Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BJP : બનાસકાંઠામાં CM ની મહિલાઓ સાથે બેઠક, નવસારીમાં CR પાટીલની હલ્દી-કંકુ કાર્યક્રમમાં હાજરી

ભાજપના (BJP) 'ગાંવ ચલો અભિયાન' (Gaon Chalo Abhiyan) અંતર્ગત મુખ્યમંત્રી હાલ બનાસકાંઠામાં છે. તેમણે જલોત્રા ગામની મહિલાઓ સાથે બેઠક કરી હતી. દરમિયાન, સીએમ ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) મહિલાઓ સાથે સરકારની મહિલાલક્ષી યોજનાઓ અંગે ચર્ચા કરી હતી. આ પહેલા...
bjp   બનાસકાંઠામાં cm ની મહિલાઓ સાથે બેઠક  નવસારીમાં cr પાટીલની હલ્દી કંકુ કાર્યક્રમમાં હાજરી

ભાજપના (BJP) 'ગાંવ ચલો અભિયાન' (Gaon Chalo Abhiyan) અંતર્ગત મુખ્યમંત્રી હાલ બનાસકાંઠામાં છે. તેમણે જલોત્રા ગામની મહિલાઓ સાથે બેઠક કરી હતી. દરમિયાન, સીએમ ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) મહિલાઓ સાથે સરકારની મહિલાલક્ષી યોજનાઓ અંગે ચર્ચા કરી હતી. આ પહેલા મુખ્યમંત્રીએ ગામના ખેડૂતો સાથે ખાટલા બેઠક કરી ભાજપની ખેડૂતલક્ષી યોજનાઓ અંગે ચર્ચા કરી હતી. બીજી તરફ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (C.R. Patil) આજે નવસારી (Navsari) અને સુરતની મુલાકાતે છે. આજે તેઓ નવસારીના ચીખલી ખાતે યોજાનારા હલ્દી-કંકુ કાર્યક્રમમાં હાજરી આપવાના છે.

Advertisement

ગામની મહિલાઓ સાથે સીએમની બેઠક

બીજેપીના (BJP) 'ગાંવ ચલો અભિયાન' અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાની (Banaskantha) મુલાકાતે છે. ગઈકાલે જલોત્રા ગામે ખેડૂતો સાથે તેમણે ખાટલા બેઠક કરી હતી અને સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અંગે ચર્ચા કરી માહિતી આપી હતી. સાથે જ યુવા મોરચાના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. ત્યારે આજે સવારે ગામની મહિલાઓ સાથે સીએમએ બેઠક કરી હતી અને સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપી હતી. દરમિયાન, તેમણે મહિલાઓ પાસે ભજન પણ ગવડાવ્યું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) મહિલાઓને મોટી ભજન મંડળી બનાવવા પ્રોત્સાહિત પણ કરી હતી.

Advertisement

ગામની મહિલાઓ સાથે સીએમની બેઠક

નવસારીમાં સી.આર. પાટીલની હાજરી

બીજી તરફ આજે ભાજપ (BJP) પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ (C.R. Patil) નવસારીના ચીખલી ખાતે પહોંચ્યા છે. ચીખલી ક્રિકેટ ગ્રાઉન્ડમાં સવારે 11 કલાકે યોજાનારા હલ્દી-કંકુ કાર્યક્રમમાં તેમણે હાજરી આપી. દરમિયાન, સી.આર પાટીલે લોકોને સંબોધિત કરતા કહ્યું કે, રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે બજેટમાં દીકરીઓ માટે પ્રયત્ન કર્યો છે. બહેનોને સીધો લાભ થાય એવી યોજના આજ સુધી કોઈએ બનાવી નથી. પરંતુ, ભાજપની સરકારે આવું કરીને બતાવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીજીના (PM Modi) નેતૃત્વમાં ગુજરાતની બહેનોને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા અને મહાનગરપાલિકામાં 50 ટકા લાભ મળ્યો છે.

Advertisement

હલ્દી-કંકુ કાર્યક્રમમાં સીઆર પાટીલની હાજરી

હલ્દી-કંકુ કાર્યક્રમમાં સીઆ પાટીલની હાજરી

મહિલાઓને 33 ટકા રિઝર્વેશન

પ્રદેશ અધ્યક્ષે આગળ કહ્યું કે, મોદી સરકારે (Modi Government) મહિલાઓને 33 ટકા રિઝર્વેશન આપવાનું કામ કર્યું છે. આથી હવે વિધાનસભા અને લોકસભામાં 33 ટકા બહેનો નેતૃત્વ કરશે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસની કોઈપણ સરકારે ખેડૂતો માટે સીધી યોજના બનાવી નથી. પરંતુ, પીએમ મોદીએ દરેક ખેડૂતોને 2 હજારના ત્રણ હપ્તા આપવાનું નક્કી કર્યું છે. જણાવી દઈએ કે, નવસારી બાદ સી.આર. પાટીલ લોકસભામાં રજૂ થયેલ શ્વેતપત્ર અંગે પ્રેસ કોન્ફરન્સ યોજવવાના છે. ત્યારબાદ સુરતના (Surat) ઉધના ખાતે યોજાનારા હલ્દી-કંકુ કાર્યક્રમમાં હાજરી આપશે. જણાવી દઈએ કે, શિવાજી મહારાજ સંકુલમાં સાંજે 4 કલાકે આ કાર્યક્રમ યોજાશે.

આ પણ વાંચો - Morbi : મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતી નિમિત્તે મહોત્સવ, આજે PM મોદી વર્ચ્યુઅલી જોડાશે

Tags :
Advertisement

.