Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat ATS : અગાઉ બે આતંકી 38-40 વખત ભારત આવ્યા... પ્રેસ કોન્ફરન્સમાં થયા મોટા ખુલાસા!

ગજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા અમદાવાદ એરપોર્ટ (Ahmedabad airport) પરથી 4 આતંકવાદીઓની ધરપકડ કરાઈ હતી. આ 4 આતંકીઓને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારે આતંકીઓની પૂછપરછમાં સતત નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આજે ગુજરાત એટીએસએ...
gujarat ats   અગાઉ બે આતંકી 38 40 વખત ભારત આવ્યા    પ્રેસ કોન્ફરન્સમાં થયા મોટા ખુલાસા

ગજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા અમદાવાદ એરપોર્ટ (Ahmedabad airport) પરથી 4 આતંકવાદીઓની ધરપકડ કરાઈ હતી. આ 4 આતંકીઓને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારે આતંકીઓની પૂછપરછમાં સતત નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આજે ગુજરાત એટીએસએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ મામલે વધુ માહિતી આપી છે.

Advertisement

ભારતમાં કંઈ કંઈ જગ્યા પર ગયા તેની તપાસ

ગુજરાત એટીએસના એસ.પી. સુનીલ જોશી (Sunil Joshi) જણાવ્યું હતું કે, આ કેસમાં ગુજરાત ATS ટેકનિકલ મુદ્દાને આધારે પણ તપાસ કરી રહી છે. ઝડપાયેલા ચારેય આતંકી ભારતમાં કંઈ કંઈ જગ્યા પર ગયા તેની તપાસ હાથ ધરાઈ છે. પકડાયેલા તમામ આતંકીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આંતકીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, અગાઉ આંતકી અહેમદ મોહમ્મદ નુસરત મુંબઈ એરપોર્ટ ખાતે ગોલ્ડ કેસમાં અને શ્રીલંકામાં (Sri Lanka) મારામારી અને ડ્રગ કેસમાં ઝડપાઈ ચૂક્યો છે. એસ.પી. સુનીલ જોશીએ આગળ જણાવ્યું કે, આ ચારેય આંતકીઓની ફેબ્રુઆરી માસથી આતંકી ટ્રેનિંગ ચાલી રહી હતી. ફેબ્રુઆરી મહિનામાં જ હેન્ડલર સાથે સંપર્ક થતાં આતંકી ભારત આવ્યા હતા.

Advertisement

આતંકી સંગઠનમાં જોડાયા બાદ ચારેય સંપર્કમાં આવ્યા

તેમણે આગળ કહ્યું કે, અગાઉ તમામ આંતકી અલગ અલગ રીતે કામ કરતા હતા. આતંકી સંગઠનમાં જોડાયા બાદ ચારેય એક બીજાના સંપર્કમાં આવ્યા હતા. આંતકી નુસરત (Ahmed Mohammad Nusrat) અને નુફેર મોહમ્મદ અફરાન જાન્યુઆરી 2022 થી ડિસેમ્બર 2023 વચ્ચે કુલ 38-40 વખત ભારત આવ્યા હતા. જ્યારે, આંતકી અબ્દુલ મોહમ્મદ રશદિન વિરુદ્ધ શ્રીલંકામાં (Sri Lanka) ચોરી અને ડ્રગ્સના ગુના નોંધાયેલા છે. રશદિન આતંકી સંગઠનમાં જોડાયા બાદ પહેલીવાર ભારત આવ્યો છે. તેમણે જણાવ્યું કે, આ કેસમાં આતંકીઓ અગાઉ ભારત આવ્યા ત્યારે કઈ હોટેલમાં રોકાયા હતા ? ક્યાં ક્યાં ગયા હતા ? સહિતની તપાસ કરાશે. સાથે જ આંતકીઓએ જે જગ્યા પર હથિયાર મૂક્યા હતા ત્યાં તપાસ કરાશે. મોબાઇલ ડેટા, ચેટ, એપ્લિકેશન, સિગ્નલ અને પ્રોટોન મેઈલની તપાસ હાલ ચાલુ છે. ટાર્ગેટ કોણ હતા અને ક્યારે હુમલો કરવાના હતા તેની તપાસ પણ ચાલુ છે.

Advertisement

આ પણ વાંચો - GUJARAT ATS : 4 પૈકી 2 આતંકી અગાઉ અનેક વખત ભારત આવ્યા, ફેબ્રુ.થી ચાલી રહી છે આતંકી ટ્રેનિંગ

આ પણ વાંચો - AHMEDABAD : એરપોર્ટથી ઝડપાયેલા આતંકીઓના ચેટમાં થયા ચોંકાવનારા ખુલાસા, વાંચો અહેવાલ

આ પણ વાંચો - Gujarat ATS : કેનાલ પાસે પહોંચ્યું ગુજરાત ફર્સ્ટ..!

Tags :
Advertisement

.