસા થવાની વકી

કચ્છનાં (Kutch) ભચાઉ (Bhachau) નજીક કારમાં બુટલેગર સાથે ઝડપાયેલ ચર્ચિત અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને (Neeta Chaudhary) ગળપાદર જેલ હવાલે ધકેલાઇ છે. ગુજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા ગઈકાલે નીતા ચૌધરીની લીંબડી નજીક બુટલેગરના સાસરીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા...
kutch   સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી જેલ હવાલે  પૂછપરછમાં મોટા ખુલાસા થવાની વકી

કચ્છનાં (Kutch) ભચાઉ (Bhachau) નજીક કારમાં બુટલેગર સાથે ઝડપાયેલ ચર્ચિત અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને (Neeta Chaudhary) ગળપાદર જેલ હવાલે ધકેલાઇ છે. ગુજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા ગઈકાલે નીતા ચૌધરીની લીંબડી નજીક બુટલેગરના સાસરીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા એક સપ્તાહથી નીતા ચૌધરી ફરાર હતી. જો કે, ધરપકડ બાદ નીતા ચૌધરીનો કબજો ભચાઉ પોલીસે (Bhachau Police) લઈને ગળપાદર જેલ હવાલે કરી છે.

Advertisement

જામીન મળ્યા બાદથી ફરાર હતી નીતા ચૌધરી

થોડા દિવસ પહેલા કચ્છના ભચાઉ (Bhachau) નજીક એક કારમાં બુટલેગર યુવરાજસિંહ જાડેજા (Yuvraj Singh Jadeja) તથા મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરી (Neeta Chaudhary) દારૂના જથ્થા સાથે ઝડપાયા હતા. જો કે, પોલીસને જોઈ બુટલેગરે જવાનો પર કાર ચઢાવવાનો પ્રયાર કર્યો હતો. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચમાં (Crime Branch) મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની ધરપકડ થતાં તેણીને ફરજ મોકૂફ કરવામાં આવી હતી. જો કે, કેસ ચાલી જતાં અગાઉ કોર્ટ દ્વારા નીતા ચૌધરીના જામીન મંજૂર કર્યા હતા. પરંતુ, પોલીસે સેશન્સ કોર્ટમાં (Sessions Court) અરજી કરતા બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે નીતા ચૌધરીના જામીન રદ કર્યા હતા.

ભચાઉ પોલીસે કબજો લઈ ગળપાદર જેલ હવાલે કરી

કોર્ટ દ્વારા જામીન રદ્દ થઈ જશે એવી ભાળ થતા નીતા ચૌધરી (Neeta Chaudhary) ફરાર થઈ હતી. દરમિયાન, ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે નીતા ચૌધરી લીંબડી (Limbdi) નજીક બુટલેગરના સાસરીમાં છુપાઈ છે. આથી, ગુજરાત ATS ની ટીમ ઘટના સ્થળે પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને નીતા ચૌધરીની ધરપકડ કરી હતી. ગુજરાત ATS એ નીતા ચૌધરીને કચ્છ પોલીસને (Kutch Police) સોંપી હતી. જ્યારે, આજે ભચાઉ પોલીસે નીતા ચૌધરીનો કબજો લઈને ગળપાદર જેલ (Galpadar Jail) હવાલે કરી હતી. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ચર્ચા છે કે નીતા ચૌધરીની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે.

Advertisement

આ પણ વાંચો - Kutch : ફરાર અને ફરજ મોકૂફ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી આખરે ઝડપાઈ

Advertisement

આ પણ વાંચો - Ganesh Gondal ને હવે જેલમાં જ રહેવું પડશે, હાઇકોર્ટે જામીનની સુનાવણી ટાળી

આ પણ વાંચો - GMERS College Fees : ફી ઘટાડાના નિર્ણય સામે વાલી મંડળમાં અસંતોષ! કહ્યું- સરકારનો નિર્ણય લોલીપોપ સમાન…

Tags :
Advertisement

.