Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BHARUCH : સગા પિતાએ દીકરીને ગર્ભવતી બનાવી, પાપ છુપાવવા યુવકને સોંપી

સગા બાપે સગી દીકરીને હવસનો શિકાર બનાવી સગી દીકરીને જ ગર્ભવતી કરતા સાવકી માતાની હિંમતથી પીડિતાએ ફરિયાદ નોંધાવી સગી દીકરીએ સગા બાપના કૃત્યથી કંટાળી સાવકી માતાની હિંમતથી બળાત્કાર, પોક્સો,અપહરણ અને બાળલગ્ન એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો સગી દીકરી ઉપર બળજબરીપૂર્વક...
bharuch   સગા પિતાએ દીકરીને ગર્ભવતી બનાવી  પાપ છુપાવવા યુવકને સોંપી
Advertisement
  1. સગા બાપે સગી દીકરીને હવસનો શિકાર બનાવી સગી દીકરીને જ ગર્ભવતી કરતા સાવકી માતાની હિંમતથી પીડિતાએ ફરિયાદ નોંધાવી
  2. સગી દીકરીએ સગા બાપના કૃત્યથી કંટાળી સાવકી માતાની હિંમતથી બળાત્કાર, પોક્સો,અપહરણ અને બાળલગ્ન એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો
  3. સગી દીકરી ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ કરી સગીરા હોવા છતાં લગ્ન કરાવી દેવા તથા તાજેતરમાં પણ દુષ્કર્મ આચાર્યુ હોવાના મામલે સાવકી માતાએ પતિને ટોકતા નરાધમે સગી દીકરી અને પત્નીને ટીપી નાખ્યા
  4. કહેવાય છે ને કે ગમે તેટલા ખોટા કૃત્ય કર્યા હોય પરંતુ એક વખત તેનો ઘડો ફૂટી જાય છે આ નરાધમનો ઘડો ફૂટી ગયો છે

BHARUCH : ભરૂચ જિલ્લાના એક પોલીસ મથકમાં સગી દીકરી ભોગ બનનારે સગા બાપ ઉપર ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાવી છે. જેમાં સગા બાપે જ પોતાની જ દીકરી ઉપર વારંવાર બળજબરી પૂર્વક દુષ્કર્મ કરી ગર્ભપાત પણ પડાવી નાની ઉંમરમાં જ કોઈપણ જાતના લગ્ન કરાવ્યા વિના બીજે છોકરા સાથે રવાના કરી દીધી હતી. સગીરા પરત આવતા સગા બાપે ફરી વારંવાર બળાત્કાર ગુજારતા અને સગા બાપ થકી સગી દીકરી ગર્ભવતી બનતા આખરે સાવકી માતાની હિંમતથી પીડિતાએ ભરૂચ પોલીસ મથકમાં સગા બાપ સામે બળાત્કાર અપહરણ પોકસો અને બાળ લગ્ન એક્ટ હેઠળ સગા બાપ સહીત લગ્ન વિના સગીરાને પત્ની બનાવીને રાખનાર યુવક સામે ફરિયાદ નોંધાવી છે.

કડિયા કામની મજૂરી માટે લઈ ગયેલો

ભરૂચના પોલીસ મથકમાં ભોગ બનનાર પીડીતાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણીએ આક્ષેપ કર્યો છે, ગત વર્ષ 2022 ના 10 મા મહિનામાં ફરિયાદીને તેના પિતા પાલક માતા સાથે બનતું ન હોય અને તે સમયે ફરિયાદીને હવસખોર પિતા દીકરીને તેની સાથે લઈ ગયો હતો. અને ફરિયાદી તેણીની પાલક માતા ભરૂચ ખાતે રહેતી હતી. અને ફરિયાદીના પિતાના બીજા બાળકો અટાલી ખાતે અભ્યાસ કરતા હતા. તે દરમિયાન પિતા નરાધમ ફરિયાદીને અમદાવાદથી મહેસાણા વચ્ચે કોઈ જગ્યાએ કડિયા કામની મજૂરી માટે લઈ ગયેલો અને ત્યાં એક મહિના જેટલો સમય પતરાના ઝૂંપડામાં રોકાયા હતા. અને તે સમયે સગા પિતાએ જ રાત્રિના સમયે સગી દીકરી ફરિયાદી ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ કરી તેણીને ધમકી આપી હતી કે, તું કોઈને આ બાબતે કહીશ તો તને જીવતી નહીં રહેવા દઉં. જેથી સગી દીકરી ડરી ગઈ હતી. અને સતત અલગ અલગ રાત્રીએ સગા પિતાએ 8 થી 10 વખત સગી દીકરી ઉપર દુષ્કર્મ કરી તેણીને ગર્ભવતી કરી હતી. અને નરાધમ પિતાને ખબર પડી કે દીકરીના પેટમાં ગર્ભ રહી ગયો છે. તો નરાધમે પુરાવાનો નાશ કરવા માટે નજીકમાંથી દેશી ઝાડના મૂળિયાની આર્યુવેદિક દવા પીવડાવી ગર્ભ પડાવ્યો હતો.

