Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GODHRA : અંતરિયાળ વિસ્તારના ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી તરફ વળ્યા

GODHRA : માત્ર ચોમાસાની ખેતી ઉપર નિર્ભર રહેતા પંચમહાલ જિલ્લામાં (PANCHMAHAL DISTRICT) ખેડૂતો હવે વાવેતર પદ્ધતિમાં બદલાવ લાવી રહ્યા છે. જેમાં પણ મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને કુલ્લુ માં થતી સ્ટ્રોબેરી (STRAWBERRY) ની ખેતી ગોધરા તાલુકાના છાવડ ગામમાં પ્રથમવાર ખેડૂતોએ કરી...
godhra   અંતરિયાળ વિસ્તારના ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી તરફ વળ્યા

GODHRA : માત્ર ચોમાસાની ખેતી ઉપર નિર્ભર રહેતા પંચમહાલ જિલ્લામાં (PANCHMAHAL DISTRICT) ખેડૂતો હવે વાવેતર પદ્ધતિમાં બદલાવ લાવી રહ્યા છે. જેમાં પણ મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને કુલ્લુ માં થતી સ્ટ્રોબેરી (STRAWBERRY) ની ખેતી ગોધરા તાલુકાના છાવડ ગામમાં પ્રથમવાર ખેડૂતોએ કરી છે. જે નિહાળી આજુબાજુના ગામના અને સ્થાનિકો પણ ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે. અહીંના બે ખેડૂતો દ્વારા સ્ટ્રોબેરીની કરાયેલી ખેતીને વાતાવરણ અનુકૂળ આવવા સાથે ખેડૂતોને સારી ઉપજ પણ થઈ રહી છે. સાથે સાથે જ અહીંના ખેડૂતો દ્વારા કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર કે દવાના છંટકાવ કર્યા વિના ઓર્ગેનિક પદ્ધતિથી સ્ટ્રોબેરીની ઉપજ મેળવી છે. જેથી આજુબાજુના વિસ્તારના રહીશો સહિત દ્વારા અહીંયાથી સ્ટ્રોબેરી ખરીદી આરોગવામાં આવી રહી છે .

Advertisement

જિલ્લામાં સિંચાઈ ની સુવિધાઓનો અભાવ

સ્ટ્રોબેરી માટે હિમાચલ, કુલ્લુ અને મહારાષ્ટ્ર જાણીતું છે, ત્યારે આ સ્ટ્રોબેરીનુ હવે ગુજરાત પણ હબ બનવા લાગ્યું છે. ખાસ વાત એ છે કે આદિવાસી બાહુલ્ય ધરાવતો અને ડુંગરાળ વિસ્તાર એવા પંચમહાલ જિલ્લામાં સિંચાઈ ની સુવિધાઓ નો અભાવ છે. જેના કારણે અહીંના ખેડૂતો ખાલી વરસાદી ખેતી કરતા હોય છે. જેમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, ઘઉં અને ડાંગર ની ખેતી કરવામાં આવે છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ઉત્તર પૂર્વ વિસ્તારમાં સિંચાઈની સુવિધા પૂરતા પ્રમાણમાં અથવા નહિવત હોવાથી ખેડૂતો માત્ર ચોમાસાની ખેતી ઉપર જ નિર્ભર રહેતા હોય છે.

Advertisement

છાવડ ગામમાં સ્ટ્રોબેરીની ખેતી કરી

ખેડૂતો પણ હવે વર્તમાન સ્થિતિની સાથે ચાલી રહ્યા છે જેમાં પણ બાગાયતી કે ફળાઉ કહી શકાય એવા પાકની ખેતી તરફ વળ્યા છે. પંચમહાલ જિલ્લામાં પ્રથમવાર ગોધરા તાલુકાના છાવડ ગામમાં સ્ટ્રોબેરીની ખેતી ખેડૂતોએ કરી, જે સફળ પણ થઈ છે. સદગુરુ ફાઉન્ડેશન નામની એક સંસ્થાના માધ્યમથી ખેડૂતોએ સ્ટ્રોબેરીના રોપા સહાય ધોરણે નાણાં ચૂકવી મેળવી પ્રાયોગિક ધોરણે ખેતી પદ્ધતિમાં બદલાવ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં છાવડ ગામના એક મહિલા ખેડૂત અને બોડીદ્રા ગામના એક યુવા ખેડૂત દ્વારા સ્ટ્રોબેરીની ખેતી કરવામાં આવી છે.

Advertisement

સ્થાનિક કક્ષાએ જ વેચાણ

અહીં સ્ટ્રોબેરીની ખેતી ઓર્ગેનિક પદ્ધતિથી કરવામાં આવી છે.  જેથી સ્ટ્રોબેરી ની ઉપજ સારી થવા ઉપરાંત ખાવામાં પણ ખૂબ જ આરોગ્યપ્રદ છે. ખેડૂતો દ્વારા કરાયેલી સ્ટ્રોબેરીની ખેતીમાંથી તેઓને સ્થાનિક કક્ષાએ જ વેચાણ કરવા છતાં પણ પચાસ હજાર રૂપિયા જેવી આવક મળી છે. જેને લઇ ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી થી ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. અને આગામી સમયમાં વધુ જમીનમાં વાવેતર કરવાની અપેક્ષા વ્યક્ત કરવા સાથે અન્ય ખેડૂતોને પણ સ્ટ્રોબેરીની ખેતી કરવા માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.

પદ્ધતિમાં બદલાવ લાવી આર્થિક રીતે સધ્ધર થવાનો સફળ પ્રયાસ

ગોધરા તાલુકાના છાવડ અને બોડીદ્રા ગામના ખેડૂતોએ ખેત પદ્ધતિમાં બદલાવ લાવી આર્થિક રીતે સધ્ધર થવાનો સફળ પ્રયાસ કર્યો છે. પરંતુ તેઓની વર્તમાન આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી કરવામાં આવેલી સ્ટ્રોબેરીની ખેતીમાં સફળતા બાદ હાલ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે નુકસાન પણ સહન કરવાનો વારો આવ્યો છે.

ગ્રીન નેટના અભાવે મુશ્કેલી

સ્ટ્રોબેરીની ખેતી નું વાવેતર શિયાળાની ઋતુમાં કર્યા બાદ જો ગ્રીન નેટ ની સુવિધા હોય તો ચોમાસા સુધી ઉપજ મેળવી શકાતી હોય છે પરંતુ ગ્રીન નેટના અભાવે મહિલા ખેડૂત દ્વારા કરાયેલી સ્ટોબેરીની ખેતીમાં હાલ છોડવા સુકાઈ રહ્યા છે .જેથી આ વિસ્તારના ખેડૂતો જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા સ્ટ્રોબેરીની ખેતીનો વ્યાપ વધારવા સાથે સાથે ખેડૂતોને જરૂરી સાધન સહાય પણ પૂરી પાડવામાં આવે તો ચોક્કસથી અન્ય રાજ્યોમાંથી આયાત થતી સ્ટોબેરી સ્થાનિક કક્ષાએથી જ બજારમાં મળી રહે એમ છે.

(અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ)

આ પણ વાંચો -- VADODARA : પાના-પક્કડથી લઇ સોનાના દાગીના સુધી ચોરીનો 100 ટકા મુદ્દામાલ રિકવર

Tags :
Advertisement

.