Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat : સમગ્ર ગુજરાતમાં સરેરાશ 7.5 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના 12 ડેમો ખાલી

Gujarat: સમગ્ર ગુજરાતમાં આજ સુધીમાં એટલે કે જેઠ માસના કૃષ્ણ પક્ષમાં સરેરાશ 7.25 ઈંચ (178 મિ.મિ.) વરસાદ વરસ્યો છે અને આટલા વરસાદ પછી 10 દિવસમાં ગુજરાતના કૂલ 207 જળાશયોમાં 38.41 ટકા જળસંગ્રહ છે, જે ગત તા. 26 જૂનના 38.19 ટકા...
gujarat   સમગ્ર ગુજરાતમાં સરેરાશ 7 5 ઈંચ વરસાદ  સૌરાષ્ટ્રના 12 ડેમો  ખાલી

Gujarat: સમગ્ર ગુજરાતમાં આજ સુધીમાં એટલે કે જેઠ માસના કૃષ્ણ પક્ષમાં સરેરાશ 7.25 ઈંચ (178 મિ.મિ.) વરસાદ વરસ્યો છે અને આટલા વરસાદ પછી 10 દિવસમાં ગુજરાતના કૂલ 207 જળાશયોમાં 38.41 ટકા જળસંગ્રહ છે, જે ગત તા. 26 જૂનના 38.19 ટકા હતો એટલે કે યથાવત્ રહ્યો છે. પરંતુ, માત્ર સૌરાષ્ટ્રનું ચિત્ર ઉજળુ છે, સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં સરેરાશ 8.50 ઈંચ વરસાદ નોંધાયો છે અને જળસંગ્રહ 13 ટકાથી વધીને આજે 23.52 ટકા થયો છે અને 10 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.

Advertisement

સરદાર સરોવરમાં 50.13 ટકા જળસંગ્રહ

રાજ્યની જીવાદોરી એવા સરદાર સરોવરમાં જળસંગ્રહ વરસાદના પ્રથમ રાઉન્ડમાં 3 ટકા ઘટીને હાલ 50.13 ટકા થયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં આજની સ્થિતિએ 25.63 ટકા, મધ્ય ગુજરાતના ડેમોમાં 41.61 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 32.76 ટકા સાથે એક ટકાની વધઘટ સાથે જળસંગ્રહ દસ દિવસમાં યથાવત્ રહ્યો છે.

સૌરાષ્ટ્રના 141 ડેમોમાં તા. 26 જૂને માત્ર 13.22 ટકા (12,408 એમસીએફટી) પાણી સંગ્રહાયેલુ હતું તે સામે તા.4 જૂલાઈએ સ્ટોરેજ વધીને 23.52 ટકા (22,076 એમસીએફટી) થયું છે. એટલે કે આશરે 10 દિવસમાં 10 ટકા એટલે કે 10,000 એમ.સી.એફટી.નો વધારો થયો છે.

Advertisement

ગત વર્ષની સાપેક્ષે સૌરાષ્ટ્રના જળસંગ્રહનું ચિત્ર ઘણુ નબળું

જો કે ગત વર્ષની સાપેક્ષે સૌરાષ્ટ્રના જળસંગ્રહનું ચિત્ર ઘણુ નબળું છે.ગત વર્ષે 44383 એમસીએફટી સંગ્રહ હતો તેમાં આ વખતે 22,226 એમ.સી.એફટી. પાણી ઓછું છે. ગુજરાતના 13 જળાશયો હાલ એલર્ટ ઉપર છે જેમાં 70 ટકાથી 100 ટકા પાણી સંગ્રહિત થયું છે જેમાં એકમાત્ર મહીસાગરના બાલાસિનોરના વણાંકબોરી ડેમને બાદ કરતા તમામ 12 ડેમો સૌરાષ્ટ્રના છે. આમ, છતાં સૌરાષ્ટ્રમાં હાલ બીજી તરફ, ત્રિવેણી ઠાંકા, હમીરપરા, ગોંડલી, ઉંડ-2, લીમડી ભોગાવો-1, ફુલઝર, નિંભણી, સાની, કમુકી, કબીર સરોવર સહિતના 15 ડેમો મેદાનો જેવા ખાલી છે.

આ પણ  વાંચો - junagadh : છરીની અણીએ 36 કિલો વાળની લૂંટ, પોલીસે કરી ધરપકડ

Advertisement

આ પણ  વાંચો - CHHOTA UDEPUR માં પ્રજા-તંત્રની ભાગીદારી મહત્વપૂર્ણ ગણાવી ‘સંપૂર્ણતા અભિયાન’ નો પ્રારંભ

આ પણ  વાંચો - Jetpur: ગાંધીનગર ફૂડ વિભાગે નકલી પનીર તમેજ અખાદ્ય દૂધનો કર્યો પર્દાફાશ

Tags :
Advertisement

.