Advertisement

દીકરીને ગભૅ રહ્યો

ફરિયાદમાં એવા પણ આક્ષેપ કર્યો છે કે, બળાત્કારી સગા પિતા મજૂરી કામ કરવા માટે વડોદરા ખાતે એકલા જતા રહેલ અને તેના થોડા દિવસ પછી નરાધમ પિતા પાલક માતા સાથે જામદા ખાતે ફરિયાદી તથા તેની સાવકી માતાને લેવા માટે આવતા ફરિયાદી વડોદરા ખાતે આવી હતી. અને વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી સરકારી મકાનમાં વડોદરા ખાતે ભાડેથી રહેતા હોય ત્યાં પણ 15થી વધુ દિવસ ફરિયાદી રોકાયેલ. અને તે સમયે પણ પાલક માતા રસોડાના કામ કરવા માટે રાત્રીએ બહાર જતા જ સગી દીકરીનો એકલતાનો લાભ લઇ હવસખોર પિતા ત્યાં પણ સગી દીકરી ઉપર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધતા દીકરીને ગભૅ રહ્યો હતો. તે વાત છુપાવવા માટે સગા બાપે પોતાનું પાપ છુપાવવા સગી સગીર વયની દીકરી હોવા છતાં દાહોદના યુવકને બોલાવી તેની સાથે કોઈપણ જાતના લગ્ન કરાવ્યા વિના પત્ની તરીકે રવાના કરી હતી. અને યુવક પણ સગીર વયની દીકરીને પત્ની બનાવીને રાખતો હતો. અને સગા બાપ થકી સગીરવયની દીકરી ગર્ભવતી હોય તેનું પાપ છુપાવવા માટે સગા બાપે સગીરવયની ઉંમરે જ દીકરીને બીજા સાથે રવાના કરી દીધી હતી.

Advertisement

પગ તળેની જમીન ખસી ગઈ

સમગ્ર પ્રકરણનો ભાંડો તો ત્યારે ફૂટ્યો જ્યારે મધ્યપ્રદેશ ખાતે ફોઈના છોકરાના લગ્નમાં ફરિયાદી આવી હતી. તે દરમિયાન લગ્નમાં તેણીને તેની પાલક માતા સાથે ભેટો થયો અને ભોગ બનનાર ફરિયાદીએ સગા બાપે કરેલું કૃત્ય સાવકી માતાને કહેતા જ સૌપ્રથમ સાવકી માતાની પગ તળેની જમીન ખસી ગઈ હોવાનો અનુભવ કર્યો હતો. અને ફરિયાદી થોડા દિવસ માટે સાવકી માતાના ઘરે ભરૂચ આવી હતી. અને તે દિવસે પણ સતત અલગ અલગ દિવસે સગા બાપે જ દીકરી ઉપર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો.

શું થયું કેમ રડે છે

સાવકી માતા ભરૂચની હોસ્પિટલમાંથી નોકરી કરી પરત ઘરે આવી તે દરમિયાન ભોગ બનનાર ઘરમાં રડી રહી હતી. અને રડતી દીકરીને સાવકી માતાએ પૂછ્યું શું થયું કેમ રડે છે, અને સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો. સગો બાપ પોતાની હવસ પોતાની સગી દીકરી ઉપર સંતોષી રહ્યો હતો. અને આ બાબતે સાવકી માતા અને દીકરીએ નરાધમ બાપને કહેતા જ ઉશ્કેરાયેલા બાપે સાવકી માતા અને ભોગ બનનાર દીકરીને ઢોર માર મારી અને અંતે સગીરાના પેટમાં જે ગર્ભ છે, તે પણ તેના બાપ થકી જ હોવાનો ખુલાશો થતા આખરે સાવકી માતાની હિંમતથી સગી દીકરીએ ભરૂચના પોલીસ મથકમાં પહોંચી હતી. નરાધમ સગા બાપ સામે તથા જે યુવકે ભોગ બનનારને નાની ઉંમરે લગ્ન વિના પત્ની બનાવી હતી. તેની તથા સગા બાપ સામે ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાવી દિધી અને પોલીસે પણ બંને નરાધમો સામે બળાત્કાર પોકસો અપહરણ અને બાળ લગ્ન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

