Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Harsh Sanghvi in Vadodara : ગૃહ રાજ્યમંત્રી પદવીદાન સમારોહમાં હાજરી આપશે, 101 ST બસનું લોકાર્પણ કરશે

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi in Vadodara) આજે વડોદરાની મુલાકાતે છે. વડોદરાના આજવા રોડ ખાતેના પંડિત દિનદયાળ ઓડિટોરિયમમાં (Pandit Dindayal Auditorium) આયોજીત એક વિશેષ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી આજે હાજરી આપશે અને સાથે જ 101 ST બસનું લોકાર્પણ પણ કરશે....
harsh sanghvi in vadodara   ગૃહ રાજ્યમંત્રી પદવીદાન સમારોહમાં હાજરી આપશે  101 st બસનું લોકાર્પણ કરશે

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi in Vadodara) આજે વડોદરાની મુલાકાતે છે. વડોદરાના આજવા રોડ ખાતેના પંડિત દિનદયાળ ઓડિટોરિયમમાં (Pandit Dindayal Auditorium) આયોજીત એક વિશેષ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી આજે હાજરી આપશે અને સાથે જ 101 ST બસનું લોકાર્પણ પણ કરશે. આજે અમદાવાદ શહેર પોલીસની (Ahmedabad city police) સ્પોર્ટ્સ મીટની કલોઝિંગ સેરેમની પણ છે, જેમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને DGP વિકાસ સહાય (DGP Vikas Sahay) ઉપસ્થિત રહેશે અને તમામ વિનર પ્લેયરને ઈનામ આપશે.

Advertisement

પદવીદાન સમારોહમાં હાજરી, 101 એસટી બસોનું લોકાર્પણ કરશે

વડોદરાના (Vadodara) આજવા રોડ ખાતે પંડિત દિનદયાળ ઓડિટોરિયમમાં આજે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ડેસરની (Deser) સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો આજે પદવીદાન સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi in Vadodara) ઉપસ્થિત રહેવાના છે. આ પદવીદાન સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. આ સાથે વડોદરામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી 101 નવી એસટી બસોનું લોકાર્પણ પણ કરશે. માહિતી મુજબ, આ નવી બસોમાં સ્લીપર અને સિટિંગ ફેસિલિટી બસોનો સમાવેશ કરાશે. જ્યારે આ આનુધિક નવી બસો કુલ રૂ.37 કરોડમાં ખરીદવામાં આવી છે.

Advertisement

અમદાવાદ શહેર પોલીસની સ્પોર્ટ્સ મીટની કલોઝિંગ સેરેમની

આજે અમદાવાદ શહેર પોલીસની સ્પોર્ટ્સ મીટની (Ahmedabad City Police Sports Meet 2024) કલોઝિંગ સેરેમની પણ છે. અમદાવાદ શહેર પોલીસની સ્પોર્ટ્સ મીટની કલોઝિંગ સેરેમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને DGP વિકાસ સહાય (DGP Vikas Sahay) ઉપસ્થિત રહેવાના છે. તેઓ તમામ વિજેતા પ્લેયરને ઈનામ આપીને સન્માનિત કરશે. જણાવી દઈએ કે, 19 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં શહેર પોલીસ માટે (Ahmedabad City Police) 'સ્પોર્ટ્સ મીટ-2024'નું (Sports Meet 2024) આયોજન કરવામાં આવ્યું હતું. શાહીબાગમાં આવેલા પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) વરદ હસ્તે અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટ 2024 નો (Ahmedabad City Police Sports Meet 2024) પ્રારંભ કરાયો છે. આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (HM Harsh Sanghvi) પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પોર્ટ્સ મીટમાં શહેરના 1500 અધિકારી અને પોલીસકર્મીઓ ભાગ લીધો હતો.

Advertisement

આ પણ વાંચો - Kheda : પોલ્ટ્રી ફાર્મમાં સફાઈ માટે જંતુનાશક દવાનો છંટકાવ છતાં ગ્રામજનોને અસર, હોસ્પિટલમાં દાખલ કરાયાં

Tags :
Advertisement

.