Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Congress : મોરબી કોંગ્રેસમાં મોટું ભંગાણ, વધુ ત્રણ નેતાઓના રાજીનામા

લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) પહેલા ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) માટે એક પછી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ભાષાભાષી સેલના પ્રમુખ કરણસિંહ તોમર (Karansingh Tomar) બાદ હવે વધુ ત્રણ નેતાઓએ કોંગ્રેસ પક્ષથી છેડો ફાડ્યો હોવાની માહિતી સામે આવી છે....
gujarat congress   મોરબી કોંગ્રેસમાં મોટું ભંગાણ  વધુ ત્રણ નેતાઓના રાજીનામા

લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) પહેલા ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) માટે એક પછી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ભાષાભાષી સેલના પ્રમુખ કરણસિંહ તોમર (Karansingh Tomar) બાદ હવે વધુ ત્રણ નેતાઓએ કોંગ્રેસ પક્ષથી છેડો ફાડ્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ મનસુખ રબારી (Mansukh Rabari), મોરબી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ રામજી રબારી (Ramji Rabari) અને તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય કરસન ભરવાડએ પોતાના પદથી રાજીનામું આપ્યું હોવાના સમાચાર છે.

Advertisement

લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) પહેલા મોરબીમાં (Morbi) કોંગ્રેસમાં મોટું ભંગાણ જોવા મળ્યું છે. નવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોર ચીખલિયાની વરણીના વિરોધમાં ત્રણ નેતાઓએ રાજીનામું આપ્યું હોવાના અહેવાલ મળ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ મનસુખ રબારી, મોરબી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ રામજી રબારી અને તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય કરસન ભરવાડએ પોતના પદ પરથી રાજીનામું આપ્યું છે. જણાવી દઈએ કે આ પહેલા પૂર્વ પ્રમુખ, મહામંત્રી, શહેર પ્રમુખ સહિત 5 કોંગી આગેવાએ રાજીનામા આપ્યા હતા.

Advertisement

અન્ય ભાષાભાષી સેલના પ્રમુખ કારણસિંહ તોમરનું રાજીનામું

છેલ્લા ઘણા સમયથી ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) ની હાલત કફોડી થઈ ગઈ છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કરણસિંહ તોમરે (Karansingh Tomar) કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હોવાના સમાચાર સામે આવ્યા છે. કરણસિંહ તોમર અન્ય ભાષાભાષી સેલના પ્રમુખ રહી ચૂક્યા છે અને યૂથ કોંગ્રેસમાં પણ તેમણે લાંબા સમય સુધી સેવા આપી હતી. આ રાજીનામાંની સીધી અસર અન્ય ભાષાના મતદારો માટે કોંગ્રેસને પડી શકે છે.

Advertisement

આ પણ વાંચો - Jetpur : 4 વર્ષીય બાળકનાં અપહરણના ચર્ચાસ્પદ કેસમાં 8 વર્ષે આરોપીને 7 વર્ષની સજા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.