સગીર ઉંમરે જ લગ્ન વિના જ યુવાન સાથે રવાના કરી હતી

ફરિયાદી એ ફરિયાદમાં ગંભીર આક્ષેપ કર્યા છે કે, સગીર વયની દીકરીના પેટમાં ગર્ભ હોય છતાં પણ તે પાપ છુપાવવા માટે સગીર વયની દીકરીના દાહોદ ખાતે રહેતા યુવક સાથે કોઈપણ જાતના લગ્ન કરાવ્યા વિના બાળ લગ્ન કરાવી ભોગ બનનારને રવાના કરી હતી. જોકે સમગ્ર ઘટનામાં પોલીસે નાની ઉંમરની સગીરા સાથે બાળ લગ્ન અને પત્નીની જેમ રાખવા યુવક સામે પણ પોસ્કો બળાત્કાર અને અપહરણ તથા બાળ લગ્ન એક્ટ હેઠળ દાખલ કર્યો છે

નરાધમે પ્રથમ પત્ની સાથે છૂટાછેડા બાદ બીજા લગ્ન કર્યા

સગી દીકરી ઉપર વારંવાર બળજબરીપૂર્વક બળાત્કાર કરી ગર્ભવતી બનાવનાર નરાધમની પ્રથમ પત્ની સાથે છૂટાછેડા બાદ બીજી મહીલા સાથે લગ્ન કર્યા હતા. અને સગા બાપે સગી દીકરી ઉપર જ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારીયો હોવાના પ્રકરણમાં સાવકી માતાએ જ દીકરીને હિંમત આપી ભરૂચના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આખરે ગુનો દાખલ કર્યો છે. અને નરાધમ સગા બાપ અને બની બેઠેલા પતિની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસે ન્યાય અપાવવા તાત્કાલિક કરી કાર્યવાહી

સગા બાપે હવસ સંતોષીયા બાદ સગી દીકરીના નાની ઉંમરે જ અન્ય યુવક સાથે પોતાનું પાપ છુપાવવા માટે પત્ની તરીકે પધરાવી દેતા આખરે ફરિયાદ નોંધાય છે અને પોલીસે બંને નરાધમો સામે ઇપીકો કોડની કલમ 323,366(A),376(2),(F)(H)(J)(N),504,506(2) તથા પોક્સો એક્ટ 4,6,10 તથા બાળ લગ્ન અટકાયત અધિનિયમ કલમ 11 મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે

કોણ છે નરાધમ બાપ અને નકલી પતિ...?

(1) સગો બાપ (નામ બદલ્યું છે) :- મહેશ સિગાડ, હાલ રહે ભરૂચ
(2) નકલી પતિ :- સતીશ, પોલીસે આ બંને નરાધમોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે

પીડિતાનું સગુ ન હોવાના કારણે પોતે ફરિયાદી બની

ભરૂચના પોલીસ મથકમાં સગીરાએ પોતે એક ફરિયાદ નોંધાવી છે જેમાં તેનું સગુ કોઈ ન હોવાના કારણે પોતે ફરિયાદી બની છે અને તેની ઉપર તેના સગા પિતાએ દુષ્કર્મ આચર્યું અને ગર્ભવતી થતા પાપ છુપાવવા માટે અન્ય યુવકને લગ્ન વિના પધરાવી દીધી ત્યારબાદ પણ ભોગ બનનાર સાવકી માતાના ઘરે આવતા ત્યાં પણ નરાધમ બાપે પીડિતા ઉપર વારંવાર બળજરીપૂર્વક દુષ્કર્મ કરતાં આખરે સગીર વયની હોવા છતાં તેણીએ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં સગા બાપ અને કહેવાતા પતિ સામે ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાવી દીધી છે.

અહેવાલ, દિનેશ મકવાણા - ભરૂચ

આ પણ વાંચો --BHARUCH : ખોટા ઇરાદે સગીરાનું અપહરણ કરનાર સામે ફરિયાદ

Tags :
Advertisement

Trending News

.

×