Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : 'વાસ્તુદોષ દૂર કરાવા વિધિ કરવી પડશે, નહીંતર પતિ મરી જશે' કહી ભૂવાએ પરિણીતા સાથે 4 વખત દુષ્કર્મ આચર્યું

સુરતમાં (Surat) બળાત્કારનો વધુ એક બનાવ બન્યો છે. મોટા વરાછામાં 42 વર્ષીય પરિણીતાને ઘરમાં વાસ્તુદોષ દૂર કરવા માટે વિધિ કરવી પડશે, એવું નહીં કરો તો પતિનું મોત થઈ જશે તેમ કહીને એક ભૂવાએ પરિણીતા સાથએ 4 વખત દુષ્કર્મ આચર્યું હતું....
surat    વાસ્તુદોષ દૂર કરાવા વિધિ કરવી પડશે  નહીંતર પતિ મરી જશે  કહી ભૂવાએ પરિણીતા સાથે 4 વખત દુષ્કર્મ આચર્યું

સુરતમાં (Surat) બળાત્કારનો વધુ એક બનાવ બન્યો છે. મોટા વરાછામાં 42 વર્ષીય પરિણીતાને ઘરમાં વાસ્તુદોષ દૂર કરવા માટે વિધિ કરવી પડશે, એવું નહીં કરો તો પતિનું મોત થઈ જશે તેમ કહીને એક ભૂવાએ પરિણીતા સાથએ 4 વખત દુષ્કર્મ આચર્યું હતું. સતત બે વર્ષથી હેરાન કરતા ભૂવા વિરુદ્ધ પરિણીતાએ ફરિયાદ કરતા ઉત્રાણ પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

સુરતના (Surat) મોટા વરાછામાં રહેતી એક 42 વર્ષીય પરિણીતા સાથે એક ભૂવાએ બળાત્કાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. પરિણીતાની ફરિયાદના આધારે, ભૂવાએ પરિણીતાને ઘરમાં વાસ્તુદોષ (Vastu Dosh) દૂર કરવા માટે વિધિ કરવી પડશે તેમ કહ્યું હતું. જો વિધિ નહીં કરો તો પતિનું મોત થશે કહીને ડરાવી હતી અને દુષ્કર્મ આચર્યું હતું. સતત બે વર્ષ સુધી ભૂવાએ પરિણીતાને હેરાન કરી હતી. પરિણીતાના ઘરે તાંત્રિક વિધિના બહાને આવી ભૂવાએ 4 વખત બળાત્કાર ગુજાર્યો હતો. સાથે જ જો તું તારા પતિને છૂટાછેડા નહીં આપે તો ફોટો વાઇરલ કરવાની પણ ધમકી આપી હતી. આખરે કંટાળીને પરિણીતાએ પતિને વાત કરી હતી.

ફરિયાદ બાદ આરોપીની ધરપકડ

ત્યાર બાદ પીડિત પરિણીતાએ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાની ફરિયાદના આધારે ઉત્રાણ પોલીસે કાર્યવાહી કરીને 41 વર્ષીય ભૂવા રાહુલ દિનેશ પંડયા સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. ઉત્રાણ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - BHARUCH : ઇન્સ્ટાગ્રામે તો હદ કરી, સગીર યુવતીને યુવકે ભગાડી..

Advertisement

આ પણ વાંચો - VADODARA : જે પોલીસ મથકમાં જવાનોએ ફરજ બજાવી, ત્યાં આરોપી બન્યા

આ પણ વાંચો - BHARUCH : લૂંટેરી દુલ્હનનો ભોગ બનેલા એક યુવકને જીવતો સળગાવી ફૂંકી માર્યો…

Tags :
Advertisement

.