Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat First Impact : સનાતન સંત સમિતિનો કલેક્ટરને પત્ર, સળગતા સવાલો સાથે કરી આ માગ

Gujarat First Impact : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં ગુજરાત ફર્સ્ટ સતત ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી દર્શકોને તમામ અપડેટ આપી રહ્યું છે. આ અગ્નિકાંડમાં વહાલસોયાને ગુમાવનારા પીડિત પરિવારોને ન્યાય અપાવવાની ઝુંબેશ ગુજરાત ફર્સ્ટે ઉપાડી છે. સાથે જ હત્યાકાંડ માટે જવાબદાર દરેક શખ્સને...
gujarat first impact   સનાતન સંત સમિતિનો કલેક્ટરને પત્ર  સળગતા સવાલો સાથે કરી આ માગ

Gujarat First Impact : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં ગુજરાત ફર્સ્ટ સતત ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી દર્શકોને તમામ અપડેટ આપી રહ્યું છે. આ અગ્નિકાંડમાં વહાલસોયાને ગુમાવનારા પીડિત પરિવારોને ન્યાય અપાવવાની ઝુંબેશ ગુજરાત ફર્સ્ટે ઉપાડી છે. સાથે જ હત્યાકાંડ માટે જવાબદાર દરેક શખ્સને કડકમાં કડક સજા થયા તેવી ગુજરાત ફર્સ્ટ દ્વારા કોશિશ કરાઈ રહી છે. ત્યારે ગુજરાત ફર્સ્ટના (GUJARAT FIRST) અહેવાલની અસર જોવા મળી છે.

Advertisement

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઈ ગુજરાત ફર્સ્ટે સવાલ કર્યો હતો કે અગ્નિકાંડને 5-6 દિવસ થયા હોવા છતાં સાધુ-સંતો દ્વારા કેમ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી ? વાદ-વિવાદમાં રાજકીય પક્ષોનો વિરોધ અને સમર્થન કરતા સાધુ-સંતો દ્વારા કેમ આવી ગોઝારી ઘટના બાદ પીડિત પરિવારોને સાંત્વના પાઠવવામાં આવી નથી ? દિવંગત આત્માઓની શાંતિ માટે શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી નથી ? કેમ હજી સુધી અગ્નિકાંડ માટે જવાબદાર આરોપીઓ, અધિકારીઓને કડક સજા થાય તેવી માગ સરકારને કરાઈ નથી ? જો કે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ હવે સનાતન સંત સમિતિએ (Sanatan Sant Committee) રાજકોટ કલેક્ટરને પત્ર લખી કેટલાક સવાલ કર્યા છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માગ કરી છે.

Advertisement

રાજકોટ અગ્નિકાંડને લઈ સનાતન સંત સમિતિએ રાજકોટ કલેક્ટરને (Rajkot Collector) એક પત્ર લખ્યો છે, જેમાં સમિતિએ અગ્નિકાંડમાં ભોગ બનેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે સાથે જ અનેક સવાલ પણ ઉઠાવ્યા છે. સંત સમિતિએ રાજકોટ trp ગેમઝોન અગ્નિકાંડને લઈ પત્રમાં સ્થાનિક પોલીસ તંત્ર, મ્યુનિ. કોર્પોરેશન, પી.ડબ્લ્યુ.ડી વિભાગ, પશ્ચિમ ગુજરાત વીજ ઉત્પાદન લી. (PGCVL) ના અધિકારીઓની કામગીરી સામે ગંભીર સવાલ ઉઠાવ્યા છે.

સનાતન સંત સમિતિના સળગતા સવાલ :

. સામાન્ય લોકો દ્વારા જાહેર જગ્યાએ દબાણ કરાય ત્યારે કોર્પોરેશનના (RMC) અધિકારીઓ ત્વરિત કાર્યવાહીનો કોરડો વીંઝી મસમોટો દંડ ફટકારે છે. પરંતુ, કોર્પોરેશનના તત્કાલિન અધિકારીઓ, કમિશનરથી લઈને વોર્ડ ઓફિસરને વર્ષોથી ચાલતું આ ગેરકાયેદસરનું ગેમઝોન દેખાયું નહીં ?

Advertisement

. આ ગેમઝોનને પોલીસ વિભાગે (Rajkot Police) કયાં આધારે મંજૂરી આપી ? કારમાં ન બાંધેલો સીટ બેલ્ટ પોલીસકર્મીઓને દેખાઈ આવે તો આટલું મોટું ગેરકાયદે ધમધમતું ગેમઝોન સ્થાનિક પોલીસને કેમ ન દેખાયું ?

. ગેમઝોનમાં જ્વલનશીલ પદાર્થનો મોટો જથ્થો કેમ કરીને એકત્ર થયો જે મોતનું મોટું કારણ બન્યો ?

. પી.ડબ્લ્યુ.ડીની (PWD) કચેરી દ્વારા કયાં આધારે મંજૂરી આપવામાં આવી ?

. ગેમઝોનનો કાટમાળ JCB થી ખસેડી લેવામાં આવ્યો, ફોરેન્સિક વિભાગ (forensic department) ત્યાં શું તપાસ કરશે ?

. પ. ગુજરાત વીજ ઉત્પાદન લી. (PGCVL) દ્વારા કયાં કાગળોના આધારે ગેમઝોનને વીજ કનેક્શન આપવામાં આવ્યું ? તે પણ દુર્ઘટનાનું મોટું કારણ છે.

સંત સમિતિએ પત્ર થકી (Gujarat First Impact) કલેક્ટરને આ અગ્નિકાંડ માટે જવાબદાર દરેક અધિકારી સામે યોગ્ય અને દાખલારૂપ પગલાં લેવા માગ કરી છે, જેથી ભવિષ્યમાં ફરીવાર આ પ્રકારની કોઈ ગોઝારી ઘટના ગુજરાતમાં ના બને.

આ પણ વાંચો - Rajkot GameZone Tragedy : વધુ બે PI ની અટકાયત, ટૂંક સમયમાં થઈ શકે છે ધરપકડ

આ પણ વાંચો - Rajkot GameZone Tragedy : ધરપકડ બાદ 4 અધિકારીઓ સામે ACB પણ એક્શનમાં, મોડી સાંજે સર્ચ ઓપરેશન!

આ પણ વાંચો - Rajkot Tragedy : રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, 4 અધિકારીઓની થઈ ધરપકડ

Tags :
Advertisement

.