Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ganesh Gondal Case : ફરિયાદ કરનાર દલિત યુવક અને તેનો પરિવાર પણ ધરાવે છે ગુનાહિત ઇતિહાસ!

Ganesh Gondal Case : જુનાગઢના દલિત યુવાનનું અપહરણ કરી ઢોર માર મારવા મામલે આરોપી અને ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલના (Ganesh Gondal) સમર્થનમાં આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ (Gondal Marketing Yard) બંધ રાખવામાં આવ્યું છે. સાથે યાર્ડના ચેરમેને ગણેશ...
ganesh gondal case   ફરિયાદ કરનાર દલિત યુવક અને તેનો પરિવાર પણ ધરાવે છે ગુનાહિત ઇતિહાસ

Ganesh Gondal Case : જુનાગઢના દલિત યુવાનનું અપહરણ કરી ઢોર માર મારવા મામલે આરોપી અને ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલના (Ganesh Gondal) સમર્થનમાં આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ (Gondal Marketing Yard) બંધ રાખવામાં આવ્યું છે. સાથે યાર્ડના ચેરમેને ગણેશ ગોંડલ સામે ફરિયાદ કરનારની હિસ્ટ્રી મીડિયા સમક્ષ મુકી છે, જે મુજબ પીડિત દલિત યુવાન સંજુ સોલંકી (Sanju Solanki), અલ્પેશ ઠોલારિયા સહિત પરિવાર સામે કેટલીક ફરિયાદો થયેલી છે.

Advertisement

જુનાગઢના (Junagadh) દલિત યુવાન સંજુ સોલંકીના અપહરણ અને હુમલાના કેસમાં (Ganesh Gondal Case) ધારાસભ્યના પુત્ર આરોપી ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ (Ganesh Gondal) સહિત 11 શખ્સોની ધરપકડ કરાઈ હતી. જ્યાં એક તરફ દલિત યુવાનને ન્યાય અપાવવા માટે દલિત સમાજ દ્વારા રેલી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ હવે ગણેશ ગોંડલના સમર્થનમાં પણ લોકો આવ્યા છે. જે હેઠળ આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડને બંધ રાખવામાં આવ્યું છે. દરમિયાન, યાર્ડના ચેરમેને ગણેશ ગોંડલ સામે ફરિયાદ કરનાર સામે થયેલી ફરિયાદની હિસ્ટ્રી મીડિયા સમક્ષ મૂકી હતી, જે મુજબ ફરિયાદી સંજય સોલંકી અને તેનો પરિવાર વર્ષ 2014 થી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. રાજુ બાવનજી સોલંકી (Raju Solanki) વિરુદ્ધ 12 ગુના, દેવ રાજુ સોલંકી (Dev Solanki) વિરુદ્ધ 2 અને સંજય સોલંકી વિરુદ્ધ 3 ગુના નોંધાઈ ચૂક્યા છે. આમ, સંજય સોલંકી અને તેના પરિવાર સામે કુલ 17 જેટલા ગુન્હા નોંધાઈ ચૂક્યા છે, જેમાં મારામારી, લૂંટ સહિતના અનેક ગુન્હા નોંધાઈ ચૂક્યા છે.

Advertisement

> 16/8/22 ના રોજ રાજુ સોલંકીના (Raju Solanki) દારૂના ધંધાની પોલીસ ફરિયાદ કરાવનાર પર રાજુએ લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો.
> 27/9/23ના રોજ ફરિયાદીએ રાજુ સોલંકી પર પોલીસ ફરિયાદ કરેલી હોય તેની અદાવત રાખી ફરિયાદી કોર્ટમાં મુદતમાં જતો હતો, ત્યારે રાજુ સોલંકી અને તેના પુત્રે દેવ સોલંકીએ લોખંડના પાઇપ વડે ફરિયાદી પર જીવલેણ હુમલો કર્યો, હત્યાના પ્રયાસની ફરિયાદ.

