CHHOTA UDAIPUR : ઓટોમોબાઇલ એન્જિનિયર જેવો તેજ સાત પાસ યુવક
CHHOTA UDAIPUR : છોટાઉદેપુર (CHHOTA UDAIPUR) જિલ્લાના મુખ્ય મથકથી થોડા અંતરે આવેલ એક નાનકડા ગામ રહેતો એક યુવાએ પોતાના કૌશલ્ય અને કરતબના કારણે વિકસાવેલ ધોરણ સાત પાસ ઓટોમોબાઇલ એન્જિનિયર ના ટ્રેક્ટર ની વાતો હવે દૂર દૂર સુધી વહેતી થઈ છે.
કોઠા સુઝ પ્રમાણે એસેમ્બલ ટ્રેક્ટર બનાવ્યું
છોટાઉદેપુર તાલુકાના ગુડા ગામનાં એક ગરીબ પરિવારમાં ઉછરેલ નંદુ નાયકાએ ધોરણ સાત સુધી ગામની જ ગુડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો છે. કુટુંબની આર્થિક સ્થિતિ સારી ના હોવાથી નંદુ ધોરણ સાત પછી આગળ અભ્યાસ કરી શક્યો ન હતો. પરંતુ પોતાનામાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવી, આજે વેસ્ટ માંથી બેસ્ટ એટલે કે ભંગારમાંથી જરૂરી ટ્રેક્ટર બનાવવાની સાધન સામગ્રી એકત્રિત કરી જૂની બાઈકનું એન્જિન થકી પોતાની કોઠા સુઝ પ્રમાણે એક એસેમ્બલ ટ્રેક્ટર બનાવી, એક વખત તો ઓટોમોબાઇલ એન્જિનિયરોને પણ પોતાના કાર્ય થી આશ્ચર્યચકિત કરી દીધા તેમ કહીએ તો ખોટું નથી.
જિલ્લાનું નામ રોશન કર્યું
નંદુ નાયકાનું બાળપણથી જ એક સપનું હતું, કે તે એક દિવસે પોતાની જાતે ટ્રેક્ટર બનાવશે, અને જે હવે સપનું પૂર્ણ થતા હવે તેમાં પણ એડવાન્સ ટેકનોલોજી વિકસાવવા ઉપર કામ કરી રહ્યો છે. ઓટોમોબાઇલ વ્યવસાયમાં ડગ માંડવા એક ઉચ્ચ અભ્યાસ તાલીમ અને બહોળા અનુભવની તાતી જરૂરિયાત હોય છે. પરંતુ નંદુ નાયકા એ તેના કૌશલ્યના કરતબના કારણે એક બાઈકના એન્જિન થકી ટેકટર બનાવી ગુડા ગામનું જ નહીં છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કર્યા હોવાનું ગૌરવ તેના ગુરુઓ અને ગ્રામજનો માની રહ્યા છે.
હાઇડ્રોલિક સિસ્ટમ પણ જાતે મેન્યુફેક્ચરિંગ કરી
કેહવાય છે કે...નંદુએ બનાવેલ ટ્રેકટર એ બધું જ કામ કરી શકે છે કે જે એક સામાન્ય ટ્રેક્ટર થકી કાર્ય કરવામાં આવે છે.
મોટરસાયકલ ની જેમ કીક થી સ્ટાર્ટ થતો નંદુ નો એસેમ્બલ ટ્રેક્ટર ની ઈંધણ ટાંકી ઠંડા પીણા ની વેસ્ટ બોટલને બનાવવામાં આવી છે, તો ખેતી વિષયક કાર્ય માટે હાઇડ્રોલિક સિસ્ટમ પણ જાતે મેન્યુફેક્ચરિંગ નંદુએ કરી છે. આ સાથે ટ્રેક્ટર માં મોબાઈલ ચાર્જ કરવાની સુવિધા અને કામ કરતા કરતા ગીત સંગીતની મજા માણવા માટેની પણ પુર્ણ વ્યવસ્થા રાખવામાં આવી છે.
રોજગારી મેળવી રહ્યો છે
ટ્રેક્ટર માં હેડલાઇટ, ઇન્ડિકેટર લાઈટ, રિવર્સ ગેર, ક્લચ, બ્રેક, એક્સીલેટર સામાન્ય ટ્રેક્ટર જેવી તમામ સેવાઓ રાખવામાં આવી છે. નંદુ આ એસેમ્બલ ટેકટર થકી પોતાના ખેતી તો કરે છે. પરંતુ આ સાથે ગામમાં અન્ય ખેડૂત ને ત્યાં પણ ખેતી કામ કરી રોજગારી મેળવી રહ્યો છે.
દેશનો ડંકો દુનિયામાં વગાડી શકે
નંદુની આ ઉપલબ્ધિ ને ગ્રામજનો અને તેના ગુરુ છોટાઉદેપુર જિલ્લાનું ગૌરવ સમાન ગણાવી રહ્યા છે. આ સાથે નંદુને કોઈ એન.જી.ઓ થકી પ્રોત્સાહન પૂરું પાડી તાલીમ અપાવી યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે તો નંદુ ભારત દેશનો ડંકો પણ દુનિયામાં વગાડી શકે તેમ હોવાનું આત્મવિશ્વાસ પણ જતાવી રહ્યા છે. તો કોઈ એનજીઓ આગળ આવે તેવી માંગ પણ કરી રહ્યા છે.
અહેવાલ - તૌફીક શેખ, છોટાઉદેપુર
આ પણ વાંચો -- AHMEDABAD : ચાંદીપુરા વાયરસ અંગે સરકારે કહ્યું, “ગભરાવાની જરૂર નથી”