Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat University Case : 3 આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર, સુઓમોટો પર કોર્ટે કહ્યું - શહેરમાં બનતી દરેક ઘટના...

અમદાવાદમાં (Ahmedabad) આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં (Gujarat University Case) બોંયઝ હોસ્ટેલ (Boys Hostel) ના વિભાગ A ના કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા મામલે કુલ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે જે પૈકીના 3 આરોપીઓને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા...
gujarat university case   3 આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર  સુઓમોટો પર કોર્ટે કહ્યું   શહેરમાં બનતી દરેક ઘટના
Advertisement

અમદાવાદમાં (Ahmedabad) આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં (Gujarat University Case) બોંયઝ હોસ્ટેલ (Boys Hostel) ના વિભાગ A ના કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા મામલે કુલ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે જે પૈકીના 3 આરોપીઓને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં પોલીસે આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે, કોર્ટે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ મામલે સુઓમોટો અરજી ગણવા કોર્ટે ઈનકાર કર્યો હતો.

કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં (Gujarat University Hostel) 16 માર્ચની મોડી રાતે બોંયઝ હોસ્ટેલ (Boys Hostel) ના વિભાગ A કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થી સહિત બે જૂથ વચ્ચે કોઇ કારણોસર ઘર્ષણ થયું હતું, જેમા હોસ્ટેલમાં આવીને અમુક અસામાજિક તત્વોએ વિદ્યાર્થીઓના પાર્ક કરેલ બાઈક તોડી નાખ્યા હતા અને પથ્થરમારો પણ કર્યો હતો. આ મામલો (Gujarat University Case) સામે આવતા યુનિવર્સિટી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોબાઇલ વીડિયો અને બાઇકના નંબરના આધારે તપાસ હાથ ધરી હતી અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આજે આરોપીઓને મેટ્રો કોર્ટમાં રજૂ કરી પોલીસે 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે, કોર્ટે આરોપીઓના બે દિવસના એટલે કે બુધવાર બપોરે 3 વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement

શહેરમાં બનતી દરેક ઘટના વિશે PIL ન થઈ શકે: હાઈકોર્ટ

જણાવી દઈએ કે, આ મામલો વિદેશ મંત્રાલય (Ministry of External Affairs) સુધી પહોંચતા પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. જ્યારે વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલા મામલે વકીલ દ્વારા કોર્ટમાં સુઓમોટો લેવા રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ, ગુજરાત હાઈકોર્ટે આ અરજીને ફગાવી હતી. કોર્ટે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, શહેરમાં બનતી દરેક ઘટના અંગે PIL ના થઈ શકે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી પોલીસની છે. ચીફ જસ્ટિસે (Chief Justice) જણાવ્યું કે, અમે તપાસ અધિકારી નથી. ન્યાય મળવો તે તમામનો અધિકાર છે. પરંતુ, તમામ ઘટના PIL ના મુદ્દાની જેમ સુઓમોટો અરજી ગણી શકાય નહિ. કોર્ટે કહ્યું કે, આ કિસ્સો પોલીસ તપાસનો વિષય છે. પોલીસ યોગ્ય તપાસ ન કરે તો કાયદાકીય રીતે આગળ વધવામાં આવશે. જે ફરિયાદ-રજૂઆત કે પુરાવા હોય એ બાબતે પોલીસને જાણ કરો. કોર્ટે આગળ ટિપ્પ્ણી કરતા કહ્યું કે, બંધારણીય અદાલતનું કામ પોલીસ ઇન્સ્પેક્ટરની જેમ વર્તવાનું નથી. પોલીસ યોગ્ય કામગીરી ના કરે તો અન્ય કાયદાકીય વિકલ્પો પણ ઉપલબ્ધ છે. આ સાથે કોર્ટે પોલીસ (Police) યોગ્ય તપાસ જ કરશે એવી આશા પણ વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો - Gujarat University : તોડફોડ મામલે 2 આરોપીની ધરપકડ, અત્યાર સુધી 7 લોકોની ઓળખ કરાઈ

આ પણ વાંચો - જાણો શું છે ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના ઘર્ષણનો ઘટનાક્રમ, વાંચો અહેવાલ

આ પણ વાંચો - ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ ઘટના બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં

Tags :
Advertisement

Trending News

.

×