Strawberry Moon : 21 જૂને ચંદ્રમાં દેખાશે એકદમ અલગ, 19 થી 20 વર્ષમાં માત્ર એક જ વાર બને છે આ દુર્લભ ઘટના
Strawberry Moon : 21 જૂનના દિવસે એક ખૂબ જ અગત્યની ઘટના બનવા જઈ રહી છે. 21 જૂનના રોજ નથી કોઈ તહેવાર, નથી કોઈ ઉત્સવ પરંતુ આ દિવસ ખાસ કરીને આકાશના ચંદ્રમાના કારણે ખાસ બનવા જઈ રહ્યો છે. નોંધનીય છે કે, 21 જૂનના રોજ પૂર્ણિમાની રાત્રિ છે. આ તારીખે દિવસ સૌથી લાંબો હશે, ત્યારે રાત્રે આકાશમાં ખૂબ જ દુર્લભ નજારો જોવા મળશે. એક પ્રકારનો ચમત્કાર થશે, જેને લોકો ખુલ્લી આંખે જોઈ શકશે.ચાલો જાણીએ એ દિવસે શું હશે ખાસ
21 જૂનના દિવસે દેખાશે Strawberry Moon
21 જૂનના દિવસે આકાશમાં દેખાતો ચંદ્ર સામાન્ય હશે નહીં. આ દિવસે આકાશમાં Strawberry Moon જોઈ શકાશે. ચંદ્ર આછા ગુલાબી રંગનો હશે અને આ દિવસથી યુરોપ અને અમેરિકામાં ઉનાળાની ઋતુ શરૂ થશે. યુરોપીયન ખંડના ઉત્તરીય દેશોમાં ચંદ્ર ઉગતી વખતે લાલ રંગનો દેખાશે. જ્યારે ચંદ્ર આકાશમાં ખૂબ નીચો દેખાય ત્યારે આવું થવાની શક્યતા વધુ હોય છે. જેમ જેમ તે ઉપર જશે તેમ તેનો રંગ ગુલાબી થશે. નાસાએ આ ચમત્કાર18 અસ્તિત્વની પુષ્ટિ કરી છે. આમ આ દિવસે આકાશમાં દુર્લભ દ્રશ્ય જોવા મળવાનું છે.
આ દુર્લભ ઘટના 19 થી 20 વર્ષમાં માત્ર એક જ વાર બને છે
આ દિવસના ફક્ત Strawberry Moon ને લઈને જ ખાસ હોવાનો નથી. પરંતુ એ દિવસે વૈજ્ઞાનિકોના મત અનુસાર સૌથી લાંબી દિવસ હોવાનો છે. 21 જૂને સૂર્ય સવારે 5.21 વાગ્યે ઊગશે અને લગભગ 9.03 વાગ્યે આથમશે. આનો અર્થ એ છે કે સૂર્ય સમગ્ર દિવસ દરમિયાન 15 કલાક અને 41 મિનિટ સુધી દેખાશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્ર પૃથ્વીની ખૂબ નજીક છે, તેથી તે ખૂબ મોટો અને તેજસ્વી દેખાશે. સ્ટ્રોબેરી મૂન રાત્રે 9:07 વાગ્યે તેના ઉચ્ચ સ્થાને હશે. Strawberry Moon ને પ્રેમ, શુદ્ધતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ દુર્લભ ઘટના 19 થી 20 વર્ષમાં માત્ર એક જ વાર બને છે.
આ પણ વાંચો : NSA Ajit Doval US ના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે કરી મુલાકાત, ICET સહિતના મુદ્દાઓ પર થઈ ચર્ચા