Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Copy Case : સરદાર પટેલ વિદ્યામંદિર સેન્ટરમાં ઝડપાઈ ગેરરીતિ, આટલા લોકોને કરાયા સસ્પેન્ડ

 Copy Case :  ગુજરાતમાં બોર્ડની પરીક્ષા (Gujarat Board Exam) ચાલી રહી છે  તે દરમિયાન એક ચોંકાવનારી  ઘટના  સામે  આવી  છે . ધોરણ 12ની પરીક્ષા દરમિયાન આણંદમાં કરમસદ (Karamsad) પરીક્ષા કેન્દ્રમાં માસ કોપી કેસની (Mass Copy Case) ઘટના પ્રકાશમાં આવી છે...
copy case   સરદાર પટેલ વિદ્યામંદિર સેન્ટરમાં ઝડપાઈ ગેરરીતિ  આટલા લોકોને કરાયા સસ્પેન્ડ

 Copy Case :  ગુજરાતમાં બોર્ડની પરીક્ષા (Gujarat Board Exam) ચાલી રહી છે  તે દરમિયાન એક ચોંકાવનારી  ઘટના  સામે  આવી  છે . ધોરણ 12ની પરીક્ષા દરમિયાન આણંદમાં કરમસદ (Karamsad) પરીક્ષા કેન્દ્રમાં માસ કોપી કેસની (Mass Copy Case) ઘટના પ્રકાશમાં આવી છે જિલ્લા શિક્ષણ અધિકારીની મુલાકાત દરમિયાન સરદાર પટેલ વિદ્યામંદિર સેન્ટરમાં બારીમાંથી કોઈ જવાબ લખાવી રહ્યાનું સામે આવ્યું છે. શિક્ષણ અધિકારીને જોઈ અજાણ્યો યુવક ભાગી જતા જિલ્લા શિક્ષણ અધિકારીએ કાર્યવાહી કરી છે. પરીક્ષા કેન્દ્રના 50 વ્યક્તિના સ્ટાફને સામૂહિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજના પેપરમાં નવા સ્ટાફ સાથે પરીક્ષા શરૂ કરવામાં આવી છે.

Advertisement

ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા (Class 12 Exam) ચાલી રહી છે,તે દરમિયાન એક ચોંકવાનારી ઘટના સામે આવી છે.કરમસદની સરદાર વિધામદીરમાં બારીમાંથી વિધાર્થીને પ્રશ્નોના જવાબ લખાવવામાં આવતા હતાં,જેને લઈ ખળભળાટ મચ્યો છે.તો બીજી તરફ શિક્ષણ અધિકારી સ્કૂલમાં પહોચ્યાં તે દરમિયાન કોઈ અજાણ્યો વ્યકિત શાળામાં ચોરી કરાવતો નજરે આવ્યો. તો શિક્ષણ અધિકારીને જોઈને તે ફરાર થઈ ગયો હતો. તો શિક્ષણ અધિકારીએ તમામ સ્ટાફની એકસાથે બદલી કરી છે.

Advertisement

શિક્ષણ વિભાગ એકશન મોડમાં

Advertisement

સમગ્ર ઘટનાની જાણ શિક્ષણ વિભાગ ગાંધીનગરને પણ કરવામાં આવી છે,આ ઘટનાને લઈ વધુ તપાસ હાથધરવામાં આવી છે,કેટલા દિવસથી આ રીતની ચોરી થઈ હતી,તેનો પણ પ્રાથમિક રીપોર્ટ મંગાવવામાં આવ્યો છે,તો કોણ વિધાર્થીઓને ચોરી કરવાતું હતું તેની પણ તપાસ કરવામાં આવશે.તો જે સેન્ટર છે તેની બેદરકારી સામે આવી છે,તો સેન્ટરના સંચાલકને પણ બક્ષવામાં આવશે નહી.

આ  પણ  વાંચો  - Gujarat Police : DGP Commendation Disc આ વખતે કેમ છે ચર્ચામાં ?

આ  પણ  વાંચો  - VADODARA : સીઆર પાટીલે આપ્યો આડકતરો સંકેત, કહ્યું “વેઇટીંગમાં છે”

આ  પણ  વાંચો  - VADODARA : કોંગ્રેસમાં લોકસભા લડે તેવા ઉમેદવારો રહ્યા નથી – નારાયણ રાઠવા

Tags :
Advertisement

.