રાજુ સોલંકી સામે હત્યાના પ્રયાસ, મારામારી, લૂંટ, વ્યાજખોરી, ગેરકાયદે હથિયાર, અપહરણ, પોલીસ પર હુમલો અને જુગાર સહિતના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

Advertisement

> 08/07/2014 માં અપહરણની કોશિશઅને માર મારવાનો ગુનો,
> 08/10/2014 માં પોલીસ પર હુમલાનો કેસ,
> 29/10/2014 માં ઘોડી પાસાનાં જુગારનો કેસ,
> 20/10/2014 માં જુગાર પર રેડ કરવા ગયેલા ASI સહિતના પોલીસ કર્મીઓ પર હુમલો અને પોલીસની ગાડીઓમાં નુકસાન પહોંચાડવાનો કેસ,

> 4/4/2016 ના રોજ અપહરણ કરીને ઢોર માર મારીને લૂંટનો ગુનો,
> 12/3/2016 ના રોજ એક વ્યક્તિએ રસ્તા પરથી સાઈડમાં હટી જવાનું કહેતા તે વ્યક્તિ અને તેની પત્ની પર પણ હુમલો કર્યો. ત્યારબાદ ફરિયાદીના ઘરે તલવાર, ભાલા જેવા હથિયારો લઇ જાનથી મારી નાખવાની ધમકી આપી,

> 29/9/2017 ના રોજ જૂની અદાવતમાં ધારિયા વડે હુમલો, મારામારી અને ગેરકાયદેસર હથિયારની ફરિયાદ,
> 14/12/2017 ના રોજ અદાવતમાં ફરિયાદીના ઘરે જઇ સોડા, બોટલો વડે હુમલો અને ફરિયાદીને તમંચો બતાવી જાનથી મારી નાખવાની ધમકી,
> 2/6/2020 ના રોજ વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીનો ગુનો,

> 1/2/2022 ના રોજ સામે જોવા જેવી સામાન્ય બાબતમાં લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી,
> 16/8/22 ના રોજ રાજુના દારૂના ધંધાની પોલીસ ફરિયાદ કરાવનાર વ્યક્તિને લોખંડના પાઇપ વડે આડેધડ માર માર્યાની ફરિયાદ,
> 27/9/2023 ના રોજ જૂની અદાલતનું મનદુઃખ રાખી ફરિયાદીને લોખંડના પાઇપ વડે માર માર્યો, હત્યાના પ્રયાસ સહિતની ફરિયાદ નોંધાઇ,

સંજય સોલંકી સામે નોંધાયેલા ગુનાઓ

> 12/3/16 ના રોજ એક વ્યક્તિએ રસ્તામાં હટી જવાનું કહેતા સંજય, તેના પિતા રાજુ સહિતના શખ્સોએ તે વ્યક્તિ અને તેની પત્ની પર પણ હુમલો કર્યો, ત્યારબાદ ફરિયાદની ઘરે જઈને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી,
> 28/6/23 ના રોજ મધુરમ ગેટ પાસે ફરિયાદીએ દાંડિયા ક્લાસના સ્ટીકર ચોટડવાની ના કહેતા સંજય સોલંકી સહિતના શખ્સોએ ફરિયાદી પર પથ્થર, લોખંડના પાઇપથી જીવલેણ હુમલો કર્યો,
> 19/8/23 ના રોજ દારૂ પીધેલી હાલતમાં મળી આવતા પ્રોહિબિશનનો ગુનો,

આ પણ વાંચો - Ganesh Gondal : ગણેશ ગોંડલના સમર્થનમાં માર્કેટિંગ યાર્ડ બંધ, દલિત યુવક માટે જુનાગઢથી સમાજની રેલી

આ પણ વાંચો - Gondal: દલિત સમાજની રેલીના પગલે ગોંડલ પોલીસ છાવણીમાં ફેરવાયું, જાણો શું છે મામલો..

આ પણ વાંચો - Junagadh: આ તો જાણે મામાનું ઘર! પોલીસ પકડમાં પણ ગણેશ ગોંડલની ખીખીખી…

Tags :
Advertisement

.