Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA EXAM : લોખંડી પહેરા વચ્ચે સુરક્ષીત બોર્ડ પરીક્ષાના પ્રશ્નપત્રો

VADODARA EXAM  : આજથી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને ધો. 12 ની પરીક્ષાઓ (BOARD EXAM) શરૂ થઇ રહી છે. લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ત્યારે  VADODARA સો તંત્ર દ્વારા પ્રશ્નપત્રોને સ્ટ્રોંગ રૂમમાં (STRONG ROOM) રાખવામાં આવ્યા છે....
vadodara exam   લોખંડી પહેરા વચ્ચે સુરક્ષીત બોર્ડ પરીક્ષાના પ્રશ્નપત્રો

VADODARA EXAM  : આજથી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને ધો. 12 ની પરીક્ષાઓ (BOARD EXAM) શરૂ થઇ રહી છે. લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ત્યારે  VADODARA સો તંત્ર દ્વારા પ્રશ્નપત્રોને સ્ટ્રોંગ રૂમમાં (STRONG ROOM) રાખવામાં આવ્યા છે. અને લોખંડી બંદોબસ્ત વચ્ચે તેની જાળવણી કરવામાં આવી છે. તંત્ર દ્વારા વધુમાં વધુ ચોક્સાઇ રાખીને પ્રશ્નપત્રોની જાળવણી અને સમયે તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

Advertisement

પરીક્ષાનું પ્રશ્નપત્ર લોખંડી બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવ્યું

આજથી વડોદરા (VADODARA) સહિત રાજ્યભરમાં ગુજરાત શિક્ષણ બોર્ડ (GUJARAT EDUCATION BOARD) દ્વારા લેવામાં આવતી ધો. 10 અને ધો. 12 ની પરીક્ષાઓ શરૂ થઇ છે. વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશે તે પહેલા તેમનું મોઢું મીઠુ કરાવી, અને તેમને સારામાં સારી રીતે પ્રવેશ કરી શકે તેવી વ્યવસ્થાઓ શાળાઓ દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ પરીક્ષાનું પ્રશ્નપત્ર લોખંડી બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવ્યું હતું. અને હથિયારધારી પોલીસ જવાનોની હાજરીમાં તેને સ્ટ્રોંગ રૂમમાંથી બહાર કાઢીને તેનું વિતરણ કરવામાં આવ્યું છે. આમ, શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ સારામાં સારા વાતાવરણમાં પરીક્ષા આપે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. તો બીજી તરફ તંત્ર દ્વારા પ્રશ્નપત્ર સુરક્ષીત રીતે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

તમામ રૂટ પર હથિયારધારી પોલીસ જવાનો સાથે રહે તેવી વિશેષ વ્યવસ્થા

ઝોનલ અધિકારી જણાવે છે કે, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજથી પરીક્ષા શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે 8 માર્ચે પરીક્ષાના પેપર આવી ગયા હતા. જેને સીસીટીવી સર્વેલન્સની નિરગાનીમાં હથિયારી સિક્યોરીટીના પહેરા વચ્ચે સુરક્ષીત રાખવામાં આવ્યા હતા. આજે પરીક્ષા શરૂ થવા સમયે સ્ટ્રોંગ રૂમમાંથી પોલીસ ગાર્ડની હાજરીમાં સ્ટ્રોંગ રૂમનું સીલ તોડીને પ્રશ્નપત્રોની ગોઠવણ કરવામાં આવી છે. આજના રૂટમાં ગ્રામ્યના 6 રૂટને પ્રથમ અને ત્યાર બાદ શહેરના 10 રૂટ પર પેપર રવાના કરવામાં આવ્યા છે. તમામ રૂટ પર હથિયારધારી પોલીસ જવાનો સાથે રહે તેવી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો -- MAHESH VASAVA : આદિવાસી રાજનીતિમાં મોટો ઉલટફેર! મહેશ વાસવા 1200 થી વધુ કાર્યકર્તા સાથે કેસરિયો ખેસ ધારણ કરશે!

આ પણ વાંચો---- છોટાઉદેપુર : રાજ્યભરમાં આવતી કાલથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શૂરું

Advertisement

Tags :
Advertisement

.