Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Budget : વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ, મંત્રી બળવંતસિંહ રાજપૂતે ગૃહમાં રજૂ કર્યુ આ બિલ

ગુજરાત વિધાનસભામાં આજે બજેટ સત્રની (Gujarat Budget) શરૂઆત થઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના (Acharya Devvrat) સંબોધનથી બજેટ સત્રનો પ્રારંભ થયો. રાજ્યપાલે તેમના સંબોધનમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી, સરદાર પટેલ, રવિ શંકર મહારાજ તથા સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા હતા. બજેટ સત્રના...
gujarat budget   વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ  મંત્રી બળવંતસિંહ રાજપૂતે ગૃહમાં રજૂ કર્યુ આ બિલ

ગુજરાત વિધાનસભામાં આજે બજેટ સત્રની (Gujarat Budget) શરૂઆત થઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના (Acharya Devvrat) સંબોધનથી બજેટ સત્રનો પ્રારંભ થયો. રાજ્યપાલે તેમના સંબોધનમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી, સરદાર પટેલ, રવિ શંકર મહારાજ તથા સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા હતા. બજેટ સત્રના પહેલા દિવસે ગૃહમાં ગુજરાત સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂતે (Balwant Singh Rajput) 'ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક 2024' રજૂ કર્યું.

Advertisement

તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં હાલ 3 જુદા જુદા ગણોત વહીવટના કાયદા અમલમાં છે. વિવિધ વિસ્તારમાં બિનખેતી કરવા માટે 30 જૂન, 2015 અંતિમ તારીખ જાહેર કરાઈ હતી. જો કે, કેટલીક સંસ્થા, કંપની અને ટ્રસ્ટ દ્વારા અરજી કરવાની બાકી હોવાથી જમીનનો હેતુફેર થઈ શક્યો નથી. તેમણે કહ્યું કે, આવી સંસ્થાઓ, કંપનીઓ અને ટ્રસ્ટની રજૂઆતના પગલે હેતુફેર કરવાની સમયમર્યાદા વધારવા કાયદામાં સુધારો કરાશે. આ કાયદો અમલમાં આવતા રાજ્યના વિવિધ વિસ્તારમાં વર્ષ 2015 પહેલા ખરીદેલી જમીનનો હેતુફેર કરી શકાશે. ઉપરાંત, ધાર્મિક, આરોગ્ય, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓ પોતાની જમીન બિનખેતી કરી શકશે.

હાલમાં અમલમાં 3 કાયદા

1 ગુજરાત રાજ્યના મુંબઈ વિસ્તારમાં ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ, 1948
2 ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન (વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર) અધિનિયમ, 1958
3 ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ, 1949

Advertisement

આ પણ વાંચો - BUDGET 2024 : આયુષ્યમાન યોજનાથી હવે 10 લાખ સુધીની સારવાર! આ લોકોને પણ હવે મળશે યોજનાનો લાભ

Advertisement

Tags :
Advertisement

.