Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BHARUCH : ખોટા ઇરાદે સગીરાનું અપહરણ કરનાર સામે ફરિયાદ

ભોગ બનનારની માતાએ 2 યુવાનો અને 1 મહિલા વિરૂધ્ધ અપહરણ, પોકસો અને એટ્રોસિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી બે પૈકી એક યુવકની માતાએ સગીરાની માતાને જાતિ વિષયક અપશબ્દો બોલી ગાળો દીધેલ હોવાનું ફરિયાદમાં જણાવાયું BHARUCH : ભરૂચ (BHARUCH) જિલ્લાના ઝઘડિયા તાલુકાના...
bharuch   ખોટા ઇરાદે સગીરાનું અપહરણ કરનાર સામે ફરિયાદ
  1. ભોગ બનનારની માતાએ 2 યુવાનો અને 1 મહિલા વિરૂધ્ધ અપહરણ, પોકસો અને એટ્રોસિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી
  2. બે પૈકી એક યુવકની માતાએ સગીરાની માતાને જાતિ વિષયક અપશબ્દો બોલી ગાળો દીધેલ હોવાનું ફરિયાદમાં જણાવાયું

BHARUCH : ભરૂચ (BHARUCH) જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી એક ૧૪ વર્ષ ૭ મહિનાની ઉંમરની સગીરાને બે યુવકો કોઇ લાલચ આપીને તેણીને ફોર વ્હિલ ગાડીમાં બેસાડીને ભરૂચની એક હોટલમાં બદકામ કરવાના ઇરાદે લઇ ગયા હોવા બાબતે સગીરાની માતાએ પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

Advertisement

દિકરી શાળાએ કેમ આવી નથી ?

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની આ સગીરા એક માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે. ગતરોજ તા.૧૮ મીના રોજ સગીરા સવારના સાડા સાત વાગ્યાના સમયે શાળાએ ગઇ હતી, અને બપોરના સવા બાર વાગ્યે શાળામાંથી સગીરાની વર્ગ શિક્ષિકા બેને સગીરાની માતાને ફોન કરીને પુછ્યું હતું કે તેમની દિકરી આજે શાળાએ કેમ આવી નથી? જેથી સગીરાના પિતાએ શાળાના આચાર્યનો ટેલિફોનિક સંપર્ક કરીને તેઓ તરત શાળાએ ગયા હતા.

પોલીસને જાણ કરવામાં આવી

સ્કૂલ દ્વારા તપાસ કરતા શાળાના ગેટ પાસેના સીસી ટીવી કેમેરા ચેક કરતા બે ફોર વ્હિલ ગાડી શંકાસ્પદ જણાઇ હતી. સદર ફોર વ્હિલ ગાડીને ઝીણવટથી ચેક કરતા સગીરાને ફોર વ્હિલ ગાડીમાં બેસાડીને લઇ જવાઇ હોવાનું જણાયું હતું. ત્યારબાદ તપાસ કરતા સગીરા કે ફોર વ્હિલ ગાડીની કોઇ ભાળ મળી નહતી. જોકે ત્યારબાદ એમ જાણવા મળ્યું હતું કે રાજપારડીની અલકાપુરી સોસાયટીમાં રહેતો યુવરાજસિંહ રાજ તેમજ રાજપારડી ખાતેના એક મિઠાઇવાળાનો છોકરો સાથે મળીને સગીરાનું અપહરણ કરીને લઇ ગયેલ છે. સગીરાના પરિવાર દ્વારા આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી.

Advertisement

બદકામ કરવાના ઇરાદે લઇ જવાઇ

સમગ્ર ઘટનામાં સગીરાના પરિવારજનો યુવરાજસિંહના ઘરે તપાસ કરવા જતા યુવરાજસિંહની માતાએ આ લોકોને જાતિ વિષયક અપશબ્દો બોલીને ગાળો દીધી હતી. ત્યારબાદ સાંજના પાંચ વાગ્યાના સમયે સગીરા રાજપારડી ખાતેની એક મીઠાઇની દુકાનેથી મળી આવેલ હોવાની જાણ થઇ હતી. આ બાબતે પરિવારજનો દ્વારા સગીર‍ાને પુછતા જાણવા મળ્યું હતું કે તેણીને મેહુલ દિનેશભાઇ પટેલ તથા યુવરાજસિંહ હરિસિંહ રાજ દ્વારા ફોર વ્હિલ ગાડીમાં ભરૂચ ખાતે એક હોટલના રૂમમાં બદકામ કરવાના ઇરાદે લઇ જવાઇ હતી,પરંતું ત્યારબાદ સગીરાને તેના માતાપિતા શોધે છે તેવી જાણ થતા તેણીને પાછી મુકી ગયા હતા.

અપહરણ, પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ

આ ઘટના બાબતે સગીરાની માતાએ મેહુલ દિનેશભાઇ પટેલ, યુવરાજસિંહ હરિસિંહ રાજ તેમજ ગાળો દઇને જાતિ વિષયક અપશબ્દો બોલનાર મહિલા તમામ રહે.અલકાપુરી સોસાયટી રાજપારડી તા.ઝઘડિયાના વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે અપહરણ, પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ 

આ પણ વાંચો -- IDAR : પાંજરાપોળ દ્વારા 140 એકર જમીન ખૂલ્લી કરાવવાની હિલચાલ

Tags :
Advertisement

.