Bharuch : છૂટાછેડા આપ્યા વગર પતિ બીજા લગ્ન કરવા જતાં પહેલી પત્નીનો આપઘાતનો પ્રયાસ, Video બનાવી આક્ષેપો કર્યાં
ભરૂચ (Bharuch) જિલ્લાના અંકલેશ્વર (Ankleshwar) પંથકના કાપોદ્રા ગામે મામાના ઘરે રહેતી ભાણીએ પતિ છૂટાછેડા આપ્યા વિના બીજી યુવતી સાથે લગ્ન કરનાર હોવાની પત્રિકા આવતા જ ભોગ બનનાર પરિણીતાએ પતિને છૂટાછેડા ન આપ્યા હોય છતાં બીજા લગ્ન માટે તૈયાર થતા આખરે તેણીએ પતિ અને સાસરિયાઓ તેમ જ લગ્ન કરવા તૈયાર થયેલી યુવતી સામે ગંભીર પ્રકારનો આક્ષેપ કરતો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને ત્યાર બાદ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, લગ્ન મોકૂફ કરાયા પરંતુ, આપઘાતનો પ્રયાસ કરનાર યુવતી સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) જીવન મરણ વચ્ચે હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે.
અંકલેશ્વરના (Ankleshwar) કાપોદ્રા ગામે મામાના ઘરે રહેતી નિલોફર કડીવાલાના લગ્ન સાલ 2021 માં વડોદરાના તાંદલજા ખાતે રહેતા આદિલ ઈકબાલ હાજી અબ્દુલ રહેમાન કડીવાલા સાથે થયા હતા. બંનેનું જીવન સારું રહ્યા બાદ બંને વચ્ચે સામાન્ય ઝઘડો થતાં આદિલ પત્ની નિલોફરને તેના પિયર તરછોડી ગયો હતો. ત્યાર બાદ નિલોફર કડીવાલાને સાથે ન લઈ જઈ વકીલ મારફતે ટ્રિપલ તલાકની નોટિસ આપી છૂટાછેડા આપ્યા હોવાનું માણી વડોદરાના (Vadodara) તાંદલજાની યુવતી કરિશ્મા સાથે લગ્ન નક્કી કર્યાં હોવાની પત્રિકા સગા સંબંધીઓને ત્યાં પહોંચતા એક પત્રિકા પ્રથમ પત્ની નિલોફર કડીવાલા પાસે આવી હતી. આ બાબતે નિલોફરે આદિલને છૂટાછેડા ન આપ્યા હોય છતાં આદિલ બીજા લગ્ન કરી રહ્યો હોય અને તારીખ 3-3-2024 ના રોજ લગ્ન થવાનાં હોય, જેના કારણે નિલોફર કડીવાલાએ આ લગ્ન ખોટા અને ગેરકાયદેસર રીતે થતા હોવાનો આક્ષેપ કર્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
જો કે, પોલીસ તરફથી પણ કોઈ કાર્યવાહી ન થતા આખરે હતાશ થઈને નિલોફર કડીવાલાએ ઝેરી દવા ગટગટાવી હતી. આ પહેલા તેણીએ એક વીડિયો બનાવ્યો હતો, જેમાં પોલીસ અને પતિ તેમ જ સાસરિયાં સામે ગંભીર પ્રકારનો આક્ષેપ કર્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. ગંભીર હાલતમાં નિલોફરને સારવાર અર્થે ભરૂચ (Bharuch) સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં જીવન મરણ વચ્ચે હોવાના અહેવાલો સામે આવ્યા છે. બીજી તરફ, નિલોફર કડીવાલાએ આપઘાતનો પ્રયાસ કરતા તેના પતિ જે યુવતી સાથે લગ્ન કરનાર હોય તે યુવતીના પિતાએ સોશિયલ મીડિયાના વોટ્સએપ ગ્રૂપ કડીવાલા ઘાંચી ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટમાં સાંજના 8:18 કલાકે પિતાએ મેસેજ મૂક્યો હતો, જેમાં લખ્યું છે કે, તારીખ 3-3-2024 ના રોજ મારી દીકરીનાના નિકાહ નિમિત્તે ભોજન સમારંભ સહીત તમામ અન્ય કાર્યક્રમો ખાસ સંજોગોને લઈ સ્થગિત કરવામાં આવ્યા છે. તકલીફ બદલ ક્ષમા....માહિતી મુજબ, અંકલેશ્વર રૂરલ પોલીસે (Ankleshwar Rural Police) સિવિલ હોસ્પિટલમાં આપઘાતનો પ્રયાસ કરનાર યુવતીની માતા અને પરિવારજનોના નિવેદન નોંધ્યા છે અને દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવા પરિવારની માગ છે.
અહેવાલ: દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો - Mahashivratri : વલસાડમાં 11 લાખ રુદ્રાક્ષથી 15 ફૂટ ઊંચું શિવલિંગ બનાવાયું, દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર