Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હાઈવેના વિકાસ માટે શાળા તોડાઈ : પણ નવી નહી બનતા બાળકોને હાલાકી

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા અણસોલ ગામે આવેલી પ્રાથમિક શાળા નંબર 2 હાઇવે રોડમાં આવતા શાળાનું મકાન બે વર્ષ અગાઉ તોડી પાડવામાં આવ્યું છે. ત્યારબાદ નવું શાળાનું મકાન બનાવવામાં નહીં આવતા શાળામાં ભણતા 200 બાળકો બે કિલોમીટર દૂર આવેલી અન્ય શાળામાં ભણવા જવા મજબુર બન્યા છે. ત્યારે સતત ધમધમતા હાઇવે વચ્ચે ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થામાં અન્ય શાળામાં જતા બાળકો અકસમાતનો ભય સેવી રહà
હાઈવેના વિકાસ માટે શાળા તોડાઈ   પણ નવી નહી બનતા બાળકોને હાલાકી
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા અણસોલ ગામે આવેલી પ્રાથમિક શાળા નંબર 2 હાઇવે રોડમાં આવતા શાળાનું મકાન બે વર્ષ અગાઉ તોડી પાડવામાં આવ્યું છે. ત્યારબાદ નવું શાળાનું મકાન બનાવવામાં નહીં આવતા શાળામાં ભણતા 200 બાળકો બે કિલોમીટર દૂર આવેલી અન્ય શાળામાં ભણવા જવા મજબુર બન્યા છે. ત્યારે સતત ધમધમતા હાઇવે વચ્ચે ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થામાં અન્ય શાળામાં જતા બાળકો અકસમાતનો ભય સેવી રહ્યા છે.
શાળાનું મકાન તોડી પાડવામાં આવ્યું
ભિલોડા તાલુકાના શામળાજી નજીક આવેલા અણસોલ ગામે આવેલી અનસોલ પ્રાથમિક શાળા નંબર 2 માં ધોરણ 1 થી 7 માં 200 બાળકો અભ્યાસ કરી રહ્યા હતા. ત્યારે આ શાળા આગળથી પસાર થઇ રહેલા નેશનલ હાઇવે રોડને 6 માર્ગીય કરવાના વિસ્તૃતિકરણના કામે શાળાનું મકાન તોડી નાખવામાં આવ્યું છે, જેથી આ શાળામાં ભણતા બાળકોને બાજુની 2 કિલોમીટર દૂર આવેલી અણસોલ પ્રાથમિક શાળામાં ભણવા જવા મજબુર બનવું પડી રહ્યું છે. જેથી બાળકો હાલાકીની સાથે અકસ્માતનો ભય સેવી રહ્યા હોવાનું વિદ્યાર્થીની દિવ્યાંગીએ જણાવ્યું હતું.
ટ્રાંસ્પોર્ટેશન વ્યવસ્થા કરાઈ પણ બાળકોમાં હાઇવે ઉપર અકસ્માતોનો ડર 
બીજી તરફ શિક્ષણ વિભાગ દ્વારા આ બાળકો માટે બીજી શાળામાં જવા માટે ટ્રાંસ્પોર્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ લોડિંગ વાહનોથી ધમધમતા હાઇવે રોડમાં રોજે રોજ બાળકોને ટ્રાન્સપોર્ટેશનમાં બેસાડી મોકલતા વાલીઓ પણ અકસ્માતનો ભય સેવી ડરી રહ્યા છે. ગામના બાળકોને ગામમાં જ ભણતર માટે શાળા મળે તેવી હકસીભાઇ ભગોરા સહિતના વાલીઓ પણ માંગ કરી રહ્યા છે.
શાળા માટે ગામના એક શ્રેષ્ઠી દ્વારા પોતાની જમીન દાનમાં પણ અપાઈ છે 
જો કે બે વર્ષ આગાઉ તોડી નાખવામાં આવેલી શાળા માટે ગ્રામજનો દ્વારા જમીન પણ ફાળવવામાં આવી છે. ગામના એક શ્રેષ્ઠી દ્વારા પોતાની જમીન પણ શાળા બનાવવા માટે દાનમાં આપી છે, જે જમીન પણ શિક્ષણ વિભાગના નામે થઇ ચુકી છે. બીજી તરફ ગામમાં નવીન શાળાનું મકાન બનાવવા ગામના સરપંચ દ્વારા પણ આ માટે વારંવાર રજૂઆતો પણ કરાઈ છે. તેમ છતાં શિક્ષણ વિભાગ દ્વારા આજદિન સુધી શાળાનું નવું મકાન નહીં બનાવવામાં આવતા બાળકો હાલાકી ભોગવી રહ્યા છે અને સત્વરે ગામમાં જ નવી શાળા બને તેવી માંગ ગામના સરપંચ ઇચ્છાબેન પારગી, તેમજ સ્થાનિક આગેવાન રાહુલભાઈ ગામેતી સહિત સ્થાનિકો કરી રહ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.