Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રખડતા ઢોરનો વધ્યો ત્રાસ, જાહેરમાં બે આંખલા બાખડતા સ્થાનિક લોકોના જીવ ચોંટ્યા તાડવે

રાધનપુર શહેરમાં રખડતા ઢોરોના કારણે ભયના માહોલમાં જીવતા સ્થાનિક રહીશો, દિવસેને દિવસે રાધનપુર શહેરમાં આંખલાઓના યુદ્ધના દ્રશ્યોનું પ્રમાણ વધવા લાગ્યું છે. પરંતુ નગરપાલિકા તંત્ર રખડતા ઢોરોને પકડવા નિષ્ફળ નીવડ્યું છે.રાધનપુર શહેરની જો વાત કરીએ તો મીરા દરવાજા, રાજગઢી, પંચાલવાડી સહિત શહેરના અનેક વિસ્તારોમાં દિવસે તેમજ રાત્રિના સમયે આંખલાઓનું આંતક વધવા પામ્યું છે. આંખલા યુદ્ધના à
રખડતા ઢોરનો વધ્યો ત્રાસ  જાહેરમાં બે આંખલા બાખડતા સ્થાનિક લોકોના જીવ ચોંટ્યા તાડવે
રાધનપુર શહેરમાં રખડતા ઢોરોના કારણે ભયના માહોલમાં જીવતા સ્થાનિક રહીશો, દિવસેને દિવસે રાધનપુર શહેરમાં આંખલાઓના યુદ્ધના દ્રશ્યોનું પ્રમાણ વધવા લાગ્યું છે. પરંતુ નગરપાલિકા તંત્ર રખડતા ઢોરોને પકડવા નિષ્ફળ નીવડ્યું છે.
રાધનપુર શહેરની જો વાત કરીએ તો મીરા દરવાજા, રાજગઢી, પંચાલવાડી સહિત શહેરના અનેક વિસ્તારોમાં દિવસે તેમજ રાત્રિના સમયે આંખલાઓનું આંતક વધવા પામ્યું છે. આંખલા યુદ્ધના કારણે બે જીવોના ભોગ પણ લેવાયા છે. જેમાં મીરા દરવાજા વિસ્તારમાં એક 18 વર્ષીય યુવાન તેમજ એક વૃદ્ધનું 25 દિવસ અગાઉ આંખલાની અડફેટે મૃત્યુ થયું હતું. પરંતુ નગરપાલિકાનું નઘરોડ તંત્ર આંખલાઓને પકડવામાં નિષ્ફળ રહ્યું છે.
મહત્વનું છે કે, કોંગ્રેસ શાસિત રાધનપુર નગર પાલિકામાં કાયમી ચીફ ઓફિસર તેમજ એસ.આઈ ની જગ્યા ખાલી છે અને આ કારણે રાધનપુર શહેરમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગ, ઉભરાતી ગટરોના દૂષિત પાણી સહિત પીવાના પાણીની પણ સમસ્યાઓ ઉભી થવા પામી છે. પરંતુ ચૂંટણી સમયે શહેરના વિકાસના બંણઘાફૂંકી મત મેળવી સત્તા હાંસિલ કરનારા કોંગ્રેસ શાસિત રાધનપુર નગરપાલિકા લોકોને પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે. ચીફ ઓફિસર અને એસ આઈની જગ્યા ચાર્જ પર હોઈ તેને લઈને પણ નગર પાલિકા તંત્રને કામગીરી કરવામાં તકલીફ પડી રહી છે.
રાધનપુર શહેરમાં સ્વચ્છતાના અભાવને કારણે ઠેર ઠેર કચરાઓના ઢગ ખડકાઈ ગયા છે. જેથી સમયસર તે કચરો ના ઉપાડવામાં આવતા રખડતા ઢોરો તે કચરાના ઢગ પર વધુ જોવા મળતા હોય છે. તેને લઈને પણ અવાર-નવાર આખલા યુદ્ધના દ્રશ્યો સામે આવતા હોય છે. ત્યારે ફરી રાધનપુરના પંચાલવાડી વિસ્તારમાં આંખલાઓનું યુદ્ધ સર્જતા સ્થાનિક લોકોના જીવ તાળવે ચોટયા હતા અને બન્ને આંખલાઓને રહીશો દ્વારા પાણીનો મારો કરી છુટા પાડવાનો પ્રયાસ કરાયો હતો.
પરંતુ નગરપાલિકા તંત્ર આજ દિન સુધી રખડતાં ઢોરોને પકડવામાં નિષ્ફળ નીવડી છે. આજ દિન સુધી આંખલાઓના યુદ્ધના કારણે બે જીવોનો  ભોગ લેવાયા છે. ત્યારે આવનારા સમયમાં તંત્ર દ્વારા રખડતા ઢોરોને પકડી પંજારાપોળમાં મુકવામાં નહીં આવે તો હજુ પણ શહેરમાં અનિચ્છનીય ઘટના બને તો નવાઈ નથી.
Advertisement
Tags :
Advertisement

.